Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026

    01 મે નું પંચાંગ

    April 30, 2026

    01 મે નું રાશિફળ

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!
    • 01 મે નું પંચાંગ
    • 01 મે નું રાશિફળ
    • Ukraine રશિયાની અંદર એક તેલ પ્લાન્ટને નિશાન બનાવીને હુમલો કર્યો
    • America and Iran વચ્ચે મોટા યુદ્ધની તૈયારીઆો, ટ્રમ્પે યુદ્ધવિરામનો ઇનકાર કર્યો
    • Krishna Abhishek ના પુત્રો પહેલી વાર તેમની કાકી સુનિતાને મળ્યા
    • હું મારી પરંપરાઓને વળગી રહેવાનો પ્રયાસ કરું છું,Actress Priyanka Chopra
    • Bipasha Basu એ પતિ કરણ સિંહ ગ્રોવર સાથે પોતાની ૧૦મી લગ્ન વર્ષગાંઠ ઉજવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar: હૃદયનાં વાલ્વનું કરાયું સફળ ઓપરેશન
    સૌરાષ્ટ્ર

    Surendranagar: હૃદયનાં વાલ્વનું કરાયું સફળ ઓપરેશન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 31, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar,તા.31

    “સ્વસ્થ નાગરિક એ જ સ્વસ્થ પરિવાર, સ્વસ્થ સમાજ અને સ્વસ્થ રાષ્ટ્રનો આધાર છે.” આથી દેશનાં નાગરિકોની આરોગ્ય સંપદાને સુરક્ષિત અને સુદ્રઢ બનાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને આરોગ્ય વિષયક જરૂરી તમામ સવલતો પૂરી પાડવામાં આવી રહી છે. સરકારના સતત માર્ગદર્શન અને નવીન ટેકનોલોજીના કારણે આજે લાખો નાગરીકોને મોંઘી અને જટીલ સારવાર રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે અને સરળતાથી મળી રહી છે.

    ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં દિશા – નિર્દેશ હેઠળ રાજ્યના પ્રજાજનોને આરોગ્યની ઉત્તમ સગવડો અને સારવાર મળી રહે તે માટે સચોટ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં મહારાષ્ટ્રની એક પરિણીતાનાં હૃદયનાં વાલ્વનું ખાનગી હોસ્પિટલમાં વિનામૂલ્યે સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

    હાલ મહારાષ્ટ્રનાં રહેવાસી એવા સેજલબેન ભરવાડને હૃદયનાં વાલ્વની બીમારી હતી. ઘણી બધી હોસ્પિટલમાં તપાસ કરી પણ ઓપરેશન શક્ય ન બન્યું. આખરે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી સી.યુ.શાહ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે સારવાર મેળવી ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું.

    સેજલબેનનાં સસરા મેરાભાઈ ભરવાડ જણાવે છે કે, “અમે મહારાષ્ટ્રમાં રહી માલધારીનો વ્યવસાય કરીએ છીએ. મહારાષ્ટ્ર, ભાવનગરમાં પણ ઘણા બધા ડોકટરોને બતાવ્યું પણ ઓપરેશન થઈ શક્યું નહિ. અમે સુરેન્દ્રનગર આવ્યા અને સી.યુ.શાહ મેડીકલ કોલેજ અને હોસ્પિટલમાં બતાવ્યું. ત્યાંના ડોકટરે અમને હૈયાધારણા આપી અને ઓપરેશન સરળતાથી વિનામૂલ્યે થઈ જશે તેવું કહેતા અમને રાહત મળી હતી. એક મહિનામાં ઓપરેશન પણ થઈ ગયું. હાલ અમારા પુત્રવધુની તબિયત સારી છે. સરકાર અને આયુષ્માન કાર્ડની મદદથી એક પણ રૂપિયાનો ખર્ચ ઓપરેશનમાં થયો નથી. અમને ખુબ જ સારી સારવાર અને સગવડ મળી છે. આ માટે હું અને મારો પરિવાર ગુજરાત સરકારનાં ખુબ ખુબ આભારી છીએ.”

