વ્યાજંકવાદના ભોગ બનેલાઓની વ્હારે આવતી ખાખી…
Rajkot જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા સામે કોઈ બાંધ છોડ નહીં
Harpalsinh Jadeja
Rajkot તા,27
ખાનગી વ્યાજ ના દુષણ ને કડક હાથે ડામી દેવા પોલીસે હાથ ધરેલી કાર્યવાહીથી ખાનગી વ્યાજ વટાવ નો ધંધો કરનારા તત્વોમાં ફાફડાટ ફેલાયો છે, વ્યાજખોર જેલમાંથી છૂટ્યા બાદ સુલતાનપુર પોલીસે તેની પાસે વ્યાજ વટાવ નો ભોગ બનનાર 22 પરિવારો ના કોરા ચેક વાહનોની આરસી બુક, છકડા રીક્ષા અને દાગીના સાથે મકાનના દસ્તાવેજો મૂળ માલિકોને પરત કરાવી પોલીસની એક ઉમદા કામગીરીનો દાખલો બેસાડ્યો છે Rajkot જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા સામે કોઈ બાંધ છોડ નહીં કરવામાં આવે તેમ જણાવ્યું હતું.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ Rajkot રેન્જ માં વ્યાજ ને નાબૂદ કરવા નાયબ પોલીસ મહાન નિર્દેશક નિર્લિપ્તરાય ના આદેશના પગલે Rajkot ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા ગેરકાયદે વ્યાજ વટાવની પ્રવૃત્તિ કામગીરી કરવા સૂચના આપતા ગોંડલ એ,એસ,પી નવીન ચક્રવર્તી ના માર્ગદર્શન હેઠળ વ્યાજખોરો સામે અસરકારક કામગીરી કરવામાં આવી છે.
સુલતાનપુર પોલીસ મથકે નોંધાયેલા ગુના નાઆરોપી હનીફ ઉર્ફે કાળુભાઈ ઈસ્માઈલ ભાઈ સલાટ મેમણ ૫૬ ડ્રાઇવર વાસાવડ વાળા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હનીફ મેમણ સામે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ગુજરાત નાણા,ધીરધાર અધિનિયમ અંગે નોંધાયેલા ગુનામાં તેની વિરુદ્ધ કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે કર્યો હતો, હનીફ સામે દાખલ થયેલા ગુના બાદ ભોગ બનનાર લોકો એ પોલીસ સ્ટેશનને આવી રજૂઆત કરી હતી કે તેઓના બેન્કના ચેક, વાહનોની આરસીબુક અને સોના ચાંદીના દાગીનાઓ હનીફે પોતાના કબજામાં રાખ્યા છે, પોલીસે આ તમામ વિગતો મેળવી હનીફ જામીન પર છૂટી ગયા બાદ તેનો સંપર્ક કરીને પોલીસે તેની પાસેથી બેંકના ચેક અને વાહનોની આરસી બુક ,સોના ચાંદીના દાગીના મૂળ માલિકોને પરત કરાવ્યા હતા. હનીફ મેમણ પાસેથી બે પરિવારના ૧૪,૬૯૦૦૦ અને ૧૫૦૦૦૦ ના દાગીના, વાહનોની ૨૦આરસી બુક, બેંકના પ,૨૦૦૦૦ ની રકમ ભરેલા ૨૦ કોરા ચેક, ૪ છકડા રીક્ષા૧,૨૫૦૦૦ રોકડા,૬ લાખનો મકાનનો દસ્તાવેજ મળી લાખો ની મતા મૂળ માલિકોને પરત કરાવી હતી. આ કામગીરીથી વ્યાજ ખોરિનો ભોગ બનનારા પરિવારોમાં આનંદ છવાયો હતો.

