જન્મદિવસના એક દિવસ પૂર્વે પતિ સાથે બોલા ચાલી બાદ પિયરે આવી ભર્યું પગલું, પરિવારમાં હૈયાફાટ રુદન
Rajkot તા.૨૫ઃ
શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર વર્ધમાનનગરમાં પિતાના ઘરે રહેતી પરણીતાએ ઘર કંકાસથી કંટાળીને વર્ધમાન ગ્રીન એપાર્ટમેન્ટના ૯ માં માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતા સ્થળ પર હાજર લોકોએ પરણીતાને તાત્કાલિક એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી સારવાર મળે તે પહેલા જ તબીબે પરણીતાને મૃત જાહેર કરતા ઘટના સ્થળે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ અને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો
આ અંગે મળતી માહિતી મુજબ શહેરના રેલનગરમાં પલ હોસ્પિટલ પાછળ મધુવન એકમાં રહેતી માનસીબેન મિલનભાઈ આંબલીયા ઉંમર વર્ષ ૨૩ વર્ષીય પરણીતા પતિ સાથેના ઘર કંકાસ ચાલતી હોવાથી શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર વર્ધમાનનગરમાં પિયરમાં હતી ગઈ કાલે ગૃહક્લેશ થી કંટાળીને પિતાના ઘરે વર્ધમાન એપાર્ટમેન્ટના નવમા માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતા આસપાસમાં રહેતા સ્થાનિક લોકો એકઠા થયા હતા અને પરણીતાને તાત્કાલિક સારવાર અર્થે એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના ડોક્ટરે પરણીતાને મૃત જાહેર કરી હતી ઘટનાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતકને પતિ સાથે અવાર નવાર ગૃહ કંકાસ ચાલતો હોય અને ઘટનાના દિવસે દંપતિ વચ્ચે વિવાદ થયો હતો જેનાથી નારાજ થઈ ને પરણીતા રેલનગરમાં પિયરના ઘરે ચાલી ગઈ હતી સાસરીમાંથી પિયરમાં આવ્યા બાદ પરણીતા માનસિક તણાવમાં હતી તેમજ મૃતકનો જન્મ દિવસ એક દિવસ પૂર્વે આપઘાત કરી લેતા પરિવારમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા હતા ગૃહક્લેશના કારણે આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ આ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.એમ ચાવડા વધુ તપાસ હાથ ધરી છે

