Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    September 25, 2026

    આજનું રાશિફળ

    September 25, 2026

    પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!

    September 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!
    • Rajkot ભગવતીપરામાં ગૃહકલેશથી પરણિતાનો આપઘાતનો પ્રયાસ
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં આડેઘડ પાર્કિંગ કરનારને ટ્રાફિકે દંડ ફટકાર્યા
    • Rajkot: ચડ્ડો પહેરી શેરીમા રખડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ ત્રણ મહિલા સહિત ૪ ઘવાયા
    • Rajkot: વર્ધમાન ગ્રીન બિલ્ડિંગના ૯ માળે થી પરિણીતાએ મોતની છલાગ લગાવી
    • Rajkot: બે ચેક રિટર્ન કેસમાં બિલ્ડરની સજા યથાવત, સેશન્સ કોર્ટે અપીલ ફગાવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»Shraddhaકૃતજ્ઞતા-પિતૃસ્મરણ અને ઋણમુક્તિનું પાવન પર્વ
    લેખ

    Shraddhaકૃતજ્ઞતા-પિતૃસ્મરણ અને ઋણમુક્તિનું પાવન પર્વ

    Vikram RavalBy Vikram RavalSeptember 25, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    આલેખનઃ વિનોદ માછી નિરંકારી

    ભારતીય સંસ્કૃતિમાં પર્વો-તહેવારો અને વિધિ-વિધાનો માત્ર બાહ્ય આચરણ કે પરંપરાગત ક્રિયાઓ પૂરતાં મર્યાદિત નથી પરંતુ તેની પાછળ ગહન વૈજ્ઞાનિક-મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દર્શન છુપાયેલું છે. ભાદ્રપદ માસનો કૃષ્ણપક્ષ એટલે કે ’શ્રાદ્ધ પક્ષ’ આ જ પ્રકારનું એક અત્યંત મહત્વપૂર્ણ અને ઊંડા અર્થવાળું પર્વ છે.સામાન્ય રીતે લોકો શ્રાદ્ધને માત્ર મૃત્યુ પામેલા વડીલોની વર્ષી કે તેમના નામે કરવામાં આવતા પીંડદાન પૂરતું સીમિત માની લે છે પરંતુ વાસ્તવમાં શ્રાદ્ધ એ જીવનનું આત્મપરીક્ષણ કરવા,પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને જીવનના વિવિધ ઋણમાંથી મુક્ત થવાનો અદભૂત અવસર છે.

    ’શ્રાદ્ધ’ શબ્દની વ્યાખ્યા આપતા શાસ્ત્રોમાં કહેવાયું છે ‘‘શ્રદ્ધયા યત્‌? ક્રિયતે તત્‌? શ્રાદ્ધમ્‘‘ એટલે કે શ્રદ્ધાપૂર્વક જે કંઈ પણ ક્રિયા કરવામાં આવે તે શ્રાદ્ધ છે.શ્રદ્ધા એ માનવ જીવનની સર્વોચ્ચ શક્તિ છે.જેમના પ્રત્યે અપાર આદર અને શ્રદ્ધા હોય તેમના સ્મરણ અર્થે જે અંજલિ આપવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે.

    જે પિતૃઓ અને પૂર્વજોએ આપણા કલ્યાણ માટે પોતાની ચામડી ઘસી નાખી અને લોહીનું પાણી કર્યું તે સૌનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવું એ આપણું નૈતિક કર્તવ્ય છે.પૂર્વજો જે પણ યોનિમાં હોય તેમને દુઃખ ન પડે તથા સુખ અને શાંતિ પ્રાપ્ત થાય તે માટે પિંડદાન અને તર્પણ કરવામાં આવે છે પરંતુ તર્પણ કરવાનો સાચો અર્થ કેવળ જળાંજલિ આપવાનો નથી પરંતુ તેમને તૃપ્ત અને સંતુષ્ટ કરવાનો છે.

    તર્પણનો વ્યાપક અર્થ સમજવા જેવો છે.જે વિચારો માટે,જે ધર્મ અને સંસ્કૃતિ માટે આપણા પૂર્વજોએ પોતાનું આખું જીવન ખર્ચી નાખ્યું હોય તે જ વિચારો અને સંસ્કૃતિને ટકાવી રાખવા માટે આપણે પ્રયત્ન કરીએ,તેમની આબરૂ અને પ્રતિષ્ઠા વધે તેવું વર્તન અને આચરણ રાખીએ ત્યારે જ પિતૃઓ ખરા અર્થમાં તૃપ્ત થાય છે.રોજ દેવો-પિતૃઓ અને ઋષિઓની તૃપ્તિ રહે તેવું જીવન જીવવું જોઈએ.વર્ષમાં એક દિવસ જે પિતૃઓને અને ઋષિઓને આપણે માન્યા હોય તેમના શ્રાદ્ધ નિમિત્તે આપણા જીવનનું આત્મપરીક્ષણ કરવું જોઈએ.આપણે જીવનમાં કેટલા આગળ વધ્યા અને ક્યાં ભૂલો કરી તેનો તટસ્થ રહીને વિચાર કરવો એ જ શ્રાદ્ધનો મૂળ ઉદ્દેશ છે.શ્રાદ્ધના દિવસો એટલે કૃતજ્ઞતાપૂર્વક પિતૃઓનું સ્મરણ કરવાના દિવસો.આપણા શાસ્ત્રોમાં કૃતઘ્નતા-ઉપકાર ન માનવાની ભાવનાને સૌથી મોટું પાપ ગણાવવામાં આવ્યું છે.

