વિદ્યાર્થીઓને સાથે રાખી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આવેદન પાઠવ્યું
(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૩ઃ
મહેન્દ્રનગર આઈટીઆઈ અને એલ ઈ કોલેજ પાસે આજે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો રોડ ક્રોસ કરવા માટેનું ડીવાઈડર બંધ કરવા તેમજ સ્પીડ બમ્પ ના હોવાથી અકસ્માતો થતા રહે છે ગઈકાલે બે વિદ્યાર્થીઓ બાઈક લઈને રોડ ક્રોસ કરતા હતા ત્યારે ટ્રક ચાલકે અકસ્માત કર્યો હતો જેથી વિદ્યાર્થીઓનો રોષ ભભૂક્યો હતો
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ એલ.ઈ.કોલેજ (ડીપ્લોમાં અને પાસે આજે વિદ્યાર્થીઓએ ર્રાસ્તા રોકી ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો વિદ્યાથીઓના જણાવ્યા અનુસાર કોલેજ અને બસ સ્ટેન્ડ વચ્ચે રોડ ક્રોસ માટે અગાઉ ડીવાઈડરમાં કટ (ક્રોસિંગ) હતું જે બંધ કરી દીધું છે અને રોડની બંને બાજુ સ્પીડ બમ્પ મુકવામાં આવ્યા નથી જેથી વિદ્યાર્થીઓને અવારનવાર અકસ્માતો સર્જવાનો ભય રહે છે વિદ્યાર્થીઓના ચક્કાજામને પગલે રોડ પર વાહનોની કતારો લાગી હતી
વિદ્યાર્થીઓને સાથે રાખી , યુથ કોંગ્રેસ અને શહેર કોંગ્રેસની રજૂઆત
વિદ્યાર્થીઓના પ્રશ્નને પગલે , યુથ કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ આગેવાનો દોડી આવ્યા હતા વિદ્યાર્થીઓને સાથે રાખી કલેકટર કચેરીએ આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી જેમાં એલ ઈ કોલેજ અને આઈટીઆઈ પાસે ચાર માસથી રોડ ક્રોસ માટેનું ડીવાઈડર બંધ કરવામાં આવ્યું છે જેથી રોડ ક્રોસ કરવા માટે અવ્યવસ્થા સર્જાય છે અને અકસ્માતના બનાવો બને છે જેથી વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લઈને કોલેજ સામેનું ડીવાઈડર ખોલવામાં આવે તેમજ કોલેજ પહેલા અને પછી સ્પીડ બ્રેકર મુકવા માંગ કરવામાં આવી હતી

