Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar: ચવાણાના પેકેટમાંથી તળાયેલી ગરોળી મળી આવતાં ભારે ચકચાર

    November 27, 2026

    Naliya ૧૧.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

    November 27, 2026

    Yashasvi Jaiswalએ રચ્યો ઈતિહાસ, સચિન તેંડુલકરને પાછળ છોડ્યો

    November 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar: ચવાણાના પેકેટમાંથી તળાયેલી ગરોળી મળી આવતાં ભારે ચકચાર
    • Naliya ૧૧.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
    • Yashasvi Jaiswalએ રચ્યો ઈતિહાસ, સચિન તેંડુલકરને પાછળ છોડ્યો
    • Team Indiaમાં વાપસીની ચિંતા છોડી, રમત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું: મોહમ્મદ શમી
    • ૧૧૦ રને ૪ વિકેટ ગુમાવ્યા બાદ New Zealandની શાનદાર વાપસી
    • Jammu and Kashmirમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પીરજાદા મોહમ્મદ સઇદનું અવસાન
    • Jaydev Unadkatએ ૧૧મા ક્રમે ૪૦ રન ફટકારી બનાવ્યો વિશ્વવિક્રમ
    • Yemenની રાજધાની સના સહિત અનેક સ્થળોએ બોમ્બમારો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: કોમનવેલ્થ ગેમ્સની તૈયારી,3D નકશો અને 25 લાખ મિલકતોનું જીઓ-કોડિંગ કરાશે
    અમદાવાદ

    Ahmedabad: કોમનવેલ્થ ગેમ્સની તૈયારી,3D નકશો અને 25 લાખ મિલકતોનું જીઓ-કોડિંગ કરાશે

    Vikram RavalBy Vikram RavalAugust 25, 2026Updated:September 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad તા, 25
    વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની પૂર્વ તૈયારીના ભાગરૂપે અમદાવાદ શહેરનો અત્યાધુનિક GIS ડેટાબેઝ તૈયાર કરવા ઇ-ગવર્નિંગ કમિટીએ મંજૂરી આપી છે. રૂ. 240 કરોડનાં ખર્ચે હાથ ધરાનારા આ પ્રોજેક્ટમાં શહેરની 25 લાખ મિલકતોનું જીઓ-કોડિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, જમીનની અંદર પથરાયેલી પાણી, ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઈનોના ચોક્કસ નેટવર્કનો રિપોર્ટ તૈયાર કરાશે. આ કામગીરી ખાનગી એજન્સી જેનેસિસ ઇન્ટરનેશનલ દ્વારા અઢી વર્ષમાં પૂર્ણ કરાશે, જે બાદ 5 વર્ષ સુધી તેના ઓપરેશન અને મેન્ટેનન્સની જવાબદારી પણ એજન્સી જ સંભાળશે.

    સર્વેની કામગીરી બે તબક્કામાં હાથ ધરાશે, જેમાં પ્રથમ તબક્કામાં 9 લાખ અને બીજા તબક્કામાં 16 લાખ મિલકતોનું જીઓ-કોડિંગ કરાશે. સમગ્ર સર્વે માટે ડ્રોન અને એરક્રાફ્ટના હાઈ-રિઝોલ્યુશન કેમેરાથી 3D નકશો તૈયાર કરવામાં આવશે. ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડારથી અંડરગ્રાઉન્ડ લાઈનોનું સચોટ લોકેશન મેળવાશે અને વાહનો પર સેન્સર લગાવી ગૂગલ સ્ટ્રીટ વ્યૂ જેવો 360 ડિગ્રી વ્યૂ રેકોર્ડ કરાશે.

    દરેક મિલકતનો ઘરે-ઘરે સર્વે કરીને તેમને એક યુનિક ‘ડિજિટલ ડોર આઈડી’ ફાળવવામાં આવશે. આ સિસ્ટમ અમલી બનવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનને અનેકવિધ ફાયદા થશે. વેરાના ચોપડે ન નોંધાયેલી મિલકતો ઓળખી શકાશે, જેનાથી પ્રોપર્ટી ટેક્સની આવકમાં વધારો થશે. અંડરગ્રાઉન્ડ લાઈનોમાં લીકેજ કે ફોલ્ટ સમયે આખો રસ્તો ખોદવાને બદલે ચોક્કસ જગ્યાએ જ ખોદકામ કરી શકાશે.

