Prabhas Patan,તા.18
સોમનાથ પ્રભાસ પાટણ ખાતે વેણેશ્વર ખાતે કોળી સમાજ ની જગ્યા મા રામાપીર નુ મંદિર આવેલ છે અને ગૌશાળા આવેલ આ ગૌશાળા કોળી સમાજ ના યુવાનો કોઈ જાતના ફંડ ફાળા વગર ગૌશાળા ચલાવતા હતા અને આ ગૌશાળા મા સોમનાથ ની આજુબાજુ ની બિમાર, અપંગ અને અકસ્માત નો ભોગ બનેલ ગાયો ની સારવાર અને રાખવામાં આવતી હતી
આ જગ્યા સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોળી સમાજ ને 1993 મા આપવામાં આવેલ અને તેનો ઠરાવ પણ થયેલ પરંતુ આ ગૌશાળા ને નગરપાલિકા દ્વારા બે દિવસ પહેલા આવી અને ગૌશાળા ની ગાયો ને લય ગયેલ અને વેરાવળ પાંજરાપોળ મા ટ્રાન્સફર કરવામાં આવેલ અને ગૌશાળા તેમજ રામાપીર ના મંદિર નુ ડીમોલેશન કરવાનુ કહેલ પરંતુ આ બાબત ની જાણ સોમનાથ ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા અને સ્થાનિક આગેવાનો ને થતાં ડિમોલેશન ન થાય તે માટે સમાજના લોકો ભેગા મળેલ અને પ્રભાસપાટણ સમગ્ર કોળી સમાજ ના લોકો એ પોતાના કામધંધા બંધ રાખીને આજે સાવાર થી મોટીસંખ્યામાં આંદોલન મા જોડાયા હતા
આ બાબતે ગીર સોમનાથ કલેકટર દ્વારા આગેવાનો ને મળવા બોલાવેલ અને જેથી સાસાદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, સમસ્ત કોળી સમાજ ના પ્રમુખ લખમણભાઇ સોલંકી, ગીર સોમનાથ માંધાતા ગૃપ ના પ્રમુખ રામભાઇ ચૌહાણ,મોટા કોળી સમાજ ના પ્રમુખ દિનેશભાઇ બામણીયા, નાનાં કોળી સમાજ ના પ્રમુખ પ્રવિણભાઇ ચુડાસમા, રામભાઇ સોલંકી સહિતના આગેવાનો દ્વારા કલેકટર સાથે વાત કરવામાં આવેલ અને કલેકટર દ્વારા ડીમોલેશન નહિં કરવામાં આવે તેવુ જણાવ્યું
આ કલેકટર સાથે થયેલી વાતચીત ઉપવાસ આંદોલન ઉપર બેસલ ભાઈઓ બહેનો ને ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા અને રામભાઇ ચૌહાણ દ્વારા લોકો ને જણાવેલ પરંતુ આ ઉપસ્થિત આગેવાનો અને લોકો એ જણાવ્યું કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા લેખેતમા ખાત્રી આપવામાં આવે કે આગેવાનો સાથે ચર્ચા વિચારણા નહિ થાય ત્યાં સુધી ડિમોલેશન નહિ કરવામાં આવે ત્યાર બાદ આંદોલન બંધ કરવામાં આવશે બાકી આંદોલન જલદ કરવામાં આવશે
આ આંદોલન મા કોળી સમાજ ના આગેવાનો ભીડીયા કોળી સમાજ ના પટેલ રમેશભાઈ બારૈય, વેરાવળ કોળી સમાજ ના આગેવાનો અને સમગ્ર જીલ્લા માંથી કોળી સમાજ ના આગેવાનો હાજર રહેલ અને પ્રભાસ પાટણ ના તમામ સમાજના આગેવાનો એ આ આંદોલન ને ટેકો જાહેર કરેલ છે.
પ્રભાસ પાટણ વેણેશ્વર ગૌશાળા અંગે કોળી સમાજ દ્રારા તંત્ર સામે આંદોલનના બીજા દિવસે સમાજના યુવાનો અને મહિલાઓ દ્વારા ધારાસભ્યની હાજરીમાં રામધૂનની બોલવાયેલ હતી. તા.19 ના મંગળવારે સવારે રેલી સ્વરૂપે પ્રાંત કચેરી વેરાવળ ખાતે આવેદન પત્ર આપનાર છે.
પ્રભાસ પાટણ ખાતે આવેલ વેણેશ્વર ગૌશાળા વર્ષોથી કોળી સમાજના યુવાનો અને આગેવાનો ગૌશાળા ચલાવી રહેલ અને બીમાર ગાય માતાને સારવાર આપી રહેલ છે જે જગ્યા ઉપર રામદેવપીર મહારાજનું મંદિર આવેલ હોય આ જગ્યા કોળી સમાજને ફાળવેલ પરંતુ ડેમોલેસન કરવા જતા ગૌ રક્ષકોએ સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાને જાણ કરતા સ્થળ ઉપર જઇ ડેમોલેસન અટકાવેલ ત્યારબાદ કોળી સમાજ સહીત સર્વ સમાજ દ્રારા કોળી સમાજને ફાળવેલ જમીન ઉપર આવેલ રામદેવપીરનું મંદિર તથા ગૌશાળાના ડેમોલેસન કરવા સામે ગાંધીચિધ્યા માર્ગે આંદોલન કરવામાં આવેલ.
જેમાં બીજા દિવસે ભગવાન સદબુદ્ધિ આપે તે હેતુથી રામધૂનનું આયોજન કરવામાં આવેલ જેમાં હજારોની સંખ્યામાં યુવાનો મહિલાઓ કોળી સમાજ તેમજ અન્ય સમાજના લોકો જોડાયા હતા તેમજ તા.19-11-2024 મંગળવારે સવારે 10 કલાકે રેલી સ્વરૂપે પ્રાંત કચેરી વેરાવળ ખાતે આવેદન પત્ર આપનાર છે. આ રેલીમાં જોડાવા આહવાન કરેલ છે આ પ્રશ્નનું નિવારણ નહીં લાવે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ગુજરાત ભરના કોળી સમાજનું મહાસમેલન કરવામાં આવનાર હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

