Bhavnagar, તા.5
ભાવનગર જિલ્લાના તળાજા શહેરીજનોમાં છેલ્લા 11 દિવસ થી સોની દંપતિના મોતના મામલે ચકચાર મચાવતા બનાવ પરથી આખરે પડદો ઉચકાયો છે.પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સોની દંપતીનું મોત કોઈ અકસ્માત કે આગને કારણે નહિ પરંતુ ગળું દબાવી, ઇજાઓ કરી હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે. સાયન્ટિફિક પુરાવોઓ ને ધ્યાને લઇ તળાજા પોલીસે મૃતક કિશોરભાઈના સાળા, મૃતક રેખાબેનના સગાભાઈની ફરિયાદ નોંધી છે.ફરિયાદી એ મૃતક દંપતિ ના પુત્ર અને પુત્રવધુ એટલેકે ફરિયાદીએ પોતાનાજ ભાણેજ અને ભાણેજ વહુ વિરૂધ્ધ રૂપિયાના મામલે હત્યા કર્યા નો અને હત્યાને અકસ્માતમા ખપાવવાનો આરોપ લગાવ્યો છે.
માં-બાપની પુત્ર અને પુત્રવધુએ હત્યા કરી અને તેને અકસ્માતમાં ખપાવી દીધાબાદ સગા મામા જ ભાણેજ અને ભાણેજ વહુ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવે તેવો રાજ્યનો લગભગ પ્રથમ બનાવ ભાવનગર જિલ્લાના તળાજા ખાતે સોની પરિવારમાં બન્યો છે.
ફરિયાદ નોંધાયાબાદ પણ અનેક રહસ્ય સાથે સનસનાટી મચાવતી ઘટનાની મળતી વિગતો મુજબ ગત.19 એપ્રિલ ના રોજ રાત્રીના 3 વાગ્યાના અરસામા તળાજા પોલીસે મળેલ કોલના આધારે શહેરના રામટેકરી રોડ વિસ્તારમાં વર્ષોથી રહેતા જીવનની 6 સદી વટાવી ચૂકેલા કિશોરભાઈ વેલજીભાઈ વૈઠા અને તેના પત્ની રેખાબેનની નગ્ન અવસ્થામાં પથારી મા અડધી બળેલ લાશ કબ્જે લઈ મોતનું કારણ જાણવા ભાવનગર ફોરેન્સિક સાયન્સ વિભાગમાં મોકલી આપેલ હતી.
બનાવ સમયે મૃતક દંપતિનો પુત્ર વિમલ,પુત્રવધુ હેતલબેન અને સગીર પૌત્રી રાજકોટથી અહીં તળાજા આવ્યા હતા.જેમાં રાત્રે 11.30 કલાક આસપાસ પુત્ર વિમલ મિત્રો સાથે ત્રાપજ ગોળો ખાવા અને ધારડી ચા પીવા ગયો હતો. જયારે પુત્રવધુ હેતલબેન અને પૌત્રી ઉપરના માળે સુતાહતા. જેને લઈ પોલીસ દ્વારા આરોપી પુત્રના મિત્રો જે બનાવ ની રાત્રે સાથે હતા તેઓની પૂછપરછ, જ્યાં જ્યાં ગયા હતા ત્યાંના સીસીટીવી કેમેરા, મોબાઈલના આધારે ટાવરડમ્પ સહિત ને તપાસવાનું શરૂ કર્યું હતું.
