૭૫ રાષ્ટ્રવીરો અને ૨૧ પરમવીર ચક્ર વિજેતાઓની અમર ગાથા રજૂ કરતો સંગીતસભર ત્રિવેણી સંગમ કાર્યક્રમ ‘‘કહાં ગયે વો લોગ‘‘ યોજાશે
રાજકોટ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ (કમિશ્નર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી, ગાંધીનગર) અને બિગ ટ્રી વિઝન મેનેજમેન્ટ કંપનીના સંયુક્ત ઉપક્રમે રાજકોટ ખાતે સ્વતંત્ર સંગ્રામના ૭૫ રાષ્ટ્રવીરો તેમજ ૨૧ પરમવીર ચક્ર વિજેતાઓના સન્માનમાં આગામી તા. ૦૪/૧૦/૨૦૨૬, રવિવાર ના રાત્રે ૯૩૦ કલાકે શહેરના બિગ ટ્રી વિઝન મેનેજમેન્ટ કંપની દ્વારા દ્વારા શ્રી હેમુ ગઢવી હોલ, ટાગોર રોડ ખાતે ‘‘કહાં ગયે વો લોગ‘‘ સન્માન અને સંસ્મરણ કાર્યક્રમનું ભવ્ય સંગીતસભર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનના ૨૫ વર્ષના ‘‘સેવા સંકલ્પ‘‘ પૂર્ણ થવાના અવસરે યોજાઈ રહ્યો છે.
આ કાર્યક્રમમાં દેશના ૭૫ રાષ્ટ્રવિરો તેમજ ૨૧ પરમવીર ચક્ર એવોર્ડ વિજેતા વીરોના સંસ્મરણોને વંદન કરવામાં આવશે. રાજકોટના સાંસ્કૃતિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થાય તેવા આ કાર્યક્રમમાં સ્ટેજ પર વિરાટ સ્ક્રીન થકી દેશના વીર સપૂતોની શોર્યગાથા ને જીવંત કરવામાં આવશે જેમાં રાષ્ટ્રવીરો અને પરમવીર ચક્ર વિજેતાઓના જીવન ચરિત્ર વિશેની માહિતી તથા દેશભક્તિના ગીતો પડદા પર દર્શાવાશે. સાથે સુપ્રસિદ્ધ દેશભક્તિ ફિલ્મોના દ્રશ્યો/વિડીયો સાથે કલાકારો દ્વારા ગીતોનું પરફોર્મન્સ પણ પ્રસ્તુત કરવામાં આવશે.
આ પ્રસંગે રાજકીય, સમાજસેવા અને વહીવટી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે . આ સમારોહમાં દીપ પ્રાગટ્ય કર્ણાટક ના પૂર્વ ગવર્નરશ્રી વજુભાઈ વાળા સાહેબ કરશે; જ્યારે ગરિમામય અને પ્રેરક ઉપસ્થિતિ તરીકે સાંસદશ્રી પરસોતમભાઈ રૂપાલા, મેયરશ્રી ડૉ. નેહલભાઈ શુક્લ, પૂર્વ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્યશ્રી દર્શિતાબેન શાહ, ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગડ, ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, ભાજપ શહેર પ્રમુખ શ્રી માધવભાઈ દવે, શ્રી દિવ્યેનભાઈ રાયઠઠ્ઠા ( પ્રાગટ્ય ગ્રુપ ઓફ કંપની ) અમદાવાદ, સુરત થી ખાસ જીગ્નેશભાઈ ભજીયાવાલા તેમજ અમદાવાદ થી શ્રી ઉમેશભાઈ માખીજા, ( સ્વં શ્રી મોહમ્મદ રફી સાહેબના ભક્ત ) ખાસ હાજર રહેશે અને શ્રીમતી નિશા ચાવડા ઉપસ્થિત રહેશે. આ સાથે આમંત્રિત મહેમાનોમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ પીપળીયા, ડૉ. ઓમપ્રકાશ , શ્રી બ્રિજેશકુમાર ઝા, શ્રી બાંગરવા સાહેબ, શ્રી હેતલબેન પટેલ, શ્રી પવનકુમાર , સરગમ કલબ ના શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા, શ્રી હિતેશભાઈ વી. દિહોરા, શ્રી રાજેન્દ્ર પંડ્યા, હાજરી આપશે.
