એક વર્ષની કેદ અને ફરિયાદી કંપનીને રૂ. ૧૬.૨૩ લાખ વળતર એક માસમાં ચુકવવા સામે સેશન્સ કોર્ટમાં દાદ માંગી તી
Harpalsinh Jadeja,
Rajkot તા,27
મારવાડી શેર્સના હિસાબ પૈકી રૂપિયા ૧૬ પોઇન્ટ 23 લાખ ચૂકવવા માટે આપેલો ચેક રિટર્ન થવાના કેસમાં ટ્રાયલ કોર્ટના સજા અને વળતર ચુકવવાના હુકમ સામે આરોપીએ કરેલી અપીલ સેશન્સ કોર્ટે નામંજૂર કરી ટ્રાયલ કોર્ટનો હુકમ કાયમ રાખ્યો છે.
આ કેસ અંગેની હકીકત મુજબ, Rajkot માં મુખ્ય શાખા ધરાવતી મારવાડી શેર્સ એન્ડ ફાયાનાન્સ લી.ને તેમના કલાયન્ટ મિરલ કનકસિંહ ઠાકોર (રહે. ૩૦૫, મુકતાનંદ એપાર્ટમેન્ટ, નુતન સોસાયટી પાસે, એમ અરવિંદ માર્ગ, નવસારીએ તેમની બાકી ચૂકવવાની રકમ પૈકીની રકમ રૂ।. ૧૬,૨૩,૭૪૯,૧૦નો ચેક આપેલ. સદરહું ચેક બેંકમાં રજુ કરાતા ચેક વગર વસુલાતે પરત કરેલ. આથી કંપનીએ લીગલ નોટિસ ફટકાર્યા બાદ તેમના એડવોકેટ કિશન એમ. પટેલ મારફતે કોર્ટમાં ફોજદારી ફરીયાદ દાખલ કરેલ, આ કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા આરોપી મિરલ ઠાકોરને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ ૧ માસમાં જમા ન કરાવે તો વધુ ૬ માસની સજાનો હુકમ ફરમાવ્યો હતો, ટ્રાયલ કોર્ટના આ હુકમને આરોપીએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પડકાર્યો હતો. જે કેસ ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆતો અને દલીલો બાદ અદાલતે ખાસ નોંધ્યુ હતું કે રજુ થયેલ ચેક, તેની બૅન્ક રિટર્ન મેમો, કાયદેસર નોટીસ તથા તેની સર્વિસ સંબંધિત દસ્તાવેજો સહીતના તમામ પુરાવાઓ ટ્રાયલ કોર્ટ દ્વારા યોગ્ય રીતે પરખવામાં આવ્યા હતા અને તે પુરાવાઓ પર આધાર રાખીને જ આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. થી ટ્રાયલ કોર્ટના ચુકાદામાં કોઈ હસ્તક્ષેપ કરવાની જરૂર નથી આ કામમાં શેર્સ એન્ડ ફાઇનાન્સ પની એડવોકેટ કિશન એમ. પટેલ, જયદીપસિંહ બી. રાઠોડ, પાર્થરાજસિંહ જાડેજા, હિનાબેન પરમાર રોકાયા હતા.
Trending
- 03 જૂનનું રાશિફળ
- Rajkotમાં પ્રેમીએ દગો દેતા પ્રેમિકાએ ફિનાઇલ પીધું
- Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
- પતિ અંધ છે એ જાણી ગાંધારીએ આંખે પટ્ટી બાંધી ન્હોત, તો કદાચ ઈતિહાસ જુદો હોત!
- Rajkotમાં જલારામ સોસાયટીમા લગ્નના ૨૦ દિવસ પૂર્વે યુવતીનો આપઘાત
- યુવાનો ક્યારે ખુદને વ્યસનને હવાલે કરવાનું બંધ કરશે?
- Rajkot ફરસાણના વેપારીનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot શાપરની સાઇનિંગ કંપનીમાં ૨૦ ફૂટ ઊંચાઈએથી પટકાતાં શ્રમિકનું મોત

