Surendranagar તા.15
ક્ષેત્રીય વન વિભાગના નાયબ વન સંરક્ષક ડો. તુષાર પટેલની સુચનાથી મુળી રેન્જ ફોરેસ્ટ ઓફીસર પ્રવિણસિંહ ચૌહાણ સહિતની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. જેમાં મુળી તાલુકાના વડધ્રા ગામની ચોકડી પાસે લાકડા ભીને શંકાસ્પદ પસાર થતી બોલેરો પીકઅપ નજરે પડતા તેને અટકાવી તપાસ કરાઈ હતી. જેમાં પીકઅપમાં લીંબડા તથા અન્ય વૃક્ષોના લીલા લાકડાઓ નજરે પડયા હતા.
આ અંગે ચાલક મુળી તાલુકાના પલાસા ગામના હરી શેખાભાઈ કલોતરાની પુછપરછ કરતા તેણે અને લાકડાના વેપારી પલાસાના રાજુ નાગરભાઈ સારલાએ મુળી તાલુકાના કળમાદ ગામની સીમમાંથી વગર પરવાનગીએ લાકડા કાપ્યા હતા. આથી લાકડા અને બોલેરો પીકઅપ સહિત રૂપીયા 6.50 લાખનો મુદ્દામાલ કબજે કરી બન્ને આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કામગીરીમાં દાનુભા ગોહીલ, ભરતભાઈ મીયાત્રા, મનસુખભાઈ સાકરીયા સહિતનાઓ જોડાયા હતા.