    બ્રહ્મઘ્ને ચ સુરાપે ચ ચોરે ભગ્નવતે તથા,
    નિસ્કૃતિર્વિહિતા લોકે કૃતઘ્ને નાસ્તિ નિસ્કૃતિઃ

    બ્રહ્મહત્યા,મઘપાન,ચોરી કે વ્રતભંગ જેવા પાપોનું પ્રાયશ્ચિત્ત સંભવ છે પરંતુ કૃતઘ્નતાનું કોઈ પ્રાયશ્ચિત્ત નથી.આવા મહાન પાતકમાંથી બચવા માટે જ આપણા ઋષિઓએ શ્રાદ્ધના દિવસોની કલ્પના કરી છે.

    માનવજીવન માત્ર પોતાના સ્વાર્થ માટે નથી પરંતુ તે વિવિધ ઋણમાંથી મુક્ત થવા માટે છે. આપણા ઉપર મુખ્યત્વે દેવોનું ઋણ,ઋષિઓનું ઋણ અને પિતૃઓનું ઋણ હોય છે.

    દેવઋણ આપણો સાંસ્કૃતિક બગીચો મહેકતો રાખવા અને પછીની પેઢીઓ શાંત-કલ્યાણકારી તથા પવિત્ર જીવન જીવી શકે તે માટે દેવોનું સતત ધ્યાન-પૂજન અને સ્મરણ કરવું જરૂરી છે. ’દેવો ભૂત્વા દેવં યજેત્’ એટલે કે દેવ થઈને દેવની પૂજા કરવી જોઈએ.દેવ અજર-અમર અને અભય છે તો માનવે પણ તેવા બનવાનો પ્રયત્ન કરવો જોઈએ.

    ઋષિઋણ ભારતની આજે વિશ્વમાં જે કિંમત છે તેનું મુખ્ય કારણ આપણા ઋષિઓ છે.ભાવિ પેઢી આનંદમય જીવન જીવી શકે તે માટે તેમણે નિરપેક્ષ ભાવે લોહીનું પાણી કરી દિવ્ય વિચારસરણી આપી અને પોતે બળીને લોકોનાં જીવન પ્રકાશિત કર્યા.ઋષિઓનું ઋણ અદા કરવા માટે ઋષિઓના વિચારોનો પ્રચાર કરવો જોઈએ અને તેમની સંસ્કૃતિનો ફેલાવો કરવો જોઈએ.

    પિતૃઋણ જેમણે આપણને જન્મ આપ્યો,જેમની કૃપાથી આપણે મોટા થયા અને આપણા કલ્યાણ માટે જેમણે પોતાના સ્વાર્થનો ત્યાગ કર્યો તે પિતૃઓનું આપણા પર મોટું ઋણ છે.પિતૃઓને તૃપ્તિ થાય તેવું કાર્ય કરવું એ જ પિતૃઋણમાંથી મુક્ત થવાનો સાચો ઉપસ્થિત રસ્તો છે.જો કોઈ કારણસર પિતા પોતાના જીવનનું નિશ્ચિત ધ્યેય સિદ્ધ ન કરી શકે તો તે ધ્યેય સિદ્ધ કરવાની જવાબદારી પુત્રની છે. ’સ્યમ્‌? તનોતિ-તનુ વિસ્તારે’ એટલે કે પિતાએ આપેલા ધ્યેયને આગળ વધારે તે જ સાચું સંતાન છે.

    શ્રાદ્ધના દિવસો એટલે પિતૃઓને યાદ કરી તેમણે આપેલા ધ્યેય તરફ આપણે કેટલા આગળ વધ્યા તેનું સરવૈયું કાઢવું.જન્મ થાય છે તે મૃત્યુ પામે છે.શ્રાદ્ધના દિવસો એટલે આ અટલ સત્યને સ્વીકારવાના દિવસો.સામાન્ય રીતે લોકો મૃત્યુને અમંગળ ગણીને પિતૃઓને યાદ કરવાના દિવસોને પણ અમંગળ માની લે છે પરંતુ આ સમજણ તદ્દન ભ્રામક છે,ઊલટાનું શ્રાદ્ધપક્ષમાં તો આપણા પિતૃઓની માફક જીવવાનું અને સત્કાર્યોનું ભાથું બાંધવા તત્પર થવાનું છે.

