Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    September 25, 2026

    આજનું રાશિફળ

    September 25, 2026

    પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!

    September 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!
    • Rajkot ભગવતીપરામાં ગૃહકલેશથી પરણિતાનો આપઘાતનો પ્રયાસ
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં આડેઘડ પાર્કિંગ કરનારને ટ્રાફિકે દંડ ફટકાર્યા
    • Rajkot: ચડ્ડો પહેરી શેરીમા રખડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ ત્રણ મહિલા સહિત ૪ ઘવાયા
    • Rajkot: વર્ધમાન ગ્રીન બિલ્ડિંગના ૯ માળે થી પરિણીતાએ મોતની છલાગ લગાવી
    • Rajkot: બે ચેક રિટર્ન કેસમાં બિલ્ડરની સજા યથાવત, સેશન્સ કોર્ટે અપીલ ફગાવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarમાં જુગારના બે અડ્ડા પર પોલીસ ત્રાટકી, ૧૦ શખ્સો ઝડપાયા
    જામનગર

    Jamnagarમાં જુગારના બે અડ્ડા પર પોલીસ ત્રાટકી, ૧૦ શખ્સો ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalAugust 8, 2026Updated:August 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દરેડમાં તીનપત્તી રમતા પાંચ ઝડપાયા, શિવનગરમાં ત્રણ મહિલા સહિત પાંચ ઝડપાયા; બંને દરોડામાં રૂ.૧,૧૨,૯૬૦નો મુદ્દામાલ કબજે

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૮

    જામનગર શહેરમાં જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમતા શખ્સો સામે પોલીસે બે અલગ-અલગ સ્થળે દરોડા પાડી કુલ ૧૦ શખ્સોને ઝડપી પાડ્યા હતા. દરેડ જીઆઈડીસીમાં પંચકોશી બી ડિવિઝન પોલીસે તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી રૂ.૧૧,૨૧૦ની રોકડ તથા ગંજીપત્તાના પાનાં કબજે કર્યા હતા, જ્યારે હરીયા કોલેજ પાછળ શિવનગરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ મહિલા સહિત પાંચ શખ્સોને ઝડપી રૂ.૧,૦૧,૭૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

    દરેડ જીઆઈડીસીના ગૌશાળા સર્કલથી આગળ પ્રથમ શેરીમાં પ્લોટ નં.૪૫૧૦ની આગળ કરંજના ઝાડ નીચે લાઈટના અજવાળામાં કેટલાક શખ્સો તીનપત્તી રોન-પોલીસનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પંચકોશી બી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે ભુપેન્દ્ર લક્ષ્મીનારાયણ જાટવ (ઉ.વ.૨૭), સોનુ રામસ્વરૂપ જાટવ (ઉ.વ.૨૪), સંતોષ મેહરબાનસિંહ જાટવ (ઉ.વ.૩૧), રાજેન્દ્ર ધનશ્યામ જાટવ (ઉ.વ.૩૨) અને સુરેશ ભુપતભાઈ ભીલ (ઉ.વ.૩૦)ને ઝડપી પાડ્યા હતા. પોલીસ ફરિયાદ મુજબ તમામ શખ્સો જામનગરમાં અલગ-અલગ સ્થળે મજૂરી કામ કરતા હતા.

    પોલીસે આરોપીઓની અંગઝડતીમાંથી રૂ.૧૦,૮૫૦ની રોકડ તેમજ સ્થળ પરથી રૂ.૩૬૦ અને ગંજીપત્તાના ૩૭ પાનાં મળી કુલ રૂ.૧૧,૨૧૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પાંચેય સામે જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ જામનગરના હરીયા કોલેજ પાછળ શિવનગર શેરી નં.૨માં જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન હરભમભાઈ જીવણભાઈ નરા ચારણ, જીવણભાઈ હરભમભાઈ નરા ચારણ, દિવ્યાબેન ખીમજીભાઈ કરંગીયા, લતાબેન દિનેશભાઈ વિઠલાપરા અને માયાબેન જીતેન્દ્રભાઈ સુમરીયાને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા પાંચ પૈકી ત્રણ મહિલાઓ છે.

