સર્વેમાં સામેલ ૯૮ ટકા અર્થશાસ્ત્રીઓને આશા છે કે, આગામી ૧૨ મહિનામાં ભારતમાં સરેરાશ કે તેનાથી વધુ સારો ગ્રોથ થશે
New Delhi, તા.૨૩
WEF એટલે કે વર્લ્ડ ઈકોનોમિક ફોરમના એક તાજેતરના સર્વેમાં ભારત સૌથી મજબૂત ગ્રોથ વાળી ઈકોનોમી તરીકે ઊભરી આવ્યું છે. ૭૪% મુખ્ય અર્થશાસ્ત્રીઓને આશા છે કે, આગામી વર્ષે ભારતમાં મજબૂત કે ખૂબ જ મજબૂત ગ્રોથ થશે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) ના સર્વેમાં સામેલ મુખ્ય અર્થશાસ્ત્રીઓ ભારતની શક્યતાઓને લઈને વધુ પોઝિટિવ થઈ રહ્યા છે, જ્યારે ચીન માટે આઉટલુક નબળો થઈ રહ્યો છે, અને યુરોપ સૌથી નબળા સ્તરે છે.
સપ્ટેમ્બરના WEF ‘ચીફ ઈકોનોમિસ્ટ્સ આઉટલુક’ માં જાણવા મળ્યું કે, સર્વેમાં સામેલ ૯૮ ટકા અર્થશાસ્ત્રીઓને આશા છે કે, આગામી ૧૨ મહિનામાં ભારતમાં સરેરાશ કે તેનાથી વધુ સારો ગ્રોથ થશે, જ્યારે ૭૪ ટકા લોકોને મજબૂત કે ખૂબ જ મજબૂત ગ્રોથની અપેક્ષા છે. મે મહિનાના સર્વેમાં આ આંકડો ૫૨ ટકા હતો, જે હવે ઝડપથી વધ્યો છે.WEF એ જણાવ્યું કે જે ક્ષેત્રોને સર્વેમાં સામેલ કરવામાં આવ્યા હતા, તેમાં ભારતનો ગ્રોથ આઉટલુક સૌથી મજબૂત બનેલો છે, અને મજબૂત ઘરેલુ માંગથી તેને ટેકો મળી રહ્યો છે. ઓગસ્ટમાં તેણે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભારતનો GDP ગ્રોથનો અંદાજ વધારીને ૬.૭% કરી દીધો, સાથે જ એ ચેતવણી પણ આપી કે ઊર્જાની ઊંચી કિંમતો આઉટલુક પર અસર કરી રહી છે.
ભારતને લઈને વિચારમાં આવેલો આ ફેરફાર ચીનથી બિલકુલ વિપરીત છે, જ્યાં હવે લગભગ દર ત્રણમાંથી એક અર્થશાસ્ત્રીને નબળા ગ્રોથની આશા છે. વળી યુરોપ સર્વેમાં સૌથી નબળું ક્ષેત્ર છે, જ્યાં ૬૧ ટકા અર્થશાસ્ત્રીઓને નબળા કે ખૂબ જ નબળા ગ્રોથની આશંકા છે.અમેરિકા, દક્ષિણ-પૂર્વ એશિયા અને મધ્ય એશિયા માટે પણ મજબૂત ગ્રોથનો અંદાજ લગાવવામાં આવ્યો છે, જેનાથી ભારત દુનિયાના સૌથી પોઝિટિવ દ્રષ્ટિકોણ વાળા ગ્રોથ એન્જિનના ગ્રુપમાં સામેલ થઈ ગયું છે. પરંતુ ભારત એકમાત્ર એવું ક્ષેત્ર હતું, જેને ઉઈહ્લ એ ખાસ કરીને સૌથી મજબૂત ઓવરઓલ ગ્રોથ આઉટલુક ધરાવતું ક્ષેત્ર ગણાવ્યું.આ તફાવત છેલ્લા સર્વેની સરખામણીએ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
મે મહિનામાં, ૫૨ ટકા અર્થશાસ્ત્રીઓને આશા હતી કે, આગામી ૧૨ મહિનામાં ભારતમાં મજબૂત કે ખૂબ જ મજબૂત ગ્રોથ થશે. હવે આ આંકડો વધીને ૭૪% થઈ ગયો છે, જ્યારે જીઓપોલિટિકલ અને એનર્જી સંબંધિત જોખમો હજુ પણ યથાવત્ છે. વળી, ચીનની સ્થિતિ આનાથી વિપરીત છે. WEF એ કહ્યું કે, તેની ગ્રોથની અપેક્ષાઓ નબળી પડી છે અને લગભગ એક-તૃતીયાંશ અર્થશાસ્ત્રીઓને નબળા ગ્રોથની આશંકા છે. છેલ્લા અનુમાનની સરખામણીએ યુરોપની સ્થિતિમાં થોડો સુધારો થયો છે, પરંતુ ક્ષેત્રીય અપેક્ષાઓના મામલે તે હજુ પણ સૌથી નીચે છે. ૬૧ ટકા લોકોને નબળા કે ખૂબ નબળા ગ્રોથની આશા છે.વ્યાપક વૈશ્વિક ચિત્રમાં સુધારો થયો છે. હવે ૫૬ ટકા મુખ્ય અર્થશાસ્ત્રીઓને આશા છે કે, ગ્લોબલ ઈકોનોમિક સ્થિતિ સ્થિર રહેશે અથવા તેમાં સુધારો થશે,
જ્યારે મે મહિનામાં આ આંકડો માત્ર ૧૧% હતો અને ૮૯% લોકોને પરિસ્થિતિ બગડવાની આશંકા હતી. પરંતુ સુધારો હજુ પણ નબળો છે. ૯૭ ટકા લોકોએ જીઓપોલિટિકલ તણાવને આગામી વર્ષે અનિશ્ચિતતાનું સંભવિત કારણ ગણાવ્યું, જ્યારે ૫૮% લોકોને એસેટની કિંમતોમાં કરેક્શનની આશા છે.ભારત માટે આ અનુમાન એનર્જી અને જીઓપોલિટિકલ જોખમો વચ્ચે આવ્યું છે. ઉઈહ્લ એ કહ્યું કે, એનર્જીની વધારે કિંમતો દેશની આર્થિક અપેક્ષાઓ પર અસર કરી રહી છે.

