લખનઉ, તા.18
ઉતરપ્રદેશમાં આઈએએસ અધિકારીઓને સંબોધન કરતા સમયે રાજયના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે કટાક્ષ કર્યો હતો કે અગાઉ યમરાજ આવી જાય તો પણ ફાઈલો ખુલતી ન હતી પણ હવે ફટાફટ ખુલવા લાગી છે.
તેઓએ રાજયમાં પોલીસ રિફોર્મ સહિતની ચર્ચા કરી હતી અને કહ્યું કે 1972થી જે સુધારા અમલમાં મુકવાની કોઈ હિંમત કરતુ ન હતુ તે મે કરી છે. સાત જીલ્લાઓમાં પોલીસ કમિશ્નરેટ સીસ્ટમ અમલી બનાવી છે અને તમામ પદ્ધતિઓ પારદર્શક છે તથા આઈએએસ અધિકારીઓમાં પણ હવે કામ કરવાની ક્ષમતા વધી છે.
તેમણે કહ્યું કે, પહેલા એવુ હતું કે યમરાજ આવી જાય તો પણ ફાઈલ ખોલાવી શકતા ન હતા. આ જ થતુ હતું. ફાઈલો ખુલતી જ ન હતી એ પણ ખ્યાલ ન હતો કે તે કયાં પડી છે પરંતુ હવે તમે બધા જાણો છો કે ફાઈલો કેટલી ઝડપથી આગળ વધે છે.

