Bangalore, તા.6
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને 43 રનથી હરાવ્યું. IPL 2026 ની હાઇ-વોલ્ટેજ મેચ રવિવારે બેંગલુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી.
આ મેચમાં RCBએ દેવદત્ત પડિકલ અને ટિમ ડેવિડની અડધી સદીની ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં ત્રણ વિકેટે 250 રન બનાવ્યા હતા. જવાબમાં, ચેન્નાઈની ટીમ 19.4 ઓવરમાં માત્ર 207 રન બનાવી શકી અને ઓલઆઉટ થઈ ગઈ.
ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સામે RCB એ સતત ત્રીજી વખત 200+ નો સ્કોર કર્યો. અગાઉ, RCBએ 2024 અને 2025 માં અનુક્રમે 27 અને 2 રનથી મેચ જીતી હતી. હવે, ટીમે 43 રનની શાનદાર જીત નોંધાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ RCB ની સતત બીજી જીત છે અને આ સિઝનમાં CSK ની સતત ત્રીજી હાર છે.

