ફલ્મમાં Ranbir Kapoor ભગવાન રામની ભૂમિકામાં છે. જ્યારે સાઈ પલ્લવી સીતા તરીકે અને યશ રાવણ તરીકે જોવા મળશે
મુંબઈ, તા.૨૩
“દર્શકોએ આ પહેલાં ક્યારેય સિનેમાનો આવો જાદુ જોયો નથી!” રણબીર કપૂરની સાસુ અને આલિયા ભટ્ટની મમ્મી સોની રાઝદાને રામાયણ માટે આવી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. બોલીવુડની દિગ્ગજ અને અનુભવી અભિનેત્રી સોની રાઝદાનએ નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત ખૂબ જ અપેક્ષિત અને ભવ્ય ફિલ્મ “રામાયણ” માટે કહ્યું છે કે તેમના જમાઈ અને સુપરસ્ટાર રણબીર કપૂર, દક્ષિણ ભારતીય અભિનેત્રી સાઈ પલ્લવી અને “KGF” ફેમ યશ અભિનીત આ ફિલ્મ ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક અનોખો અનુભવ હશે, જે દર્શકોએ મોટા પડદા પર ક્યારેય જોયો નથી.નમિત મલ્હોત્રાના DNEG અને પ્રાઇમ ફોકસ સ્ટુડિયો દ્વારા નિર્મિત,
આ ફિલ્મ વૈશ્વિક સ્તરે બનાવવામાં આવી રહી છે. ઓસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા હંસ ઝિમર અને ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર જેમ્સ ન્યૂટન હોવર્ડને સંગીત કમ્પોઝ કરવા માટે બોર્ડ પર લાવવામાં આવ્યા છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં છે. જ્યારે સાઈ પલ્લવી સીતા તરીકે અને યશ રાવણ તરીકે જોવા મળશે. આલિયા સોની રાઝદાનની પુત્રી છે. રાઝદાને હમણાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, “મને લાગે છે કે આ એક અદભુત સફર હશે. આ ફિલ્મ આપણને એક નવી અને અનોખી લાગણીમાંથી પસાર કરશે. મારા માટે તે સૌથી રોમાંચક પાસું છે.” અભિનેત્રી સોની રાઝદાન (૬૯) ની ફિલ્મ ઓમ કા હરિ ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. તેના સહ-અભિનેતા અને ફિલ્મના નિર્માતા અંશુમન ઝાએ પણ કહ્યું હતું કે રામાયણનું ટ્રેલર ખૂબ જ અદભુત છે.

