વર્લ્ડવાઇડ કલેક્શન કુલ ૧૧૪.૮૦ કરોડ થયું
Mumbai તા.૨૧
૨૦૧૬માં ‘સૈરાટ’એ ૧૦૦ કરોડનો આંક પાર કરનારી પ્રથમ મરાઠી ફિલ્મ બની ઇતિહાસ રચ્યો હતો. લગભગ દાયકાભર સુધી કોઈ પણ મરાઠી ફિલ્મ આ રેકોર્ડ તોડી શકી નહોતી. હવે રિતેશ દેશમુખની ઐતિહાસિક ડ્રામા ફિલ્મ “Raja Shivaji” એ આ સિદ્ધિ મેળવી છે અને અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર મરાઠી ફિલ્મ તરીકે ઉભરી આવી છે. ફિલ્મે રિલીઝ પછીથી બોક્સ ઓફિસ પર મજબુત અને સતત પ્રદર્શન કર્યું છે. “Raja Shivaji” એ શાનદાર ઓપનિંગ મેળવી અને પ્રથમ વીકએન્ડમાં જ ૩૦ કરોડથી વધુ કમાણી કરી હતી. ત્યારબાદ પણ ફિલ્મની સફળ દોડ ચાલુ રહી અને પ્રથમ અઠવાડિયાના અંતે ૫૭.૭૦ કરોડ તથા બીજા અઠવાડિયાના અંતે ૮૪ કરોડ નેટ સુધી પહોંચી ગઈ હતી. ત્રીજા અઠવાડિયામાં પણ ફિલ્મે થિએટર્સમાં મજબૂત પકડ જાળવી રાખી છે. તાજેતરના બોક્સ ઓફિસના આંકડા મુજબ, “Raja Shivaji” એ ત્રીજા શુક્રવારે ૧.૭૦ કરોડ, ત્રીજા શનિવારે ૨.૯૦ કરોડ અને ત્રીજા રવિવારે ૩.૮૦ કરોડની કમાણી કરી. આ સાથે ફિલ્મનું ઇન્ડિયામાં કુલ કલેક્શન ૧૦૯.૯૦ કરોડ સુધી પહોંચી ગયું છે, જ્યારે ઇન્ડિયામાં કલેક્શન ૯૩ કરોડ છે. ફિલ્મે વિદેશમાં પણ ૪.૯૦ કરોડની કમાણી કરી છે, જેના કારણે તેનું વર્લ્ડવાઇડ કલેક્શન કુલ ૧૧૪.૮૦ કરોડ થયું છે.આ સિદ્ધિ સાથે “Raja Shivaji” એ સત્તાવાર રીતે ‘સૈરાટ’ના ૧૧૦ કરોડની કમાણના લાઇફટાઇમ વર્લ્ડવાઇડ કલેક્શનને પાછળ છોડી દીધું છે. આ માઇલસ્ટોન શેર કરતાં જિયો સ્ટુડિયોએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “હિંદવી સ્વરાજ્યની ગૌરવગાથાએ દરેક હૃદયમાં ગર્વ જગાવ્યું છે!”
Trending
- Tankara માં તસ્કરો દુકાનનું શટર તોડી 53 હજારથી વધુની Tobacco ચોરી ગયા
- Morbi માં અપમૃત્યુના ત્રણ બનાવમાં એક મહિલા સહીત ત્રણ મોત
- Morbi માં ઇન્સ્ટન્ટ લોનના નામે વેપારી સહીત બે વ્યક્તિ સાથે 88,500 ની લોન Fraud
- Morbi ની યુવતીનો Snapchatથી સંપર્ક કરી ન્યુડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી અપહરણ બાદ દુષ્કર્મ
- સાવરકુંડલા ગામે રાજુલાના બાબરીયાધારના યુવકની કુહાડી-પાઈપના ઘા ઝીંકી Murder
- જામનગરમાં વધુ એક કુખ્યાત ગેંગ સામે પોલીસ દ્વારા ’Gujsitok’ અંગેનો ગુનો
- Porbandar માં સગાઈ તોડવાનો ખાર રાખી ભાવી નણંદનું ઢીમ ઢાળી દીધું
- પડધરીમાં ઘરમાં ગોડાઉન માંથી રૂ.4.62 લાખનો Alcohol ઝડપાયો