    એલસીબીએ સ્થળ પરથી રૂ.૪૧,૭૫૦ની રોકડ, ગંજીપત્તાના પાનાં તથા રૂ.૬૦,૦૦૦ની કિંમતનું એક મોટરસાયકલ મળી કુલ રૂ.૧,૦૧,૭૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહી રાજકોટ રેન્જના નિર્લિપ્ત રાયના માર્ગદર્શન અને જામનગર જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સૂચના હેઠળ એલસીબી પીઆઈ વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. એમ.વી. ભાટીયા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આમ, પોલીસે જુગારના બંને દરોડામાં કુલ ૧૦ શખ્સોને ઝડપી પાડીને રૂ.૧,૧૨,૯૬૦નો મુદ્દામાલ કબજે કર્યો છે અને તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticlePunjabમાં ગેંગસ્ટર વિરોધી અભિયાનને ૨૦૦ દિવસ પૂર્ણ થયા
    Next Article એનસીપીઆઇમાં બધા એક છે, અમે દેશ માટે જે શ્રેષ્ઠ હશે તે કરીશું: Yusuf Pathan
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં માનસિક બીમારીથી પીડાતા ૨૬ વર્ષીય યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

    September 25, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલ પાસે કારમાંથી ૨ કિલો ગાંજો પકડાયો, પોરબંદરના બે શખ્સો ઝડપાયા

    September 25, 2026
    જામનગર

    Jamnagarના ગેરેજ સંચાલક પાસેથી લોન અપાવવાના બહાને ગૂગલ-પેથી રૂ.૧.૨૨ લાખ પડાવ્યા

    September 25, 2026
    જામનગર

    Jamnagarમાં તીનપત્તીનો જુગાર રમતા ૯ ઝડપાયા, રૂ.૧૩,૧૭૦ રોકડા જપ્ત

    September 25, 2026
    જામનગર

    Jamnagarમાં બ્યુટી પાર્લર સંચાલક મહિલાના નિવાસસ્થાનમાં રૂ.૩.૦૭ લાખની ચોરી

    September 25, 2026
    જામનગર

    Jamnagarમાં દીપક ટોકીઝથી દરબારગઢ સર્કલ સુધી મનપાની તવાઈ, બે ટ્રેક્ટર ભરી સામાન જપ્ત

    September 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,340
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,460
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-09-2026 13:40
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    September 25, 2026

    આજનું રાશિફળ

    September 25, 2026

    પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!

    September 25, 2026

    Rajkot ભગવતીપરામાં ગૃહકલેશથી પરણિતાનો આપઘાતનો પ્રયાસ

    September 25, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં આડેઘડ પાર્કિંગ કરનારને ટ્રાફિકે દંડ ફટકાર્યા

    September 25, 2026

    Rajkot: ચડ્ડો પહેરી શેરીમા રખડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ ત્રણ મહિલા સહિત ૪ ઘવાયા

    September 25, 2026
    Search
    Main News

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ, ચુંટણી પંચ

    September 25, 2026

    એસઆઇઆર વિવાદઃ Gyanesh Kumarના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસે દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યા

    September 25, 2026

    Mahadev Online Betting App હજુ પણ ચાલુ,૧૦ વર્ષમાં ૯૪ હજાર કરોડની કમાણી : ઇડી

    September 25, 2026

    બંગાળની Election જીતવા ભાજપે છૂટા હાથે ૨૮૭ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો

    September 25, 2026

    UNમાં Netanyahuના ભાષણનો જબરદસ્ત વિરોધ, માર્ગો પર ઊતર્યા હોલિવૂડ સ્ટાર્સ

    September 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    September 25, 2026

    આજનું રાશિફળ

    September 25, 2026

    પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!

    September 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.