Rajkot તા.૨૭ઃ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજકાર્ય ભવન દ્વારા વિદ્યાર્થીઓની પ્રાયોગિક તાલીમ અને રોજગારીની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવાના હેતુથી એક સીમાચિહ્નરૂપ પહેલ કરવામાં આવી છે. ૨૨ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ યુનિવર્સિટીના કુલપતિ અને રજિસ્ટ્રારની ગરિમામય ઉપસ્થિતિમાં સમાજકાર્ય ભવન દ્વારા ચાર પ્રતિષ્ઠિત સંસ્થાઓ કે.એસ.પી.સી. (ઊંજઙઈ), સેવા ભારતી, સિનર્જી હોસ્પિટલ અને ગોકુલ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે સામૂહિક સંમતિ પત્ર (ખજ્ઞઞ) પર સત્તાવાર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
(MOU) અંતર્ગત આગામી સમયમાં બંને પક્ષો વચ્ચે શૈક્ષણિક સેમિનારો, વ્યવસાયિક વર્કશોપ અને ફિલ્ડ વર્ક ટ્રેનિંગ (તાલીમ)નું વ્યાપક સ્તરે આયોજન કરવામાં આવશે, જે વિદ્યાર્થીઓની વ્યાવસાયિક સક્ષમતા વધારવામાં સીમાચિહ્ન સાબિત થશે.
વ્યવહારુ જ્ઞાન અને સક્ષમતા સમાજકાર્યના વિદ્યાર્થીઓને માત્ર ડિગ્રી પૂરતા મર્યાદિત ન રાખતાં, શિક્ષણ સાથે વાસ્તવિક અને વ્યવહારુ જ્ઞાન પૂરું પાડીને તેમને શૈક્ષણિક તેમજ વ્યાવસાયિક દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે સક્ષમ બનાવવા. પ્રાયોગિક તાલીમ અને કૌશલ્ય વર્ધન વિદ્યાર્થીઓને પાયાના સ્તરે લાઈવ પ્રોજેક્ટ્સ દ્વારા કૌશલ્ય વિકાસની પ્રત્યક્ષ તાલીમ આપવી.
રોજગારી અને પ્લેસમેન્ટની તકો ભવનના ભણતા વિદ્યાર્થીઓને કોર્પોરેટ, મેડિકલ અને સામાજિક ક્ષેત્રે ડાયરેક્ટ પ્લેસમેન્ટની ઉત્તમ તકો પૂરી પાડવી. શૈક્ષણિક આદાન-પ્રદાન સંસ્થાઓ અને યુનિવર્સિટી વચ્ચે નોલેજ શેરિંગ (જ્ઞાનનું આદાન-પ્રદાન) અને સંશોધન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું.
શિક્ષણ અને ઉદ્યોગ/સેવા ક્ષેત્ર વચ્ચે સેતુ નિર્માણ પરંપરાગત શૈક્ષણિક જ્ઞાન અને પ્રેક્ટિકલ ફિલ્ડની જરૂરિયાતો વચ્ચે રહેલું અંતર પૂરું કરવું.યુવા સશક્તિકરણ વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બને અને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવી શકે તે માટે સક્ષમ બનાવવા.
નસ્ત્રઆ જોડાણ વિદ્યાર્થીઓને માત્ર ડિગ્રી જ નહીં, પરંતુ ઉદ્યોગો અને સામાજિક ક્ષેત્રનો વાસ્તવિક પ્રાયોગિક અનુભવ પૂરો પાડશેસ્ત્રસ્ત્ર – ડૉ. ઉત્પલભાઈ જોશી (કુલપતિશ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) કુલપતિશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે શિક્ષણ સંસ્થાઓ જ્યારે ઉદ્યોગો અને સેવાભાવી સંસ્થાઓ સાથે સીધી જોડાણ કરે છે, ત્યારે ખરા અર્થમાં વિદ્યાર્થીઓનું કૌશલ્ય વર્ધન થાય છે અને તેઓ વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે સક્ષમ બને છે.
નસ્ત્રઆ જોડાણ યુવા સશક્તિકરણ માટેનું એક ઉત્તમ કદમ છેસ્ત્રસ્ત્ર – શ્રી હસુભાઈ દવે (પ્રમુખશ્રી, કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડક્ટિવિટી કાઉન્સિલ – ઊંજઙઈ) શ્રી હસુભાઈ દવેએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજનો યુવાન જો સક્ષમ અને પ્રાયોગિક જ્ઞાનથી સજ્જ હશે તો દેશ આપોઆપ મજબૂત બનશે. ઊંજઙઈ હંમેશા વિદ્યાર્થીઓના વ્યાવસાયિક ઘડતરમાં સહભાગી બનવા તત્પર રહેશે.
રજિસ્ટ્રારશ્રીનું ઉદ્બોધનઃ
યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. અજયસિંહ જાડેજાએ પણ આ ભાગીદારીને આવકારીને ભવનની ટીમને ભવિષ્યના ઉજ્જવળ આયોજનો માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે યુનિવર્સિટીના ઈંચઅઈ માંથી ડૉ. સંજયભાઈ મુખર્જી, ખઇઅ ભવનના હેડ ડૉ. હિતેશ શુક્લા, ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. મહેશ જીવાણી તેમજ આરોગ્ય વિભાગમાંથી ડૉ. જયંતીભાઈ જીવાણી વિશેષ ઉપસ્થિત રહી ભવનના આ સાહસિક પ્રયાસને બિરદાવ્યા હતા. કરારબદ્ધ થયેલી વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તરીકે કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડક્ટિવિટી કાઉન્સિલ (ઊંજઙઈ) માંથી પ્રમુખ શ્રી હસુભાઈ દવે, સેક્રેટરી શ્રી ડી. જી. પંચમીયા તથા કચેરી અધીક્ષક શ્રી ભરત રાબા ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે આરોગ્ય ક્ષેત્રે ભાગીદારી કરવા સિનર્જી સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ અને સ્ટાર સિનર્જી હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર (ઈઘઘ) ડૉ. સુરસિંહ બારડ તેમજ સિનિયર મેનેજર કોર્પોરેટ શ્રી શક્તિસિંહ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ઔદ્યોગિક ક્ષેત્રે ભાગીદારી માટે ગોકુલ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી હેડ – હ્યુમન રિસોર્સિસ, લીગલ એન્ડ એડમિન શ્રી પ્રદીપભાઈ ધાધલ તેમજ આસિસ્ટન્ટ જનરલ મેનેજર ઇંછ શ્રી રાજનભાઈ કાલરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સેવા ભારતીમાંથી શ્રી નરેન્દ્રભાઈ દવે, કિશોરભાઈ મુગલપરા, નિમેશભાઈ અને રાજેન્દ્રભાઈ ગઢવી હાજર રહ્યા હતા.
કાર્યક્રમના મુખ્ય સૂત્રધાર એવા સમાજકાર્ય ભવનના અધ્યક્ષ ડૉ. રાજુભાઈ દવેએ તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરી કરારની રૂપરેખા આપી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા ફિલ્ડ વર્ક ઓફિસર હિરલબેન રાવલ, અધ્યાપક ચાંદનીબેન, ડૉ. પરેશ સરસિયા તથા ભવનના વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

