London તા.18
સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હાલમાં લંડનમાં પોતાનાં પરિવાર સાથે ખાસ સમય વિતાવી રહ્યાં છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર આ કપલની કેટલીક ખૂબ જ સુંદર અને રિલેક્સ્ડ તસવીરો સામે આવી છે.
આ વાઇરલ ફોટોઝમાં વિરાટ કોહલી લંડનની ગલીઓમાં અને પાર્કમાં પુત્ર અકાયને પોતાનાં ખભા પર બેસાડીને ફરતો જોવા મળી રહ્યો છે, જેને ચાહકો ‘કિંગ કોહલીની પપ્પા ડ્યુટી’ તરીકે ઓળખાવી રહ્યાં છે.
અકાયના જન્મ બાદથી જ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આ કપલે પોતાનું ઘર લંડન શિફ્ટ કરી લીધું છે, જોકે આ અંગે તેમની તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
બીજી તરફ, અનુષ્કા શર્મા પણ લાઈમલાઈટથી દૂર પોતાનાં પરિવાર અને મિત્રો સાથે ખૂબ જ શાંત અને આરામદાયક અંદાજમાં યુકેના એક પાર્કમાં કુદરતી તડકાનો આનંદ લેતી જોવા મળી રહી છે.
આ કપલ પોતાનાં બાળકોની પ્રાઈવસીને લઈને હંમેશાં ખૂબ જ સતર્ક રહે છે, તેથી જ આ વાઇરલ તસવીરોમાં પણ અકાયનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો નથી. ક્રિકેટ અને ફિલ્મી દુનિયાનાં વ્યસ્ત શિડ્યુલમાંથી બ્રેક લઈને આ આખો પરિવાર હાલમાં ક્વોલિટી ટાઈમ એન્જોય કરી રહ્યો છે.

