Jamnagar તા ૧૪,
જામનગર શહેર તેમજ કાલાવડ નજીક ભાવાભી ખીજડીયા ગામમાં પોલીસે જુગાર અંગે બે દરોડા પાડ્યા હતા, અને કુલ ૮ આરોપીઓની અટકાયત કરી લઈ, રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. જામનગર શહેરમાં રંગૂન વાલા હોસ્પિટલ પાસે ગઈકાલે સીટી એ. ડિવિઝન પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને જાહેરમાં ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા યુનુસ યાકુભાઇ વહેવારીયા, કાદર જુમાભાઈ ઘરાણા સહિત તમામ આરોપીઓ ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા દસ હજાર બસોની રોકડ રકમ તથા ઘોડીપાષા નું સાહિત્ય કબજે કર્યું છે.
જુગાર અંગેબનો બીજો દરોડો કાલાવડ તાલુકાના ભાવભી ખીજડીયા ગામમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા ઈમ્તિયાઝ શેરમામદ બ્લોચ, રાજેશ શામજીભાઈ રંગપરા, ભીમજીભાઇ વલ્લભભાઈ કોડીયા, જીતેન્દ્ર મૂળજીભાઈ પટેલ, ધર્મેશ ભીમજીભાઈ રાખોલીયા અને પંકજ મનસુખભાઈ કાછડીયા વગેરે પાસેથી રૂપિયા ૨૧,૨૦૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.