Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું, ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા
    • Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું, ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું
    • Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત
    • Rajkotમાં પરણિત પ્રેમિકાએ સંબંધ તોડતા યુવકે સગાના ઘરે ફિનાઇલ પીધું
    • Jamnagarમાં મધુવન સોસાયટીમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ
    • Jamnagar નજીક કનસુમરા પાટિયા પાસે બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા
    • Ahmedabad: ચા ઉદ્યોગમાં વ્યવસાયથી આગળ મૂલ્યોનો વારસો રચનાર દિગ્ગજ પીયૂષભાઈ દેસાઈની ચિરવિદાય
    • Amreli: પશુઓને બચાવવાં માટે સિંહણ સામે બાથ ભીડવા ઊભો રહી ગયો માલધારી!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»પ્રારબ્ધ સામે પરિશ્રમની દાસ્તાન
    લેખ

    પ્રારબ્ધ સામે પરિશ્રમની દાસ્તાન

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2026Updated:August 5, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Veraval

    અચાનક આવી પડેલી વિપદા વચ્ચે પણ સફળતાનો માર્ગ કંડારતી વેરાવળની દીકરીઅભ્યાસ સાથે ટેભે-ટેભે જીવનનું ઘડતર કરવાની પ્રેરણાદાયી કહાની,વેરાવળની રક્ષા પરમાર મુસીબતના સમયમાં ઘરની રક્ષા બનીસામાન્ય રીતે આપણે સામાન્ય મુસીબત કે વિપદા આવે તો પણ નાસીપાસ થઈ જઈએ છીએ. પરંતુ જો ઘરનો ટેકો અથવા મુખ્ય ચાલકબળ જ દૂર થઈ જાય તો તેનાથી તેના પરિવારજનો પર પડતી મુશ્કેલીને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે.આવી જ એક કહાનીમાં ઘરના મોભી અને આર્થિક ચાલકબળ એવા પિતાશ્રીનું અચાનક હાર્ટએટેકથી અવસાન થતાં ઘર પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો પરંતુ આ ઘરની દીકરીએ આ મુસીબતમાં પોતાની ધીરજ અને અડગ મનોબળથી ઘરનો મજબૂત ટેકો બનીને ઘરને મજબૂત સ્થિરતા આપી છે.વાત છે વેરાવળની કોળીવાડા વિસ્તારમાં રહેતી રક્ષા પરમારની કે, જે અચાનક જ તેના પિતાશ્રીનું અવસાન થતાં તેમની જગ્યાએ સીવણકામ કરીને ઘરની આધાર,રક્ષા અને સુરક્ષા બની છે. અભ્યાસ સાથે-સાથે તે ટેભે-ટેભે જીવનનું ઘડતર પણ કરી રહી છે.

    અત્યારે રાજ્યભરમાં નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમાં પણ આજે નારી નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રક્ષા પરમારે વાસ્તવિક રીતે ન માત્ર ઘરનું નેતૃત્વ કર્યું છે, પરંતુ સમાજ માટે પણ એક પ્રેરણાદાયી મિશાલ ઉભી કરી છે.વેરાવળના રક્ષાબહેન પરમાર, કે જેઓ ફાઈન આટ્‌ર્સમાં અભ્યાસ કરે છે તેઓએ તેમના પિતાશ્રી ચંદુભાઈ પરમાર જે કેબીનમાં બેસી સીવણકામ કરી ઘરનું આર્થિક ગુજરાન ચલાવતા હતાં. ત્યાં બેસીને અડધો દિવસ સીવણકામ અને બપોર બાદ અભ્યાસ કરીને ઘર સાથે પોતાની કારકિર્દીને પણ આગળ ધપાવી રહ્યાં છે.આ અંગે રક્ષાબહેન પરમારે જણાવ્યું હતું કે, તેમના પિતાશ્રી ચંદુભાઈ કોળીવાડા વિસ્તારમાં રોડ પર સામાન્ય કેબિનમાં સીવણકામ કરતાં હતાં પરંતુ થોડા સમય પહેલા અચાનક હ્રદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યું થયું હતું. આ સમયે ઘર પર અચાનક જ આર્થિક મુસીબત આવી પડી હતી.

