Mumbai,તા.15
IPL 2026ના ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પૃથ્વી શૉને ખરીદ્યો છે. KKRએ તેને 5.25 કરોડમાં ખરીદ્યો છે. પૂર્વ ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને મૉક ઓક્શન કરાવ્યું હતું, જેમાં પૃથ્વી શૉ માટે દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ બંનેએ બોલી લગાવી હતી. તમને જણાવી દઈએ કે, પૃથ્વી 2018-2024 સુધી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સ માટે રમ્યો હતો. ગત વર્ષના મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો.
રવિચંદ્રન અશ્વિન દ્વારા આયોજિત મૉક ઓક્શનમાં સૌથી પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ પૃથ્વી શૉમાં રસ દાખવ્યો હતો, જેને દિલ્હી કેપિટલ્સ તરફથી ટક્કર મળી. 2 કરોડ રૂપિયા સુધી ગયા પછી RCB પાછળ હટી ગઈ, પરંતુ પછી લખનઉ સુપર જાયન્ટ્સે બોલી લગાવી અને 4 કરોડ પર જઈને દિલ્હીએ પણ હાથ પાછા ખેંચી લીધા.
LSG પૃથ્વી શૉને પોતાની ટીમમાં સામેલ કરવા માગતી હતી, પરંતુ 5 કરોડની બોલી લગાવ્યા બાદ તેણે પણ બોલી ન લગાવી. અંતે KKRએ 5.25 કરોડની બોલી લગાવીને પૃથ્વી શૉને પોતાની ટીમમાં સામેલ કર્યો. તમને ફરી એકવાર જણાવી દઈએ કે, આ અસલી ઓક્શન નથી. આ મૉક ઓક્શનનું આયોજન રવિચંદ્રન અશ્વિને કરાવ્યું હતું. પૃથ્વી શૉ IPL 2025 મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો. આ વખતે એ જોવું રસપ્રદ રહેશે કે, કોઈ ટીમ તેના પર બોલી લગાવે છે કે નહીં. તેણે 79 મેચની IPL કારકિર્દીમાં 1892 રન બનાવ્યા છે, જેમાં 14 અડધી સદી સામેલ છે. તેને 2022-2024 સીઝન સુધી દિલ્હી કેપિટલ્સ તરફથી તેને 7.50 કરોડ રૂપિયાની સેલેરી મળી રહી હતી.

