Mumbai, તા.૧૨
સાઉથના સુપરસ્ટાર Rajinikanthની આગામી એક્શન એન્ટરટેઇનર ફિલ્મ ‘ધર્મન’ની રિલીઝને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે. અશ્વથ મરીમુથુના દિગ્દર્શનમાં બની રહેલી આ ફિલ્મ અગાઉ પોંગલ ૨૦૨૭ના તહેવાર દરમિયાન રિલીઝ થવાની અપેક્ષા હતી. જોકે, અહેવાલો અનુસાર, કમલ હસનની ફિલ્મ ‘ઇન્ડિયન ૩’ને આ સમયગાળામાં રિલીઝ કરવા માટે ‘ધર્મન’ની રિલીઝ પાછળ ઠેલવામાં આવી શકે છે.આ અંગેના અહેવાલો પ્રમાણે, ‘ઇન્ડિયન ૩’ની ટીમ પોંગલ ૨૦૨૭માં ફિલ્મ રિલીઝ કરવાની તૈયારી કરી રહી છે.
‘ઇન્ડિયન ૨’ સાથે જ શૂટ થયેલા ભાગોનું પોસ્ટ-પ્રોડક્શન પૂર્ણ થઈ ગયું હોવાનું કહેવાય છે, જ્યારે નવા દૃશ્યોનાં શૂટિંગ માટે હજુ લગભગ ૧૫ દિવસની જરૂર છે. કમલ હસન સાથે ચર્ચા બાદ બાકીનું શૂટિંગ પૂર્ણ કરીને ફિલ્મને તહેવાર દરમિયાન રિલીઝ કરવાની યોજના હોવાના અહેવાલ છે. જો ‘ઇન્ડિયન ૩’ પોંગલ પર રિલીઝ થાય, તો ‘ધર્મન’ની રિલીઝ ૩૦ એપ્રિલ, ૨૦૨૭ સુધી પાછળ ઠેલાઈ શકે છે. મહેશ બાબુ અને એસ. એસ. રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’ ૭ એપ્રિલે રિલીઝ થવાની હોવાથી રજનીકાંતની ફિલ્મ એપ્રિલના અંતમાં આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જોકે, બંને ફિલ્મોની રિલીઝ તારીખ અંગે નિર્માતાઓ તરફથી સત્તાવાર જાહેરાત થઈ નથી.

