Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    September 25, 2026

    આજનું રાશિફળ

    September 25, 2026

    પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!

    September 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!
    • Rajkot ભગવતીપરામાં ગૃહકલેશથી પરણિતાનો આપઘાતનો પ્રયાસ
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં આડેઘડ પાર્કિંગ કરનારને ટ્રાફિકે દંડ ફટકાર્યા
    • Rajkot: ચડ્ડો પહેરી શેરીમા રખડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ ત્રણ મહિલા સહિત ૪ ઘવાયા
    • Rajkot: વર્ધમાન ગ્રીન બિલ્ડિંગના ૯ માળે થી પરિણીતાએ મોતની છલાગ લગાવી
    • Rajkot: બે ચેક રિટર્ન કેસમાં બિલ્ડરની સજા યથાવત, સેશન્સ કોર્ટે અપીલ ફગાવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarના બેડી વિસ્તારમાં બહેનના મોતના દુઃખની વાતે બોલાચાલી થતાં તલવારો ઉછળી
    જામનગર

    Jamnagarના બેડી વિસ્તારમાં બહેનના મોતના દુઃખની વાતે બોલાચાલી થતાં તલવારો ઉછળી

    Vikram RavalBy Vikram RavalAugust 8, 2026Updated:August 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ત્રણ શખ્સોએ યુવક પર તલવારથી હુમલો કર્યોઃમાથામાં, હાથ અને બંને પગમાં ઇજા

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૮

    જામનગરના ધરાનગર વિસ્તારમાં બહેનના દસ વર્ષ પહેલાં થયેલા મોતની વાતને લઈને બનેવી સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખી ત્રણ શખ્સોએ એક યુવક પર તલવાર વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. હુમલામાં યુવકના માથા, ડાબા હાથ તથા બંને પગમાં ગંભીર ઇજાઓ થતાં તેને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.

    આ બનાવ અંગે ધરાનગર-૧ વિસ્તારમાં રહેતા સમીલ ઈસ્માઈલભાઈ હાલેપોત્રા (ઉ.વ.૨૮)એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તા.૧ ઓગસ્ટના રોજ સમીલ તેના બનેવી સાકીમ જુસબભાઈ ગજણ સાથે જામનગરના વામ્બે આવાસ વિસ્તારમાં મિત્રને ત્યાં ગયો હતો. ત્યાં તેની બહેન ગુલબાનુ, જેનું આશરે દસ વર્ષ પહેલાં અવસાન થયું હતું, તેના મોતના દુઃખની વાતને લઈને બનેવી સાકીમ સાથે બોલાચાલી થતાં સમીલ તેને ત્યાં જ મૂકી ઘરે પરત આવ્યો હતો.

    ફરિયાદ મુજબ રાત્રિના આશરે દસ વાગ્યાના અરસામાં સાકીમનો મોટો ભાઈ ઇમ્તીયાઝ જુસબ ગજણ સમીલના ઘરે આવ્યો હતો અને સાકીમ સાથે કેમ બોલાચાલી કરી તેમ કહી ગાળો આપવા લાગ્યો હતો. સમીલે ગાળો આપવાની ના પાડતાં ઇમ્તીયાઝે હાથમાં રહેલી તલવારથી તેના માથામાં એક ઘા માર્યો હતો. જેના કારણે સમીલ નીચે પડી ગયો હતો.

    દરમિયાન સાકીમ તથા તેના પિતા જુસબ જુમા ગજણ પણ તલવાર લઈને આવી પહોંચ્યા હતા. સાકીમે તલવારથી હુમલો કરતાં સમીલે તલવાર પકડી લેતાં તેના ડાબા હાથમાં ઇજા થઈ હતી. ત્યારબાદ જુસબ જુમાએ ધાર વગરની તલવારથી સમીલના બંને પગમાં એક-એક ઘા મારતાં લોહી નીકળવા લાગ્યું હતું.

