New Delhi,તા.04
હાલ સરકારની ખફગીનો ભોગ બની રહેલી અમેરિકી કંપની `મેટા’ એ હવે વધુ સાવચેતીથી ભારતીયો તેના સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર મોનેટરીંગ શરુ કર્યુ છે તથા આ કંપનીના સૌથી લોકપ્રિય મેનેજીંગ એપ્લીકેશન વોટસએપ પર ભારતમાંથી ઓપરેટ થતા સહિતના મોટી સંખ્યામાં એકાઉન્ટને `રીવ્યુ’ પર મુકયા છે.
એપ.ના અનેક ફીચર્સ પણ હાલ બ્લોક કરી દેતા યુઝર્સની ફરિયાદો અન્ય પ્લેટફોર્મ પર આવવા લાગી છે. આ પ્રકારના એકાઉન્ટને શા કારણોસર `રીવ્યુ’ કે મોનેટરીંગ હેઠળ મુકાયા છે તેનું કોઈ કારણ મેટાને આવ્યુ નથી પણ અનેક યુઝર્સને તેમના એકાઉન્ટ પર સંદેશા મળ્યા છે કે તમારુ એકાઉન્ટ- `રીવ્યુ’ હેઠળ છે.
તા.3 ઓગષ્ટ ડેટ- રીકવેસ્ટ તરીકે આપી છે. મતલબ કે કંપનીને આ એકાઉન્ટ રીવ્યુ હેઠળ મુકવાની સૂચના કે વિનંતી મળી છે તે પ્રશ્ન છે. ફકત તમો સર્વિસના જે નિયમો છે તેને ફોલો કરો છો તે ચેક કરવા રીવ્યુ થઈ રહ્યું હોવાનું જણાવાયું છે અને 24 કલાકમાં તેમાં તમોને નોટીફાય- જાણ કરાશે તેમાં પણ દાવો કર્યો છે.
જે ઈસ્યુ અથવા મુદા છે તે જાણવા એક લીંક અપાઈ છે. જેમાં વોટસએપના ઉપયોગ માટે જે ગાઈડ લાઈન છે તેને ફોલો કરવા જણાવાયું છે. અનેકના વોટસએપ એકાઉન્ટ કોઈ ચેતવણી વગર જ ડીસેબલ એટલે કે બ્લોક કરી દેવાયો છે જે ફરિયાદ પણ એકસ પર આવી છે.