દંપતિની બારમાની વિધિ પૂર્ણ થતાં જ પોલીસને મળેલ સાયન્ટિફિક પુરવાના આધારે કિશોરભાઈનું ગળું દબાવી, તેના પત્ની રેખાબેનને ઇજા સહિતની બાબતો મોતનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમા મળતા પોલીસે મૃતક કિશોરભાઈના સાળા જે મૂળ પાલીતાણાના રાણપરડા ગામના રહેવાસી છે ને હાલ સુરત ના ત્રિકમ નગર,શ્રીજી સોસાયટી ખાતે રહેતા અને સંગીતકાર તરીકે વ્યવસાય મરતાં રાજેશભાઈ દામજીભાઈ રાણીંગા ઉ.વ.52 ને બોલાવી સમગ્ર ઘટનાથી વાકેફ કરેલ હતા.જેને લઈ સગા મામા એ પોતાના બહેન બનેવી ને પોતાનાજ ભાણેજ વિમલ કિશોરભાઈ વૈઠા અને તેના પત્ની હેતલબેન એ સાથે મળી હત્યા કર્યા ના આરોપ સાથે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ ફરિયાદી ને બનાવ ને લઈ પહેથીજ શંકા હતી.વિમલ પોતાના પિતા કિશોરભાઈ પાસે રૂપિયા ની વારંવાર માગણી કરતો હતો.વિમલ ઉપર દેવું વધી જતાં મકાન,દુકાન અને માતા રેખાબેન ના ઘરેણાં વેચી ને પણ રૂપિયા આપવા ની માગણી કરતો હતો.તેને લઈ અવાર નવાર ઝઘડા થતા હતા.મિલ્કત પચાવી પાડવા માટે સગા દીકરા એ માતા પિતા ની હત્યાકરી, બાદ સળગાવી દીધાનો આરોપ લગાવ્યો છે.
પોલીસે બી.એન.એસ કલમ 103(1),238(એ),3(5) મુજબ ગુન્હો નોંધી હત્યારા પુત્ર અને પુત્રવધુ અંગે તપાસ હાથધરી છે.
હત્યાનો પ્લાન
મૃતક સોની દંપતી ને સંતાન મા 4 દીકરી અને 1 દીકરો વિમલ છે.વિમલ છેલ્લા ચારેક વર્ષ થી રાજકોટ પત્ની હેતલબેન અને સગીરપુત્રી સાથે રહેતોહતો. સોનીકામ ન વ્યવસાય સાથે સંકળાયેલ હતો.તેમની વિરુદ્ધ છેતરપીંડી કરતો હોવાની એક પોસ્ટ પણ વાયરલ એક સમયે થઈ હતી.
માતા પિતા સાથે રૂપિયા ના મામલે ઝગડો ચાલતો હતો તેવા વાતાવરણ વચ્ચે બનાવ ના ત્રણ દિવસ પહેલા તળાજા આવ્યા હતા.ભગુડા, બગદાણા,સાળંગપુર સહિતના સ્થળે ફોર વહીલ મા ફરવા લઈ ગયા હતા.બાદ ત્રીજા દિવસે સાળંગપૂર થી રાત્રે દસેક વાગ્યે આવ્યા બાદ હત્યા ને અંજામ આપ્યો હતો.રાજકોટ થીજ માતા પિતા ની હત્યા નો સમગ્ર પ્લાન ઘડી ને આવ્યા હોય લાગી રહ્યું છે.
હત્યા બાદ મિત્રો સાથે ફરવા ગયો
રેખાબેન અને કિશોરભાઈ નો એકનો એક પુત્ર વિમલ અને તેની પત્ની એ સાળંગપુર થી રાત્રે દસેક વાગ્યે આવ્યા હતા.એ સમયે વિમલ એ મિત્રો ને રાત્રે 11 વાગ્યા બાદ ચા પીવા જવાનું છે તેમ કહ્યું હતું. ઠંડે કલેજે હત્યા કર્યા બાદ પુત્ર વિમલ મિત્રો સાથે લગભગ 11.30 ના સુમારે ફરવા નીકળી ગયો હતો.
રાત્રે લગભગ 1.30 ના સુમારે તેમની ઉપર કઈંક બળી રહ્યા નો ફોન આવ્યો હતો.બાદ થોડી વાર રહીને બીજો ફોન આવ્યા બાદ તે મિત્રો સાથે ઘરે તળાજા આવવા રવાના થયો હતો.
