Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રૂ.૩૪ કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં Vivek Oberoi ફસાયો

    January 21, 2026

    Huma Qureshi ની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે

    January 21, 2026

    Prabhas’ Raja Saab ૧૦મા દિવસે બોક્સ ઓફિસ પર હાંફી ગઈ

    January 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રૂ.૩૪ કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં Vivek Oberoi ફસાયો
    • Huma Qureshi ની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે
    • Prabhas’ Raja Saab ૧૦મા દિવસે બોક્સ ઓફિસ પર હાંફી ગઈ
    • નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!
    • Adani Groupની તરલતા અને નાણાકીય શિસ્તમાં મજબૂત વિશ્વાસ
    • બોન્ડટાઇટ ભારતીય એડહેસિવ બજારને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે રણબીર કપૂર સાથે ભાગીદારી કરે છે
    • વુડ મેકેન્ઝીના વૈશ્વિક ટોપ-10 રેન્કિંગમાં અદાણી સોલાર એકમાત્ર ભારતીય કંપની બની
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, January 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Khedbrahma માં ૧૫ ઇંચ વરસાદથી તારાજીના દ્રશ્યો, ૭૦૦ એકર જમીનમાં પાણી જ પાણી તો ૧૦ પશુના મોત
    ગુજરાત

    Khedbrahma માં ૧૫ ઇંચ વરસાદથી તારાજીના દ્રશ્યો, ૭૦૦ એકર જમીનમાં પાણી જ પાણી તો ૧૦ પશુના મોત

    Vikram RavalBy Vikram RavalJune 23, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Himmatnagarતા.૨૩

    રાજ્યમાં હાલ લગભગ મોટાભાગના વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હવામાનની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જો આપણે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો અહીં ખેડબ્રહ્મા પંથકમાં સરેરાશ ૧૫ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આ તરફ હવે ભારે વરસાદને કારણે કૃષિપાકને ભારે નુકશાનની સંભાવના છે. આ સાથે નીચાણવાળા વિસ્તારો પણ જળમગ્ન બન્યા છે.

    સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં ગતરાત્રિએ વ્યાપક વરસાદ નોંધાયો હતો. વિગતો મુજબ અહીં ૧૫ ઇંચ જેટલો વરસાદ ખાબકતા સ્થાનિક કક્ષાએ પારાવાર સમસ્યાઓ ઊભી થઈ છે. આ સાથે ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા,ગલોડીયા તેમજ રોધરા ગામે ભારે વરસાદને કારણે વ્યાપક તારાજી સર્જાઇ છે. રોધરા ગામે ૭૦૦ એકર જેટલી જમીન ઉપર ખેતી નિષ્ફળ જવાની સંભાવનાઓ છે તો બીજી તરફ ૪ જેટલા પશુઓના મોત થયા છે.

    સાબરકાંઠાના ખેડબ્રહ્માના રોદરા ગામે ગત રાત્રે થયેલા ૧૫ ઇંચ જેટલા વરસાદના પગલે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. એક તરફ ૧૫ ઇંચ વરસાદના પગલે સમગ્ર ગામમાં પાણી ફરી વળ્યા તો બીજી તરફ ૭૦૦ એકર જેટલી જમીન ઉપર મગફળીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે.

    આ સાથે ૧૦૦ ટકા ડ્રીપ ધરાવનારા ગામની સમગ્ર ટપક સિંચાઈ પણ ધસમસતા પાણીના પ્રવાહમાં ખેંચાઈ ચૂકી છે જેના પગલે ખેડૂતોને પાક સહિત ડ્રીપ તણાઈ જવાથી વ્યાપક નુકસાન સર્જાયું છે. વિગતો મુજબ અડધી રાત્રે આવેલા પૂરના પગલે ૧૦ થી ૧૫ જેટલા પશુઓના પણ મોત થયા છે. ગામમાં થયેલા પારાવાર નુકસાનના મામલે સ્થાનિકો તંત્ર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે.

    સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં ગતરોજ ૬ વાગ્યાથી આજે સવારે ૬ વાગ્યા સુધી અનરાધાર વરસાદ ખાબક્યો હતો. ભારેથી અતિભારે વરસાદને કારણે પંથકના રોધરા સહિત આસપાસના ગામોમાં વ્યાપક તારાજીના સર્જાઇ છે. અહીં ગામમાં ૭૦૦ એકર જેટલી જમીન ઉપર વરસાદી પાણી ફરી વળવાની સાથે સાથે મોટાભાગનો પાક નિષ્ફળ થવાની સ્થિતિ સર્જાઇ છે. જોકે આવનારા સમયમાં રાજ્ય સરકાર સહિત વહીવટી તંત્ર દ્વારા સ્થાનિકોને મદદની વ્યાપક અપેક્ષા છે.

    Himmatnagar Khedbrahma Scenes of devastation
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi : જાંબુડીયા ગામ પાસેથી સગીરાનું અપહરણ

    January 21, 2026
    મોરબી

    Morbi : યુવાનને યુક્રેનમાંથી પરત લાવવાનાં પ્રયાસો: દિલ્હી હાઈકોર્ટના વકીલ કીવી પહોચ્યા

    January 21, 2026
    મોરબી

    Morbi : યુવતીને લગ્નની લાલચ આપી હોટલમાંં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યું

    January 21, 2026
    મોરબી

    Morbi :PM Kisan Yojana ના લાભ લેવા ફાર્મર આઈડી બનાવવું ફરજિયાત

    January 21, 2026
    મોરબી

    Morbi :માળીયા (મિં.) ના હરીપર ગામ પાસે બોલેરો ટ્રક જીપ સાથે અથડાતા એકનું મોત

    January 21, 2026
    મોરબી

    Morbi :વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળમાં હોદ્દેદારોને વિવિધ જવાબદારી સોંપાઇ

    January 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રૂ.૩૪ કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં Vivek Oberoi ફસાયો

    January 21, 2026

    Huma Qureshi ની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે

    January 21, 2026

    Prabhas’ Raja Saab ૧૦મા દિવસે બોક્સ ઓફિસ પર હાંફી ગઈ

    January 21, 2026

    નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

    January 21, 2026

    Adani Groupની તરલતા અને નાણાકીય શિસ્તમાં મજબૂત વિશ્વાસ

    January 21, 2026

    બોન્ડટાઇટ ભારતીય એડહેસિવ બજારને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે રણબીર કપૂર સાથે ભાગીદારી કરે છે

    January 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રૂ.૩૪ કરોડના હીરાની છેતરપિંડીના કેસમાં Vivek Oberoi ફસાયો

    January 21, 2026

    Huma Qureshi ની ફિલ્મ બયાનમાં ચન્દ્રચૂડ સિંહ ભ્રષ્ટ બાબાની ભૂમિકા ભજવશે

    January 21, 2026

    Prabhas’ Raja Saab ૧૦મા દિવસે બોક્સ ઓફિસ પર હાંફી ગઈ

    January 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.