Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શ્રી ૐકારેશ્વરં જ્યોતિર્લિંગની કથા ભાગ-૨

    August 22, 2026

    Ahmedabad: નિકોલના નકલી દારૂ કૌભાંડમાં વધુ એક ધરપકડ

    August 22, 2026

    Surat: આંજણાફાર્મમાં લુમ્સના ખાતા અને ગોડાઉનમાં વિકરાળ આગ

    August 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શ્રી ૐકારેશ્વરં જ્યોતિર્લિંગની કથા ભાગ-૨
    • Ahmedabad: નિકોલના નકલી દારૂ કૌભાંડમાં વધુ એક ધરપકડ
    • Surat: આંજણાફાર્મમાં લુમ્સના ખાતા અને ગોડાઉનમાં વિકરાળ આગ
    • Surat: ભેસ્તાનમાં બાળકોની જૂની અદાવતમાં યુવકની ક્રૂર હત્યા
    • Ahmedabad: અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું ચાંદીની પાદુકાનું દાન
    • Ahmedabad: નિકોલમાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ
    • Aravalli: રોડ અકસ્માતથી લકવાગ્રસ્ત બનેલા દીપડાને નવજીવન અપાયું
    • Ahmedabad ના ચાંદખેડામાં પાન પાર્લરના સંચાલક પર હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, August 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»લાપતા લેડિઝના સ્ટ્રગલિંગ અભિનેતાએ નોંધાવી FIR
    મનોરંજન

    લાપતા લેડિઝના સ્ટ્રગલિંગ અભિનેતાએ નોંધાવી FIR

    Vikram RavalBy Vikram RavalAugust 22, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સતેન્દ્રનો દાવો છે કે તેમને ૩ લાખ રૂપિયા ફી નક્કી થઈ હતી, પરંતુ તેમની શારીરિક રચનાની મજાક ઉડાવવામાં આવી હતી

    Mumbai, તા.૨૨

    ફિલ્મ લાપતા લેડીઝમાં પોતાના અભિનયથી જાણીતા બનેલા એક્ટર સતેન્દ્ર સોનીએ ફિલ્મમેકર પુષ્પેન્દ્ર સિંહ અને તેમની પત્ની તથા એક્ટ્રેસ પ્રગતિ ચૌહાણ વિરુદ્ધ ઝીરો હ્લૈંઇ નોંધાવી છે. એક્ટરે આ દંપતી પર બાકી નાણાં ન આપવા, મારપીટ કરવી, ધમકી આપવી, ગેરકાયદેસર રીતે બાનમાં રાખવા અને અપમાનિત કરવા જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. આ સમગ્ર ઘટના તેમની આગામી ફિલ્મ પેડ પાલકીના શૂટિંગ દરમિયાન બની હોવાનું સામે આવ્યું છે.

    સતેન્દ્ર સોનીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ એક સ્ટ્રગલિંગ એક્ટર છે અને એક્ટિંગ જ તેમની કમાણીનું એકમાત્ર સાધન છે. તેમણે પોતાને શારીરિક વામનતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. આશરે દોઢ વર્ષ પહેલાં તેમની મુલાકાત ફિલ્મમેકર પુષ્પેન્દ્ર સિંહ સાથે થઈ હતી. ત્યારબાદ એપ્રિલ ૨૦૨૬માં તેમને પેડ પાલકી ફિલ્મ માટે રોલ ફાઇનલ કરીને દરરોજના ૩૦ હજાર રૂપિયા લેખે કુલ ૩ લાખ રૂપિયા ફી નક્કી કરવામાં આવી હતી. તેમને ૫૦ હજાર રૂપિયા એડવાન્સ આપવામાં આવ્યા હતા અને બાકીના નાણાં શૂટિંગ દરમિયાન હપ્તામાં આપવાનું વચન અપાયું હતું, પરંતુ મધ્યપ્રદેશમાં શૂટિંગ શરૂ થતાં જ સ્થિતિ બદલાઈ ગઈ હતી.

    એક્ટરે આક્ષેપ કર્યો છે કે શૂટિંગ લોકેશન પર ભારે ગેરવ્યવસ્થા હતી. કલાકારો માટે શરૂઆતમાં વેનિટી વેન નહોતી, સાફ-સફાઈની યોગ્ય સુવિધા નહોતી અને વાસી ખોરાક પીરસવામાં આવતો હતો. આ ઉપરાંત, શૂટિંગ દરમિયાન તેમની શારીરિક રચના અને નાના કદની મજાક ઉડાવવામાં આવી હતી. સ્થાનિક લોકો તેમની પરવાનગી વગર તેમને ઊંચકીને ફોટા પાડતા હતા અને પ્રોડક્શન ટીમે તેમની સુરક્ષા અંગે કોઈ ધ્યાન આપ્યું નહોતું. જ્યારે તેમણે આ બાબતે વિરોધ નોંધાવ્યો ત્યારે ડાયરેક્ટરની પત્ની પ્રગતિ ચૌહાણે તેમને ગાળો આપીને અપમાનિત કર્યા હતા.

