(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૯
રાજુલા પોલિસ ઇન્સ વી.એમ.કોલાદરાની રાહબારી હેઠળ રાજુલા પોલિસની સર્વેલન્સ ટીમ દ્વારા રાજુલા પોલિસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહીતાની કલમ ૧૩૭ (૨), ૮૭ તથા પોકસો એકટ ની કલમ ૧૮ મુજબનો ગુન્હો આચરી રાજુલાના દુર્લભ નગરમાં રહેતા આરોપી સુનીલ રમેશભાઇ સોલંકી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા સારૂ ભાગી ગયેલ હોય, અને સદરહુ બનાવની ગંભીરતા ધ્યાને લઇ રાજુલા પોલિસની સર્વેલન્સ ટીમ દ્વારા ટેકનીકલ તથા હયુમન સોર્સ આધારે આરોપી તથા ભોગબનનારને શોધી કાઢી આગળની ધોરણસર કાર્યવાહીહાથ ધરવામાં આવેલ છે.