    હુમલા દરમિયાન સમીલનો નાનો ભાઈ સાદીક તથા માતા મીમીબેન વચ્ચે આવી જતાં વધુ મારમાંથી તેને છોડાવ્યો હતો. ત્યારબાદ માતાએ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવતાં સમીલને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. સારવાર દરમિયાન માથામાં છથી આઠ ટાંકા, ડાબા હાથમાં ચાર ટાંકા તથા બંને પગમાં ત્રણ-ત્રણ ટાંકા લેવામાં આવ્યા હતા.

    ફરિયાદ મુજબ સારવાર બાદ રજા મળ્યા પછી સમીલ ઘરે પરત આવ્યો હતો. આ બનાવ અંગે ઇમ્તીયાઝ જુસબ ગજણ, સાકીમ જુસબભાઈ ગજણ અને જુસબ જુમા ગજણ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ ૧૧૮(૧), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધાઈ છે. તેમજ હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarમાં ૧૩ લાખ સામે ૨૨ લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોની ઉઘરાણી, બે ચેક અને બાઇક પડાવી લીધા
    Next Article Sunil Tatkareને હટાવવાના સૂચન પર એનસીપીમાં ઉથલપાથલ, રાજ્ય પ્રમુખે કહ્યું, પીકેને પાર્ટી સલાહકારની જાણ નથી
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં માનસિક બીમારીથી પીડાતા ૨૬ વર્ષીય યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

    September 25, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલ પાસે કારમાંથી ૨ કિલો ગાંજો પકડાયો, પોરબંદરના બે શખ્સો ઝડપાયા

    September 25, 2026
    જામનગર

    Jamnagarના ગેરેજ સંચાલક પાસેથી લોન અપાવવાના બહાને ગૂગલ-પેથી રૂ.૧.૨૨ લાખ પડાવ્યા

    September 25, 2026
    જામનગર

    Jamnagarમાં તીનપત્તીનો જુગાર રમતા ૯ ઝડપાયા, રૂ.૧૩,૧૭૦ રોકડા જપ્ત

    September 25, 2026
    જામનગર

    Jamnagarમાં બ્યુટી પાર્લર સંચાલક મહિલાના નિવાસસ્થાનમાં રૂ.૩.૦૭ લાખની ચોરી

    September 25, 2026
    જામનગર

    Jamnagarમાં દીપક ટોકીઝથી દરબારગઢ સર્કલ સુધી મનપાની તવાઈ, બે ટ્રેક્ટર ભરી સામાન જપ્ત

    September 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,340
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,460
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-09-2026 07:38
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    September 25, 2026

    આજનું રાશિફળ

    September 25, 2026

    પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!

    September 25, 2026

    Rajkot ભગવતીપરામાં ગૃહકલેશથી પરણિતાનો આપઘાતનો પ્રયાસ

    September 25, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં આડેઘડ પાર્કિંગ કરનારને ટ્રાફિકે દંડ ફટકાર્યા

    September 25, 2026

    Rajkot: ચડ્ડો પહેરી શેરીમા રખડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ ત્રણ મહિલા સહિત ૪ ઘવાયા

    September 25, 2026
    Search
    Main News

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ, ચુંટણી પંચ

    September 25, 2026

    એસઆઇઆર વિવાદઃ Gyanesh Kumarના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસે દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યા

    September 25, 2026

    Mahadev Online Betting App હજુ પણ ચાલુ,૧૦ વર્ષમાં ૯૪ હજાર કરોડની કમાણી : ઇડી

    September 25, 2026

    બંગાળની Election જીતવા ભાજપે છૂટા હાથે ૨૮૭ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો

    September 25, 2026

    UNમાં Netanyahuના ભાષણનો જબરદસ્ત વિરોધ, માર્ગો પર ઊતર્યા હોલિવૂડ સ્ટાર્સ

    September 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    September 25, 2026

    આજનું રાશિફળ

    September 25, 2026

    પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!

    September 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.