વિસાવદરના સરસઇ ગામની પરિણીતાના મોતથી પરિવારમાં શોક
Rajkot તા.૨૩ઃ
શાપરમાં ટીલાળા ગેટમાં રહેતી ૪૨ વર્ષથી મહિલાને ગઈકાલે પોતાના ઘરે હતી ત્યારે બેભાન થઈ જતા તાત્કાલિક તેમને હોસ્પિટલે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર મળે તે પહેલા તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી ઘટનાની જાણ હતા શાપર વેરાવળ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.આ અંગે મળતી માહિતી મુજબ શાપર વેરાવળમાં ટીલાળા ગેટમાં રહેતા અને શ્રમિક કામ કરતા ઉષાબેન કિશોરભાઈ રાઠોડ ઉંમર વર્ષ ૪૨ વર્ષીય મહિલા ગઇકાલે પોતાના ઘરે હતી ત્યારે કોઈ કારણોસર બેભાન થઈ જતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર મળે તે પહેલા મહિલાએ દમ તોડ્યો હતો ઘટનાની જાણ હતા શાપર વેરાવળ પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોરી ગયો હતો અને મૃતદેહને પીએમ આવશે ખસેડવામાં આવ્યો હતો આ અંગે ડોક્ટર અને મૃતકના પતિને ઝેરી દવા પીધેલની શંકા હોવાની માહિતી મળી રહી છે મૃતક પોતે મૂળ વિસાવદર ના સરસઇ ગામના વતની હોય તેમજ અહીં શ્રમિક કામ કરતા હોય મહિલાના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી

