New Delhi તા.4
બિહારમાં બાંકીપુર વિધાનસભા બેઠક પર ભાજપના પરાજય અને જનસુરાજ પાર્ટીના પ્રશાંત કીશોરના વિજયે બિહારમાં આગામી સમયમાં રાજનીતિની દિશા પણ બદલી શકે છે. હજુ આઠ માસ પુર્વે જ બિહાર બહાર ભાગ્યે જ જાણીતા નીતીન નબીને 52000 મતોએ આ બેઠક જીતી અને હવે 19000 મતોએ ભાજપ હાર્યુ તે પ્રશાંત કીશોર ફેકટર મહત્વનું બની ગયું પણ જે રીતે ચુંટણીમાં નીતીશકુમારના નામે એનડીએ ગઠબંધને વિજય મેળવ્યો.
ભાજપે મોટાભાઈની દાદીગીરી કરી ચાર માસમાંજ નીતીશકુમારને મુખ્યમંત્રીપદેથી રાજીનામુ આપવા ફરજ પાડી અને તેના બદલે રાજદ સહિતના કુળમાંથી આવેલા સમ્રાટ ચૌધરીને મુખ્યમંત્રી બનાવી દીધા.
આમ તે નિર્ણય પરનો લોક ચુકાદો ગણવામાં આવે છે તથા બિહાર સહિતના રાજયો પર પ્રોકસી શાસન કરવાના કેન્દ્રના એક શક્તિશાળી નેતાની વિરુદ્ધ પક્ષમાંથી પણ સંદેશો ગયો છે. ભાજપે મહારાષ્ટ્રમાં પણ શિંદેને સ્થાને ફડનવીસને મુકવામાં રાહ જોઈ હતી.
પ્રશાંત કીશોરે ચાલાકીપુર્વ આ ચુંટણીને સમ્રાટ ચૌધરી વિરુદ્ધની બનાવી દીધી. સમ્રાટ ચૌધરી સામેના ક્રિમીનલ કેસ- પક્ષપલટાનો ઈતિહાસ, શૈક્ષણિક લાયકાત જેવા મુદાએ આગળ ધરીને ભાજપના ટેકેદારોને પણ વિચારતા કરી દીધા હતા.