    આ ઉપરાંત, એસ્ટેટ વિભાગની મિલકતો અને પ્લોટ્સનું જીઓ-કોડિંગ થવાથી ગેરકાયદે દબાણો સરળતાથી શોધી શકાશે તેમજ અધિકારીઓ ડેશબોર્ડ પરથી જ તમામ પ્રોજેક્ટ્સનું સચોટ મોનિટરિંગ અને ભવિષ્યનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ કરી શકશે. નાગરિકો માટે પણ આ યોજના ખૂબ જ સુવિધાજનક સાબિત થશે. અંડરગ્રાઉન્ડ લાઈનોના સમારકામ માટે વારંવાર થતાં આડેધડ ખોદકામ, રોડ ડાઇવર્ઝન અને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.

    ફરિયાદો જીઓ-ટેગ થવાથી રસ્તાના ખાડા કે ગટર ઊભરાવાની સમસ્યાઓનું સીધા લોકેશન સાથે સચોટ અને ઝડપી નિવારણ આવશે. તેમજ બિલ્ડિંગ પ્લાન, ફાયર એનઓસી અને ટેક્સ જેવી કામગીરી જીઆઈએસ પ્લેટફોર્મ સાથે લિંક થવાથી તમામ સરકારી કામકાજ ઝડપી, પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત બનશે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSurat: BRTS બસમાં ડ્રાઇવરની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો
    Next Article Ahmedabad: ગુજરાતનાં વૈજ્ઞાનિકોએ માછલીમાંથી બનાવ્યું ઘા રૂઝવતું ‘Hydrogel’
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Yashasvi Jaiswalએ રચ્યો ઈતિહાસ, સચિન તેંડુલકરને પાછળ છોડ્યો

    November 27, 2026
    ખેલ જગત

    Team Indiaમાં વાપસીની ચિંતા છોડી, રમત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું: મોહમ્મદ શમી

    November 27, 2026
    ખેલ જગત

    ૧૧૦ રને ૪ વિકેટ ગુમાવ્યા બાદ New Zealandની શાનદાર વાપસી

    November 27, 2026
    ખેલ જગત

    Jaydev Unadkatએ ૧૧મા ક્રમે ૪૦ રન ફટકારી બનાવ્યો વિશ્વવિક્રમ

    November 27, 2026
    ગુજરાત

    છ વર્ષના child સાથે દુષ્કર્મ બદલ આરોપીને ૨૦ વર્ષની કેદ

    November 27, 2026
    ગુજરાત

    Housing Boardના ચેરમેનની ખોટી ઓળખ આપી વકીલને રૂ. ૨.૩૦ લાખનો ચૂનો

    November 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹109,108
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹99,943
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹129,225
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-11-2026 16:27
    Categories
    Latest News

    Jamnagar: ચવાણાના પેકેટમાંથી તળાયેલી ગરોળી મળી આવતાં ભારે ચકચાર

    November 27, 2026

    Naliya ૧૧.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

    November 27, 2026

    Yashasvi Jaiswalએ રચ્યો ઈતિહાસ, સચિન તેંડુલકરને પાછળ છોડ્યો

    November 27, 2026

    Team Indiaમાં વાપસીની ચિંતા છોડી, રમત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું: મોહમ્મદ શમી

    November 27, 2026

    ૧૧૦ રને ૪ વિકેટ ગુમાવ્યા બાદ New Zealandની શાનદાર વાપસી

    November 27, 2026

    Jammu and Kashmirમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પીરજાદા મોહમ્મદ સઇદનું અવસાન

    November 27, 2026
    Search
    Main News

    Naliya ૧૧.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

    November 27, 2026

    Yemenની રાજધાની સના સહિત અનેક સ્થળોએ બોમ્બમારો

    November 27, 2026

    શું છે Delimitation Bill? મહિલા અનામત સાથે શું છે તેનું કનેક્શન?

    November 27, 2026

    Vadodara એરફોર્સ સ્ટેશન ઉડાવવાનું કાવતરું ફેલઃ એકે-૪૭ સાથે જૈશનો આતંકી ઝડપાયો, હુમલો કરી પાકિસ્તાન ભાગવાનો પ્લાન હતો

    November 27, 2026

    ભારતે દુશ્મનોના ખતરાનો સામનો કરવા એલઓસી પર અભેદ્ય કિલ્લો G-400 તૈનાત કર્યો

    November 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar: ચવાણાના પેકેટમાંથી તળાયેલી ગરોળી મળી આવતાં ભારે ચકચાર

    November 27, 2026

    Naliya ૧૧.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

    November 27, 2026

    Yashasvi Jaiswalએ રચ્યો ઈતિહાસ, સચિન તેંડુલકરને પાછળ છોડ્યો

    November 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.