    સતેન્દ્રનો દાવો છે કે આ સતત માનસિક ત્રાસને કારણે તેમને પેનિક અટેક આવ્યો હતો. શૂટિંગ લોકેશન પર કોઈ તબીબી સુવિધા નહોતી અને ૧૬ કલાક કામ કરાવવા છતાં ખાવામાં માત્ર એક સમોસું આપવામાં આવ્યું હતું. જ્યારે તેમણે અને ફિલ્મના લીડ એક્ટર શ્રીધર દુબેએ પ્રોજેક્ટ છોડવાનો નિર્ણય કર્યો, ત્યારે તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. ડાયરેક્ટરે આત્મહત્યા કરીને સુસાઇડ નોટમાં નામ લખી દેવાની અને તેમની પત્નીએ ખોટા કેસમાં ફસાવી દેવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આરોપ છે.

    ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી અને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. એક્ટર્સે પોતાની બાકી નીકળતી ફી ચૂકવવાની માંગ કરી હતી, પરંતુ કોઈ સહમતી સધી શકાઈ નહોતી. આખરે પોલીસ સુરક્ષા વચ્ચે સતેન્દ્ર સોની અને અન્ય કલાકારો મુંબઈ પરત ફર્યા હતા.

    મુંબઈ પહોંચીને સતેન્દ્રએ ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી)ની વિવિધ કલમો હેઠળ ઝીરો હ્લૈંઇ નોંધાવી છે.

    હાલમાં આ મામલે એક્ટરના આરોપો જ સામે આવ્યા છે, જ્યારે ફિલ્મમેકર પુષ્પેન્દ્ર સિંહ અને પ્રગતિ ચૌહાણ પક્ષ તરફથી સ્પષ્ટતા આવવાની બાકી છે.

    film Lapata Ladies FIR
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSalman Khan ની માલિકીનાં જિમમાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી
    Next Article Pakistan સરકારે રાવલપિંડીમાં પાકિસ્તાની સેનાની ત્રણ કંપનીઓને છ મહિના માટે તૈનાત કરવાની મંજૂરી આપી
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Actress Poonam Dhillon ને ડેન્ગ્યુથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે

    August 22, 2026
    મનોરંજન

    Salman Khan ની માલિકીનાં જિમમાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી

    August 22, 2026
    મનોરંજન

    Abhishek Bachchan ની હીરોઈન, સલમાન સાથે કામ કરતાં જ રાતોરાત બની ગઈ સ્ટાર

    August 22, 2026
    મનોરંજન

    Film Toxic એ એડવાન્સ બુકિંગમાં કરી છપ્પરફાડ કમાણી

    August 22, 2026
    મનોરંજન

    Actress Aanchal Khurana એ એક એવો ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે મનોરંજન જગતમાં હડકંપ મચી ગયો છે

    August 22, 2026
    મનોરંજન

    Govinda નો પુત્ર Yashvardhan Ahuja એકતા કપૂરની આગામી હોરર-કોમેડી ફિલ્મ “હીરો કી હોરરિન” થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે

    August 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹162,990
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,410
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹244,640
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-08-2026 19:57
    Categories
    Latest News

    શ્રી ૐકારેશ્વરં જ્યોતિર્લિંગની કથા ભાગ-૨

    August 22, 2026

    Ahmedabad: નિકોલના નકલી દારૂ કૌભાંડમાં વધુ એક ધરપકડ

    August 22, 2026

    Surat: આંજણાફાર્મમાં લુમ્સના ખાતા અને ગોડાઉનમાં વિકરાળ આગ

    August 22, 2026

    Surat: ભેસ્તાનમાં બાળકોની જૂની અદાવતમાં યુવકની ક્રૂર હત્યા

    August 22, 2026

    Ahmedabad: અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું ચાંદીની પાદુકાનું દાન

    August 22, 2026

    Ahmedabad: નિકોલમાં લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ

    August 22, 2026
    Search
    Main News

    ૧ લાખ શાળાઓમાં માત્ર એક શિક્ષક,સુવિધાઓ જમીન પર કેમ નહીં?

    August 22, 2026

    ૨૦૦૫ના Sohrabuddin Fake Encounter Case માં નવો વળાંક, હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

    August 22, 2026

    વિદેશ મંત્રી S. Jaishankar ઓગસ્ટના અંતમાં રશિયા પહોંચશે આર્થિક અને સહયોગના અન્ય ક્ષેત્રોની સમીક્ષા કરશે

    August 22, 2026

    ન્યાયાધીશો ભગવાન નથી, દરેક નિર્ણય સાચો હોઈ શકતો નથી;Judge Sanjay Karol

    August 22, 2026

    માત્ર ન્યાય-નોમિક્સ જ અર્થતંત્રમાં વૃદ્ધિને વેગ આપશે”: CJI Suryakant

    August 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શ્રી ૐકારેશ્વરં જ્યોતિર્લિંગની કથા ભાગ-૨

    August 22, 2026

    Ahmedabad: નિકોલના નકલી દારૂ કૌભાંડમાં વધુ એક ધરપકડ

    August 22, 2026

    Surat: આંજણાફાર્મમાં લુમ્સના ખાતા અને ગોડાઉનમાં વિકરાળ આગ

    August 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.