Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026

    01 મે નું પંચાંગ

    April 30, 2026

    01 મે નું રાશિફળ

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!
    • 01 મે નું પંચાંગ
    • 01 મે નું રાશિફળ
    • Ukraine રશિયાની અંદર એક તેલ પ્લાન્ટને નિશાન બનાવીને હુમલો કર્યો
    • America and Iran વચ્ચે મોટા યુદ્ધની તૈયારીઆો, ટ્રમ્પે યુદ્ધવિરામનો ઇનકાર કર્યો
    • Krishna Abhishek ના પુત્રો પહેલી વાર તેમની કાકી સુનિતાને મળ્યા
    • હું મારી પરંપરાઓને વળગી રહેવાનો પ્રયાસ કરું છું,Actress Priyanka Chopra
    • Bipasha Basu એ પતિ કરણ સિંહ ગ્રોવર સાથે પોતાની ૧૦મી લગ્ન વર્ષગાંઠ ઉજવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સૂર્ય દેવતાનો આકરો મિજાજ : રાજકોટ સહિત 9 જિલ્લામાં આજે ‘Red alert’
    ગુજરાત

    સૂર્ય દેવતાનો આકરો મિજાજ : રાજકોટ સહિત 9 જિલ્લામાં આજે ‘Red alert’

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 11, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot, તા. 11
    સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઉનાળો આરંભે જ અતિ આકરો બની ગયો છે અને બે દિ’માં જ તાપમાન 1 થી 7 ડિગ્રી વધી ગયું છે. ગઇકાલે ‘યલો’ બાદ આજે રાજકોટ, અમદાવાદ સહિત 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. દરમ્યાન ગઇકાલે રાજકોટ ઉપરાંત આઠ સ્થળોએ તાપમાન 40 થી 42 ડિગ્રી વચ્ચે નોંધાતા લોકો શેકાયા હતા.

    ગઇકાલે ભુજ ખાતે 42, રાજકોટમાં 41.7, સુરતમાં 41.8, અમરેલીમાં 40, અમદાવાદમાં 40.4, વડોદરામાં 49.8, ભાવનગરમાં 39.2, ડાંગમાં 41.4, ગાંધીનગરમાં 40.4, પોરબંદરમાં 39.2 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતું.

    જયારે ઉનાળાના તાપમાનમાં આગમન વચ્ચે વધારા-ઘટાડાનો દૌર ચાલી રહ્યો છે. એક દિવસ તાપમાન વધે છે તો બીજા દિવસ ઘટે છે. મંગળવારે સવારે જામનગરમાં પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો સડસડાટ  37.9 ડીગ્રીએ પહોંચી ગયો હતો.

    હોળી પહેલા ગરમીનો પારો 37 ડિગ્રીથી વધતા શહેરીજનો આકરા તાપથી તોબા પોકારી ઉઠ્યા હતાં. માર્ચ માસના બીજા સપ્તાહના પ્રારંભે ઉનાળાએ ગતિ પકડતા બપોરે અંગ દઝાડતા તાપના કારણે લોકોએ કામ વગર ઘરની બહાર જવાનું ટાળ્યું હતું.

    આગામી સમયમાં હિટવેવ સાથે કાળજાળ ગરમી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાન 20.6 ડીગ્રીએ સ્થિર રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 18 ટકા ઘટીને 55 ટકા રહ્યું હતું.

    પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ 6.2 કીમી રહી હતી. બેવડી ઋતુના કારણે શહેરમાં મચ્છરોનો ત્રાસ વધતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના જિલ્લામાં ગરમીનો પારો હાઈ જતો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે (11મી માર્ચે) 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

    આ ઉપરાંત આગામી 2-3 દિવસ તાપમાનનો પારો 40-42 ડિગ્રી રહેવાનો અંદાજ છે. જ્યારે છેલ્લા સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં તીવ્ર ગરમી અને સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળ્યું હતું.

    હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આજે 11મી માર્ચ, 2025ના કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરા અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં હીટવેવની આગાહી છે. જેમાં કચ્છ, મોરબી, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને સુરત જિલ્લામાં હીટવેવની ચેતવણીને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

    આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી છે.  તથા રાજ્યમાં આગામી 2-3 દિવસ ગરમીનો પારો હાઈ રહેવાની સંભાવના છે, ત્યારે 12 માર્ચ, 2025ના રોજ રાજ્યના ચાર જિલ્લામાં હીટવેવની ચેતવણીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, રાજકોટ, કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવની આગાહી છે.

    રાજ્યમાં આગામી ચાર દિવસ હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે, ત્યારે હીટવેવના કારણે શું અસર થાય છે તે જાણીએ. હીટવેવમાં ઉચ્ચ તાપમાન, લાંબા સમય સુધી સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેલા અથવા ભારે કામ કરતાં લોકોમાં ગરમીની બીમારીના લક્ષણોની શક્યતા વધી જાય છે. જેમાં નબળા લોકો સહિત બાળકો, વૃદ્ધો ક્રોનિક રોગ ધરાવતા લોકોમાં આરોગ્યની ચિંતા રહે છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Ukraine રશિયાની અંદર એક તેલ પ્લાન્ટને નિશાન બનાવીને હુમલો કર્યો

    April 30, 2026
    આંતરરાષ્ટ્રીય

    America and Iran વચ્ચે મોટા યુદ્ધની તૈયારીઆો, ટ્રમ્પે યુદ્ધવિરામનો ઇનકાર કર્યો

    April 30, 2026
    સૌરાષ્ટ્ર

    Veraval: રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

    April 30, 2026
    સૌરાષ્ટ્ર

    Gir Somnath Collectorના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026
    સૌરાષ્ટ્ર

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી

    April 30, 2026
    રાજકોટ

    43 ડિગ્રી સાથે Rajkot ફરી સૌથી ગરમ

    April 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026

    01 મે નું પંચાંગ

    April 30, 2026

    01 મે નું રાશિફળ

    April 30, 2026

    Ukraine રશિયાની અંદર એક તેલ પ્લાન્ટને નિશાન બનાવીને હુમલો કર્યો

    April 30, 2026

    America and Iran વચ્ચે મોટા યુદ્ધની તૈયારીઆો, ટ્રમ્પે યુદ્ધવિરામનો ઇનકાર કર્યો

    April 30, 2026

    Krishna Abhishek ના પુત્રો પહેલી વાર તેમની કાકી સુનિતાને મળ્યા

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026

    01 મે નું પંચાંગ

    April 30, 2026

    01 મે નું રાશિફળ

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.