સ્ટુડન્ટ પોલીસ કેડેટની પ્રવૃત્તિ અંગે બનાવાયેલ ગ્રુપમાં વાલી તરીકે જોડાયેલ શખ્સે બિભત્સ ફોટો અપલોડ કર્યા’તા
Gondal,તા.05
ગોંડલની એક શાળાના વિદ્યાર્થીનીઓના વાલીઓના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટા મોકલવા મામલે પોલીસે સુરેન્દ્રનગરના 37 વર્ષીય સમીર કાદરભાઈ આરબની આરોપીની ધરપકડ કરી છે.
ગોંડલની શાળામાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ (એસપીસી)ની પ્રવૃત્તિ અંતર્ગત ધોરણ 9ની વિદ્યાર્થીનીઓના વાલીઓ માટે વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. 30 મે, 2024ના રોજ આ ગ્રુપમાં 9904833303 નંબર પરથી બિભત્સ ફોટા અપલોડ કરવામાં આવ્યા હતા.પીઆઈ એલ.આર. ગોહિલના જણાવ્યા મુજબ, આરોપી વાલી તરીકે ગ્રુપમાં જોડાયેલા હતા. તેમણે પૂછપરછમાં કહ્યું કે મોબાઈલમાં કોઈ એપ્લિકેશન પર ભૂલથી ટચ થતાં ફોટા અજાણતાં શેર થઈ ગયાની કબુલાત આપી હતી.