આગ ની જાણ ફાયર ને થતા તળાજા ફાયર ટીમ આવી ગઈ હતી.સાથે નજીક માજ હોમગાર્ડ જવાનો ફરજપર હોય બનાવ ની જાણ પોલીસ ને કરી હતી.જેને લઈ પો.ઇ વી.આર.ચાવડા સ્ટાફ સાથે આવ્યા હતા.તેઓએ પુત્ર વિમલ ને પોલીસ સાથે અંદર આવવાનું કહેતા હું નહિ આવું,મને ડર લાગે,હું ન જોઈ શકું તેમ કહેલ. બહાર અંદર શુ બન્યું છે તેવાત થી તે અને તેની પત્ની અજાણ હોવાનો અને આરોપી હેતલબેન બેભાન થઈજતી હતી.
માતાપિતાની હત્યા કરી બજારમાં પાણીપુરી, ગોલાડિશ ખાતો જોવા મળ્યો
જે વ્યક્તિ ના માતા પિતા નું અચાનક જ આકસ્મિક નિધન થાય.તે વ્યક્તિ ગામમાં પાણીપુરી ખાવા ન જાય.મોત નો મલાજો પાળે. તેની સામે બનાવના ત્રીજા જ દિવસે સાંજે વિમલ ગાંધીજીના બાવલે પાણી પુરી ખાતો જોવા મળ્યો હતો. બાદ પાંચમા દિવસે ગોળાની ડિશ લેતો જોવા મળ્યો હતો.
આગ ડાયપરથી લગાવાઈ ?!
આરોપીએ કોઈ ક્રાઈમ સ્ટોરી જોઈ બુદ્ધિપૂર્વક માતા પિતાની હત્યાને અંજામ આપ્યો હોવો જોઈએનું માનવામાં આવે છે.પહેલા અલગ અલગ સ્થળે હત્યા કર્યા બાદ બંનેને એકસાથે નગ્ન હાલત મા સુવરાવી દેવામાં આવ્યા બાદ આગથી મૃત્યુ થયું હોય તેમ પોલીસને આડેપાટે ચળવવા માટેની ઉપર થી આગ લગાવી હતી.એ આગ લગાવવા માટે ડાયપરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું રિપોર્ટ આવી રહ્યું છે.એ ડાયપર અહીંના મેડિકલમાંથી રાત્રે જ ખરીદવામાં આવ્યું હતું.
‘ગાળ કેમ દેવાય’? SPને રજુઆત કરી હતી
સોની દંપતિ ની જે રીતે લાશો જોવા મળી હતી.એ જોઈને પહેલેથી જ પોલીસને પુત્ર અને પુત્રવધુ પર શંકાહતી.એટલે પોલીસ તપાસ ના કામે ગઈ ત્યારે પોલીસે ગેરવર્તન કર્યાની રાવ લઈ આરોપી પતિ પત્ની ભાવનગર જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરવા દોડી ગયા હતા.એટલું જ નહિ એક દિવસ સાંજે મહિલા આરોપી પોલીસ મથકે પહોંચી પોલીસ અધિકારી ને ઉધડો લેવાનો પ્રયાસ કર્યો હતો.
4 વર્ષથી રાજકોટમાં રહેતો આરોપી પુત્ર ફર્નીચરના શો-રૂમમાં નોકરી કરે છે
ભાવનગરના તળાજામાં માતા અને પિતાને જીવતા સળગાવી દેવાના બનાવમાં મોટો ઘટસ્ફોટ થયો હતો અને તેમના જ પુત્ર-પુત્રવધુએ તેમની હત્યા કર્યાનું ખુલતા ચકચાર મચી ગઈ હતી. વધુમાં મળેલ વિગત આરોપી વિમલ વૈઠા અને તેની પત્ની હેતલબેન વૈઠા સાથે તળાજાથી 4 વર્ષ પહેલા જ રાજકોટ રહેવા આવ્યા છે. જેમાં વિમલ રાજકોટ શહેરમાં આવેલ ફર્નીચરના શોરૂમમાં નોકરી કરતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

