Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ramayana નું ટ્રેલર લોન્ચ છેલ્લી ઘડીએ મુલતવી રહેતાં ચાહકો નારાજ

    July 27, 2026

    રણબીરની પુત્રી Raha સિનેમાગૃહમાં પહેલી ફિલ્મ તેના પિતાની Ramayana જોશે

    July 27, 2026

    Abhishek Bachchan and Aishwarya Rai Bachchan ન્યુ યોર્કમાં સાંજે ફરતા દેખાયા

    July 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ramayana નું ટ્રેલર લોન્ચ છેલ્લી ઘડીએ મુલતવી રહેતાં ચાહકો નારાજ
    • રણબીરની પુત્રી Raha સિનેમાગૃહમાં પહેલી ફિલ્મ તેના પિતાની Ramayana જોશે
    • Abhishek Bachchan and Aishwarya Rai Bachchan ન્યુ યોર્કમાં સાંજે ફરતા દેખાયા
    • હવે પંજાબના શિક્ષણ મંત્રી ક્યારે રાજીનામું આપશે? CJP નેતાઓને Actress Shweta Tiwari નો સવાલ
    • Ahan-Sharvari ની નવી ફિલ્મ આગામી વર્ષે માર્ચમાં આવશે
    • Shabana Azmi સ્વાઈન ફ્લૂની ઝપેટમાં,102 ડિગ્રી તાવ અને 5 દિવસનું આઈસોલેશન
    • ‘Adipurush મારી જિંદગીની સૌથી મોટી ભૂલ’, મનોજ મુન્તશિરે હાથ જોડીને માફી માંગી!
    • Gujarat ના ખેલજગતમાં મેડલ જીતવાની ઘેલછાએ રમતવીરોને નશાના દલદલમાં ધકેલી દીધા છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Shabana Azmi સ્વાઈન ફ્લૂની ઝપેટમાં,102 ડિગ્રી તાવ અને 5 દિવસનું આઈસોલેશન
    મનોરંજન

    Shabana Azmi સ્વાઈન ફ્લૂની ઝપેટમાં,102 ડિગ્રી તાવ અને 5 દિવસનું આઈસોલેશન

    Vikram RavalBy Vikram RavalJuly 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.27

    બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી અને સામાજિક કાર્યકર્તા શબાના આઝમી સ્વાઈન ફ્લૂની ઝપેટમાં આવ્યા છે. દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા વિદ્યાર્થી આંદોલનમાં સક્રિયપણે ભાગ લીધા બાદ શબાના આઝમી અચાનક બીમાર પડ્યાં છે. તબીબોએ તેમની તપાસ કર્યા બાદ સ્વાઈન ફ્લૂનું નિદાન કર્યું છે અને આગામી 5 દિવસ માટે સંપૂર્ણપણે આઈસોલેશનમાં રહેવા તેમજ બેડ રેસ્ટ કરવાની કડક સલાહ આપી છે. આ અસ્વસ્થતાને કારણે તેઓ મુંબઈના શિવાજી પાર્ક ખાતે યોજાનારા વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ શક્યાં નથી.અભિનેત્રીની ટીમે આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કરતા જણાવ્યું હતું કે, “શબાનાજી શુક્રવારે મુંબઈમાં યોજાનારા આંદોલનમાં ભાગ લેવાના હતા, પરંતુ તેમને 102 ડિગ્રી જેટલો ભારે તાવ આવ્યો છે અને તપાસમાં સ્વાઈન ફ્લૂ હોવાની પુષ્ટિ થઈ છે. હાલમાં તેઓ તબીબી દેખરેખ હેઠળ આરામ કરી રહ્યા છે.”ઉલ્લેખનીય છે કે, NEET પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓ અને પેપર લીકના વિરોધમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા. ધર્મેન્દ્ર પ્રધાને હવે રાજીનામુ આપી દીધુ છે. કોકરોચ જનતા પાર્ટી (CJP)ના નેતૃત્વમાં 20 જુલાઈએ યોજાયેલી ‘ચલો સંસદ’ માર્ચમાં 75 વર્ષીય શબાના આઝમીએ દિલ્હીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ભીડને વિખેરવા માટે પોલીસ દ્વારા છોડવામાં આવેલા ટીયર ગેસના કારણે અસ્થમાના દર્દી એવા શબાના આઝમીને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને અસ્થમા એટેક આવ્યો હતો. જોકે, ઇન્હેલરની મદદથી રિકવર થયા બાદ તેઓ ફરીથી વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચી ગયા હતા.એક ઈન્ટરવ્યુ દરમિયાન શબાના આઝમીએ ખુલાસો કર્યો હતો કે આંદોલન આટલું ઉગ્ર બને તે પહેલા જ તેમણે અને તેમના પતિ તેમજ જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે 15 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ગુપ્ત પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે સરકારને અપીલ કરી હતી કે તેઓ ભૂખ હડતાળ પર બેઠેલા પર્યાવરણવાદી સોનમ વાંગચુક અને વિદ્યાર્થીઓ સાથે સંવાદની શરૂઆત કરે જેથી કોઈ ઉકેલ આવી શકે. જોકે, સરકાર તરફથી કોઈ સકારાત્મક પ્રતિભાવ ન મળતા આખરે તેમણે પોતે જંતર-મંતર જઈને વિદ્યાર્થીઓની લડતમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં આ દિગ્ગજ અભિનેત્રી મુંબઈમાં તેમના નિવાસસ્થાને સ્વાસ્થ્ય લાભ લઈ રહ્યા છે.

