Mumbai,તા.27
યશરાજ ફિલ્મ્સની આગામી ફિલ્મ રીલિઝ કરવા માટે ૨૬ માર્ચ ૨૦૨૭ તારીખ નક્કી કરી લેવામાં આવી છે. હાલ આ ફિલ્મની શૂટિંગ યુકેમાં ચાલી રહ્યું છે.આ એકશન રોમેન્ટિક ડ્રામામાં અહાન પાંડે, શર્વરી, ઐશ્વરી ઠાકરે અને બોબી દેઓલ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મનું ટાઇટલ હજી નક્કી થયું નથી.
ફિલ્મની પ્રોડકશન અપડેટ આપતાં તેના પ્રથમ શેડયુઅલનું કામ શરૂ થઇ ગયું હોવાની નિર્દેશકે જાહેરાત કરી છે તેમ વાયઆરએફ ફિલ્મે જણાવ્યું હતું. હવે ફિલ્મની રિલિઝ ડેટ નક્કી થઇ ગઇ હોવાથી તેનું કામ ઝપાટાભેર ચાલશે. અહાન પાંડેની ‘સૈયારા’ બાદ રિલિઝ થનારી આ પ્રથમ મોટી ફિલ્મ હશે. અલી અબ્બાસ ઝફરની નિર્માતા આદિત્ય ચોપડા સાથે આ પાંચમી ફિલ્મ છે. અગાઉ તેઓ ‘મેરે બ્રધર કી દુલ્હન’, ‘ગુંડે’, ‘સુલતાન’ અને ‘ટાઇગર ઝિંદા હૈ’ નામની ફિલ્મો સાથે કરી ચૂક્યા છે.