આ ભવ્ય આયોજન પ્રોડ્યુસર વિજયભાઈ કારીયા, ઈવેન્ટ મેનેજર અભિષેક કારીઆ, ઓરકેસ્ટ્રા સંચાલક શ્રી તુષાર ગોસાઈ, સાઉન્ડ ડિઝાઈનર શ્રી મનીષ પટેલ, લાઈટીંગ વિવેક પંડ્યા, વિડીયોગ્રાફર શ્રી રાજુભાઈ આચાર્ય, પ્રચાર-પ્રસાર રાજન ઠક્કર અને સંગીતકાર શ્રી મનોજવિમલ રાચ્છ ના સહયોગથી સાકાર થઈ રહ્યું છે. મંચ પર ગાયક કલાકારો ચિરાગ દેસાઈ, શ્રીમતી પરાગી પારેખ, શ્રી પંકજભાઈ કક્કડ, શ્રી ઘનશ્યામભાઈ રાવલ, ડૉ. રાજેશ તેલી, ડૉ. ઋત્વી તેલી, ડૉ. બ્રિજ તેલી, શ્રી અમર ગઢવી તથા પરફોર્મન્સમાં શ્રી રાકેશભાઈ કાકડિયા અને તેમની ટીમ તેમજ જુષભભાઈ પરમાર કલા પીરસશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. રાજેશ તેલી અને શ્રી અભિષેક શર્મા સંભાળશે; આયોજન કમિટીમાં શ્રી તેજસભાઈ ભટ્ટી, ડૉ. હેમાંગભાઈ વસાવડા, શ્રી રાજેશભાઈ ગોંડલિયા, શ્રી પ્રિતેશભાઈ પુજારા, ડૉ. વિજયભાઈ દેષાણી, શ્રી અજયકુમાર નથવાણી અને શ્રી મુકેશભાઈ તન્ના સેવા આપી રહ્યા છે, તેમજ નિમંત્રક તરીકે વિજય કારીઆ, અભિષેક કારીઆ અને પ્રદેશ ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવ સૌનું સ્વાગત કરશે.
આ સમગ્ર કાર્યક્રમ માત્ર એક સંગીતમય રજૂઆત નહીં પરંતુ માતૃભૂમિ માટે સર્વસ્વ અર્પણ કરનાર રાષ્ટ્રવીરો અને પરમવીર ચક્ર વિજેતાઓની શૌર્યગાથાને નવી પેઢી સુધી પહોંચાડતું ભાવસભર રાષ્ટ્રીય સંસ્મરણ બની રહેશે. સંગીતના સૂર, દેશભક્તિની લાગણી, કલાની અભિવ્યક્તિ, ભારતીય સંસ્કાર અને આધ્યાત્મિક ચેતનાના અનોખા સંગમ સાથે કહાં ગયે વો લોગ કાર્યક્રમ રાજકોટની ધરતી પર રાષ્ટ્રભક્તિનો અવિસ્મરણીય માહોલ સર્જશે. દેશ માટે જીવ્યા અને દેશ માટે બલિદાન આપનારા અમર શહીદોને હૃદયપૂર્વક નમન કરવાની આ પાવન પળે રાજકોટવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ઐતિહાસિક સંસ્મરણના સાક્ષી બને તેવી અપીલ વિજયભાઈ કારીયા, અભિષેક કારીયા અને રાજુભાઈ ધ્રુવ દ્વારા કરવામાં આવી છે. તમામ પ્રતિભાશાળી કલાકારો, સર્જકો, સહયોગીઓ અને આયોજનકર્તાઓના સંયુક્ત પ્રયાસોથી આ કાર્યક્રમ સંગીત, કલા, સંસ્કાર અને આધ્યાત્મિકતાનો અવિસ્મરણીય ઉત્સવ બની રહેશે. તેમ વિજયભાઈ કારીઆ, અભિષેક કારીઆ (બિગ ટ્રી વિઝન મેનેજમેન્ટ કંપની), રાજુભાઈ ધ્રુવ એ અંત માં જણાવેલ છે.
તેમજ આ કાર્યક્રમના નિમંત્રણ કાર્ડ મેળવવા માટે બિગ ટ્રી વિઝન મેનેજમેન્ટ કંપની ના અભિષેક કારિયા ૯૦૩૩૨૦૨૩૧૬ , ડો. રાજેશ તેલી ની હોસ્પિટલ , દીપકભાઈ પરીખ ૯૪૨૮૦ ૫૦૮૮૦, મુકેશભાઈ તન્ના મોબાઈલ ૯૮૨૫૪ ૩૪૬૩૦ નો સંપર્ક કરવા યાદી માં જણાવાયું છે.