    આજે કમનસીબે સમાજનો એક વર્ગ શ્રાદ્ધની મશ્કરી કરે છે અને તેને માત્ર રૂઢિચુસ્તતા માને છે. ચાર્વાક પરંપરાના લોકો આજના યુગમાં પણ પ્રશ્ન કરે છે કે ‘‘અહીં બ્રાહ્મણોને ખવડાવેલું પિતૃઓને જો પહોંચતું હોય તો મુંબઈમાં ખાધેલું દિલ્હીમાં રહેનારને કેમ નથી પહોંચતું?‘‘ કે ‘‘ભારતની બેન્કમાં ભરેલા નાણાં અમેરિકામાં ચલણમાં કેમ પ્રાપ્ત થાય છે?‘‘ આવી ભ્રાંત અને ભૂલભરેલી સમજણ ધરાવનારા લોકો એ નથી સમજતા કે ભક્તિભાવથી,શુદ્ધ અંતઃકરણથી અને અનન્ય શ્રદ્ધાથી કરેલું શ્રદ્ધાપૂર્વકનું કાર્ય મંત્રશક્તિના જોરે ચોક્કસપણે ઊર્જા પ્રસારિત કરે છે.પશ્ચિમના ચશ્મા પહેરીને પૂર્વના ગહન દર્શનને સમજી શકાતું નથી.આધુનિક ચાર્વાકોની ભ્રાંતિ દૂર કરી તેમને કૃતજ્ઞ બનાવવાનું કામ સમજદાર લોકોનું છે.

    આવનારા શ્રાદ્ધ પક્ષમાં આપણે માત્ર વિધિઓ કરવા પૂરતા સીમિત ન રહીએ પરંતુ આપણા જીવનમાં કૃતજ્ઞતાનો ભાવ કેળવીએ,પૂર્વજોના સપનાને સાકાર કરીએ અને સંસ્કૃતિના સાચા વાહક બનીએ તેવી જ અભ્યર્થના..

    Shraddha
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના વરિષ્ઠ પ્રોફેસર ડૉ.જયદિપસિંહ ડોડિયાનું વિશિષ્ટ ઢબે વયનિવૃત્તિ સન્માન
    Next Article Amreli: ધારી તાલુકાના દીતલા ગામે ખેડૂતના મકાન બહાર ડાલામથ્થાનો ચોકી પહેરો !
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    બ્રહ્માંડમાંથી આવ્યો અવાજ: ખગોળશાસ્ત્રીઓએ પહેલીવાર Exoplanetમાંથી સીધા Radio Signals પકડ્યા

    September 25, 2026
    રાજકોટ

    Rajkotની ધરા પર દેશભક્તિનો સુવર્ણ અવસર

    September 23, 2026
    લેખ

    ભારતનો FTAનો ઠરાવ, ન્યુઝીલેન્ડને ૧૦૦% Duty-free access – શું નિકાસ વધશે કે આયાત? ભારતના અર્થતંત્ર માટે તકો અને પડકારો

    September 23, 2026
    લેખ

    બ્રહ્મવૈવર્ત પુરાણાનુસાર Ganesh પ્રાગટ્યની પૌરાણિક મહાકથા

    September 20, 2026
    લેખ

    શ્રી Ganesh ભગવાન વિઘ્નહર્તાનો શાસ્ત્રીય મહિમા

    September 19, 2026
    લેખ

    ભગવાન શ્રી Ganeshના આઠ અવતારોની ધાર્મિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ

    September 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,180
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,500
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,710
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-09-2026 23:04
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    September 25, 2026

    આજનું રાશિફળ

    September 25, 2026

    પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!

    September 25, 2026

    Rajkot ભગવતીપરામાં ગૃહકલેશથી પરણિતાનો આપઘાતનો પ્રયાસ

    September 25, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં આડેઘડ પાર્કિંગ કરનારને ટ્રાફિકે દંડ ફટકાર્યા

    September 25, 2026

    Rajkot: ચડ્ડો પહેરી શેરીમા રખડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ ત્રણ મહિલા સહિત ૪ ઘવાયા

    September 25, 2026
    Search
    Main News

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ, ચુંટણી પંચ

    September 25, 2026

    એસઆઇઆર વિવાદઃ Gyanesh Kumarના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસે દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યા

    September 25, 2026

    Mahadev Online Betting App હજુ પણ ચાલુ,૧૦ વર્ષમાં ૯૪ હજાર કરોડની કમાણી : ઇડી

    September 25, 2026

    બંગાળની Election જીતવા ભાજપે છૂટા હાથે ૨૮૭ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો

    September 25, 2026

    UNમાં Netanyahuના ભાષણનો જબરદસ્ત વિરોધ, માર્ગો પર ઊતર્યા હોલિવૂડ સ્ટાર્સ

    September 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    September 25, 2026

    આજનું રાશિફળ

    September 25, 2026

    પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!

    September 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.