    Shabana Azmi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article‘Adipurush મારી જિંદગીની સૌથી મોટી ભૂલ’, મનોજ મુન્તશિરે હાથ જોડીને માફી માંગી!
    Next Article Ahan-Sharvari ની નવી ફિલ્મ આગામી વર્ષે માર્ચમાં આવશે
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Ramayana નું ટ્રેલર લોન્ચ છેલ્લી ઘડીએ મુલતવી રહેતાં ચાહકો નારાજ

    July 27, 2026
    મનોરંજન

    રણબીરની પુત્રી Raha સિનેમાગૃહમાં પહેલી ફિલ્મ તેના પિતાની Ramayana જોશે

    July 27, 2026
    મનોરંજન

    Abhishek Bachchan and Aishwarya Rai Bachchan ન્યુ યોર્કમાં સાંજે ફરતા દેખાયા

    July 27, 2026
    મનોરંજન

    હવે પંજાબના શિક્ષણ મંત્રી ક્યારે રાજીનામું આપશે? CJP નેતાઓને Actress Shweta Tiwari નો સવાલ

    July 27, 2026
    મનોરંજન

    Ahan-Sharvari ની નવી ફિલ્મ આગામી વર્ષે માર્ચમાં આવશે

    July 27, 2026
    મનોરંજન

    ‘Adipurush મારી જિંદગીની સૌથી મોટી ભૂલ’, મનોજ મુન્તશિરે હાથ જોડીને માફી માંગી!

    July 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,250
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,060
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹212,690
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-07-2026 14:18
    Categories
    Latest News

    Ramayana નું ટ્રેલર લોન્ચ છેલ્લી ઘડીએ મુલતવી રહેતાં ચાહકો નારાજ

    July 27, 2026

    રણબીરની પુત્રી Raha સિનેમાગૃહમાં પહેલી ફિલ્મ તેના પિતાની Ramayana જોશે

    July 27, 2026

    Abhishek Bachchan and Aishwarya Rai Bachchan ન્યુ યોર્કમાં સાંજે ફરતા દેખાયા

    July 27, 2026

    હવે પંજાબના શિક્ષણ મંત્રી ક્યારે રાજીનામું આપશે? CJP નેતાઓને Actress Shweta Tiwari નો સવાલ

    July 27, 2026

    Ahan-Sharvari ની નવી ફિલ્મ આગામી વર્ષે માર્ચમાં આવશે

    July 27, 2026

    ‘Adipurush મારી જિંદગીની સૌથી મોટી ભૂલ’, મનોજ મુન્તશિરે હાથ જોડીને માફી માંગી!

    July 27, 2026
    Search
    Main News

    Suryavanshi ના 81 રનથી ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેનો સફાયો કર્યો

    July 27, 2026

    Ahmedabad: ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું યુવા શક્તિ અને લોકશાહીની મોટી જીત, અમિત ચાવડા

    July 25, 2026

    GPSCની ૨૬ જુલાઈની પરીક્ષાઓ મોકૂફ રખાઇ

    July 25, 2026

    Indiaએ બીજી T૨૦ મેચમાં ઝિમ્બાબ્વેને હરાવીને ત્રણ મેચની શ્રેણી જીતી લીધી

    July 25, 2026

    PM મોદીને મેં જ કહ્યું હતું કે, વાતચીત કરો અથવા રાજીનામું લો: શરદ પવાર

    July 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ramayana નું ટ્રેલર લોન્ચ છેલ્લી ઘડીએ મુલતવી રહેતાં ચાહકો નારાજ

    July 27, 2026

    રણબીરની પુત્રી Raha સિનેમાગૃહમાં પહેલી ફિલ્મ તેના પિતાની Ramayana જોશે

    July 27, 2026

    Abhishek Bachchan and Aishwarya Rai Bachchan ન્યુ યોર્કમાં સાંજે ફરતા દેખાયા

    July 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.