રાજકોટ-વિરમગામ સેક્શનમાં અત્યાધુનિક ખઙકજ આધારિત ટ્રેન કંટ્રોલ કમ્યુનિકેશન સિસ્ટમ સફળતાપૂર્વક શરૂ
Rajkot તા.૨૭
રાજકોટ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને રેલ સંચાર પ્રણાલીના આધુનિકીકરણની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતા ૨૬ મે, ૨૦૨૬ ના રોજ રાજકોટ-વિરમગામ સેક્શનમાં વર્તમાન ઈઈઊઘ આધારિત ટ્રેન ટ્રાફિક કમ્યુનિકેશન સિસ્ટમ (ઝઈઈજ) ને સફળતાપૂર્વક અત્યાધુનિક ખઙકજ-ટજ્ઞઈંઙ આધારિત ટ્રેન કંટ્રોલ કમ્યુનિકેશન સિસ્ટમમાં માઇગ્રેટ કરી દીધી છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટેકનિકલ અપગ્રેડેશનની સાથે રાજકોટ-વિરમગામ સેક્શનમાં કજછ/કઊછ આધારિત ઈંઙ-ખઙકજ બેકબોન નેટવર્ક સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યું છે. આ આધુનિક પ્રણાલી રેલ પરિવહનને વધુ સુરક્ષિત, ઝડપી, વિશ્વસનીય અને અસરકારક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ આશરે ૩૧૪.૫ કિલોમીટર રેલખંડ અને ૩૫ રેલવે સ્ટેશનોને જોડવામાં આવ્યા છે, જેમાં રાજકોટ-વિરમગામ મુખ્ય રેલખંડ (૧૮૨ કિમી), વાંકાનેર-નવલખી રેલખંડ (૯૮ કિમી) તથા સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રેલખંડ (૩૪.૫ કિમી) શામેલ છે.
આ અત્યાધુનિક પ્રણાલીની મુખ્ય વિશેષતાઓઃ ૧) એચડી ક્વોલિટી કોન્ફરન્સ વોઇસ કમ્યુનિકેશન કંટ્રોલ ઓફિસ અને સ્ટેશન માસ્ટર્સ (જખત) વચ્ચે હવે સ્પીકરફોન તેમજ અત્યાધુનિક ગુઝનેક માઇક્રોફોન (ૠજ્ઞજ્ઞતયક્ષયભસ ખઈંઈ) સુવિધા સાથે હાઇ-ડેફિનેશન (ઇંઉ) ક્વોલિટીમાં અવિરત વોઇસ કોન્ફરન્સિંગ શક્ય બનશે.
૨) કોલર આઇડેન્ટિટી (ઈફહહયિ ઈંઉ) સુવિધા સુરક્ષા અને સચોટતાને વધારતા હવે અઝગક (આસિસ્ટન્ટ ટ્રેન કંટ્રોલર) તથા સ્ટેશન માસ્ટર્સ (જખ) માટે કોલર આઇડીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
૩) ટચ સ્ક્રીન કંટ્રોલ કન્સોલ આ પ્રણાલી ઓપરેટ કરવામાં અત્યંત સરળ છે. અઝગક માટે ટચ સ્ક્રીન તેમજ પુશ-બટન આધારિત આધુનિક કંટ્રોલ કન્સોલ યુનિટ લગાવવામાં આવ્યું છે, જેનાથી કાર્ય વધુ સરળ અને ઝડપી બનશે.
૪) સ્ટેશન માસ્ટર્સ વચ્ચે સીધો સંપર્ક ટ્રેન કંટ્રોલરને કોઈપણ ખલેલ પહોંચાડ્યા વિના વિવિધ સ્ટેશનો પર ફરજ બજાવતા સ્ટેશન માસ્ટર્સ (જખત) વચ્ચે પરસ્પર સંપર્ક માટે વધારાની સંચાર સુવિધા પૂરી પાડવામાં આવી છે.
રાજકોટ ડિવિઝનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખઙકજ નેટવર્કને સેક્શનમાં સફળતાપૂર્વક સ્થિર કરીને સેવામાં કાર્યરત કરી દેવામાં આવ્યું છે. આગામી એક મહિના સુધી તેનું સઘન મોનિટરિંગ કરવામાં આવશે, ત્યારબાદ અન્ય સંચાર સેવાઓને પણ તબક્કાવાર રીતે આ આધુનિક નેટવર્ક પર માઇગ્રેટ કરવામાં આવશે.
રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર (ઉછખ) શ્રી ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે રાજકોટ ડિવિઝન દ્વારા સ્થાપિત આ અત્યાધુનિક ખઙકજ આધારિત સંચાર પ્રણાલી રેલવેના ડિજિટલ અને આધુનિક પરિવહનની દિશામાં એક માઇલસ્ટોન (મીલનો પથ્થર) છે. આ પ્રણાલીથી ટ્રેન કંટ્રોલ સંચાર વધુ ઝડપી, સુરક્ષિત, અવિરત અને વિશ્વસનીય બનશે, જેનાથી પરિવહન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રાજકોટ ડિવિઝન ભવિષ્યમાં પણ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી સુરક્ષિત, સ્માર્ટ અને શ્રેષ્ઠ રેલ સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે નિરંતર પ્રયત્નશીલ રહેશે.

