ચિતરંજન છાટબાર Babara તા.૨૬
બાબરા શહેરમાં મહોરમ પર્વ નિમિત્તે ગત રાત્રે પડમાં આવેલા તાજીયાઓનું પરંપરાગત રીતે ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં ફર્યા બાદ આજે આસુરાના દિવસે મોડી સાંજે તાજીયાઓ ટાઢા કરવાની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે બાબરા સમસ્ત સુન્ની મુસ્લિમ જુમાત દ્વારા મહોરમ પર્વના ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. મહોરમનો પર્વ સત્ય, ન્યાય અને માનવ મૂલ્યો માટે થયેલી શહાદતની યાદમાં ઉજવવામાં આવે છે. ખાસ કરીને ઇમામ હસન અને ઇમામ હુસૈન સહિત કરબલાની ઘટનામાં શહીદ થયેલાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.જુમાતના આગેવાનોએ જણાવ્યું હતું કે મહોરમ માત્ર શોક અથવા પરંપરા નહીં પરંતુ સત્યના માર્ગૅ અડગ રહેવા, અન્યાય સામે અવાજ ઉઠાવવા અને માનવતા માટે બલિદાનના સંદેશને યાદ કરવાનો પર્વ છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક ભાવના સાથે હિંદુ મુસ્લિમ સમાજ કોમી એકતા ભર્યા શાંતિપૂર્ણ વાતાવરણ સાથે રહ્યા હતા સ્થાનિક પોલીસ અને હોમગાર્ડ જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

