Panchmahal ,તા,05
પંચમહાલ જિલ્લામાં મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે કોરિડોર પર ગોધરા નજીક એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં કારમાં સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યા છે, જ્યારે પરિવારની એક પુત્રીનો આબાદ બચાવ થયો છે.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત ગોધરાના ભાટપુરા ગામ નજીક સર્જાયો હતો. સુરતથી કાર મારફતે પોતાના વતન મુડાવડેખ જઈ રહેલો આ પરિવાર જ્યારે ભાટપુરા પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેમની કાર કોઈ અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