    સેજલબેને સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “મને ખુબ સારી સારવાર મળી છે. હોસ્પિટલનાં સ્ટાફ પણ સારી દરકાર લે છે. લાખોનાં ખર્ચે થતું ઓપરેશન આયુષ્માન કાર્ડની મદદથી મારે મફત થયું છે. આ માટે હું સરકારનો ખુબ ખુબ આભાર માનું છું.”

    અત્રે ઉલ્લેખનીય છે કે, આયુષ્માન કાર્ડધારક નાગરિકો દેશમાં કોઈપણ રાજ્યમાં જઈ કાર્ડ સાથે સંલગ્ન સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં નિયત સારવાર વિનામૂલ્ય મેળવી શકે છે.

    આયુષ્માન ભારત પીએમ-જેએવાય હેઠળ આયુષ્માન કાર્ડ નિર્માણએ સૌથી મૂળભૂત પ્રવૃત્તિ છે અને આ યોજના હેઠળ દરેક લાભાર્થીને આયુષ્માન કાર્ડ મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી – જન આરોગ્ય યોજના (એબી પીએમ-જેએવાય) હેઠળ દેશભરમાં ૩૬ કરોડ થી વધુ, ગુજરાતમાં ૨૬૬.૩ લાખ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ૭.૫૭ લાખ થી વધુ આયુષ્માન કાર્ડ થકી નાગરિકોને આરોગ્ય કવચ પ્રદાન કરવામાં આવ્યું છે.

    ભારત સરકારની આરોગ્ય યોજનાઓની સંતૃપ્તિ સુનિશ્ચિત કરવાના હેતુથી શરૂ કરવામાં આવેલી આયુષ્માન ભવ અભિયાન હેઠળની આ એક મુખ્ય પ્રવૃત્તિ છે. આયુષ્માન કાર્ડમાં સમાવિષ્ટ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીનારાયણને તદન મફત અને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. સરકાર દ્વારા આરોગ્ય સુખાકારી માટે બહુમુલ્ય કાર્ય કરવામાં આવી રહ્યુ છે, જે સરાહનીય છે.

    દેશનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશનાં નાગરીકોનાં આરોગ્ય સુખાકારીની દરકાર લઈને “આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના” દેશભરમાં અમલી બનાવી છે. આયુષ્માન ભારત અંતર્ગત દેશવાસીઓને આરોગ્ય કવચ પૂરું પાડતી “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY)” એ વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે. જેનો ઉદ્દેશ્ય ગરીબ અને નબળા પરિવારોને પ્રતિ વર્ષ ૦૫ લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો પ્રદાન કરવાનો છે.

     સાફલ્યગાથા:- ભાવિકા લીંબાસીયા

    Surendranagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ… યુપીઆઇ એક સંભવિત વૈશ્વિક ઉકેલ

    April 30, 2026
    સૌરાષ્ટ્ર

    Veraval: રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

    April 30, 2026
    સૌરાષ્ટ્ર

    Gir Somnath Collectorના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026
    સૌરાષ્ટ્ર

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી

    April 30, 2026
    ધાર્મિક

    Narasimha એ ભગવાન વિષ્ણુનું અત્યંત ક્રોધાયમાન સ્વરૂપ છે, એટલે એને ચંદનનો લેપ કરવો પડે‌ છે!

    April 29, 2026
    ધાર્મિક

    શ્રીરામ દ્વારા માતા સીતાનો ત્યાગ અવિશ્વાસ નહીં, પરંતુ રામરાજ્યની જરૂરિયાત હતી

    April 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026

    01 મે નું પંચાંગ

    April 30, 2026

    01 મે નું રાશિફળ

    April 30, 2026

    Ukraine રશિયાની અંદર એક તેલ પ્લાન્ટને નિશાન બનાવીને હુમલો કર્યો

    April 30, 2026

    America and Iran વચ્ચે મોટા યુદ્ધની તૈયારીઆો, ટ્રમ્પે યુદ્ધવિરામનો ઇનકાર કર્યો

    April 30, 2026

    Krishna Abhishek ના પુત્રો પહેલી વાર તેમની કાકી સુનિતાને મળ્યા

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026

    01 મે નું પંચાંગ

    April 30, 2026

    01 મે નું રાશિફળ

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.