Sutrapada,તા.16
ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી ગુજરાત શાખા દ્રારા દર વર્ષે સારી સેવાકીય કામગીરી બદલ એવોર્ડ આપવામાં આવે છે જે અંતર્ગત વર્ષ-2022-23 માં ચાર અને -2023-24 માં ઍક એમ કુલ પાંચ એવોર્ડ સારી સેવાકીય પ્રવૃત્તિ બદલ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા શાખાની ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી તાલુકા શાખાના શ્રેષ્ઠ સેવાકીય કામગીરી કરવા બદલ આપવામાં આવેલ છે.
અલગ અલગ કેટેગરીમાં પાંચ એવોર્ડ રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવવત અને ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી ગુજરાતના ચેરમેન અજયભાઇ પટેલના હસ્તે ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખાના ચેરમેન અજયભાઇ બારડ ને આપવામાં આવેેલ છે. આ સભારંભમાં સમગ્ર ગુજરાતમાંથી ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી શાખાના પ્રતિનિધિઓં હાજર રહ્યા હતા,
આ તકે સુત્રાપાડા તાલુકા શાખાના ચેરમેન અજયભાઇ બારડ દ્રારા જણાવેેલકે, ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા હરહંમેશા આપાતકાલીન પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોની મદદ માટે તૈયાર રહેશે તેમ જણાવેલ હતું.

