Rajkot તા.૨૨
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા તારીખ ૧૯ થી ૨૫ દરમિયાન સાત દિવસીય સમર કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમર કોચિંગ કેમ્પના ઉદૃઘાટન સમારોહમાં રાજકોટના પ્રથમ નાગરિક તથા માનનીય મેયર ડો. નેહલભાઈ શુક્લા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશી, રજિસ્ટ્રાર ડો. અજયસિંહ જાડેજા, ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરેશ રાબા, કેમ્પના કોઓર્ડિનેટર ડો. ભાવેશ રાબા, કાર્યક્રમ સંચાલક ડો. એમ. એસ. ચારણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમર કોચિંગ કેમ્પમાં વિવિધ ૧૬ રમતોના ૨૦૦થી વધુ ખેલાડી ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો છે.