    આ સમયે તેના પપ્પા પાસેથી શીખેલી સીવવાની કલા તેમને કામમાં આવી અને તેઓએ બજાર વચ્ચે પુરુષ આધિપત્યવાળા વ્યવસાયમાં એક સ્ત્રી તરીકે કામ કરવાનું શરુ કર્યું હતું. ધીમે-ધીમે લોકો પણ તેમનામાં વિશ્વાસ મૂકીને નાનું-મોટું સીવણનું કામ આપવા લાગ્યાં છે.સામાન્ય રીતે આપણને એવું લાગે કે, આ બહુ સરળ કામ છે પરંતુ પંખા અને લાઈટ વગરની રોડ સાઈડની પપ ફૂટની પતરાંની કેબિનમાં એક દીકરી તરીકે બજારમાં બેસીને વ્યવસાય કરવો એ હર કોઈ માટેનું કામ નથી. આ માટે ઘણીબધી હિંમત અને સામર્થ્ય જોઈએ. તેમાં પણ જો તમે અભ્યાસ પણ સાથે કરતા હોય ત્યારે, આ પ્રયત્ન બહુ અગત્યનો બની જાય છે.

    રક્ષાબહેન આત્મનિર્ભર બની આર્થિક મોરચે પરિવાર વધુ સશક્ત બને તે દિશામાં ડગ માંડી રહ્યાં છે અને અન્ય મહિલાઓને પણ આત્મનિર્ભર બનવા પ્રેરિત કરી રહ્યાં છે.રક્ષાબહેન ફાઈનઆટ્‌ર્સના વિદ્યાર્થી સાથે ચિત્રકામમાં પણ હથોટી ધરાવે છે. ઘર માટે સમય સાથે શક્તિનું યોગદાન આપવા સાથે તેમણે સમાજમાં મહિલા સશક્તિકરણનું એક આગવું ઉદાહરણ રજૂ કર્યું છે.આ અંગે તેમના મમ્મી શ્રી ભાવનાબહેન પરમારે જણાવ્યું હતું કે, રક્ષા ખૂબ નાની છે પરંતુ તેની સમજ ખૂબ મોટી છે. મોજ-મજા કરવાની ઉંમરે તે ઘર માટે કામ કરીને ઘરને આર્થિક રીતે સશક્ત રાખવાનું કામ કરી રહી છે.

    રક્ષાબહેનના કામ અંગે ગ્રાહક કિશોરભાઈ વાયલુએ જણાવ્યું હતું કે, સ્વ.ચંદુભાઈ પરમાર તેમના સિલાઈકામ માટે નામના ધરાવતા હતાં. તેમના વારસા પર બેસીને રક્ષાબહેન બહુ મોટું કામ કરી રહ્યાં છે. અમે પણ તેમના કામને બીરદાવીને અમારા નાના-મોટા સિલાઈકામ માટે તેમની પાસે જ આવીશું અને તેમના આ જોમ અને જુસ્સાને બળ પૂરું પાડીશું.આમ, રક્ષાબહેનની નાની એવી પરંતુ પ્રારબ્ધ સામે પરિશ્રમથી લડવાની પ્રેરણાદાયી કહાની છે. આ કહાનીથી જો સમાજમાં ક્યાંક પણ નાનો એવો પ્રકાશ ફેલાશે તો મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી સાર્થક સાબિત થશે.

    Veraval
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleShiva Sankalp માનવતાના કલ્યાણનો મહામંત્ર
    Next Article ’નારી શક્તિ’ અને સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    ભગવાન શ્રી Ganeshના આઠ અવતારોની ધાર્મિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ

    September 15, 2026
    લેખ

    સભ્યતા, સંસ્કાર અને સમર્પણની ભૂમિ એટલે India

    September 15, 2026
    લેખ

    Rishi Panchami અને સામા પાંચમ ઋષિ સંસ્કૃતિનું પૂજન-વૈચારિક ક્રાંતિ અને ગુરૂઋણ સ્વીકારનું દિવ્ય પર્વ

    September 14, 2026
    લેખ

    મંગળવારે Rishi Panchamiનુ વ્રત રહેવાથી જીવનના બધા અશુભ દોષો નાશ પામે છે

    September 14, 2026
    લેખ

    ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી

    September 11, 2026
    લેખ

    સાર્વજનિક Ganesh Utsav: એકતા અને સંગઠનની ભાવનાનું પ્રતીક ગણપતિ ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય

    September 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,460
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,580
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-09-2026 17:48
    Categories
    Latest News

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું, ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026

    Rajkotમાં પરણિત પ્રેમિકાએ સંબંધ તોડતા યુવકે સગાના ઘરે ફિનાઇલ પીધું

    September 18, 2026

    Jamnagarમાં મધુવન સોસાયટીમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ

    September 18, 2026

    Jamnagar નજીક કનસુમરા પાટિયા પાસે બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા

    September 18, 2026
    Search
    Main News

    Asian Games: શૂટર મનુ ભાકર ભારતના ધ્વજધારકોમાંના એક હશે

    September 18, 2026

    New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી

    September 18, 2026

    Rajkotમાં ૧૬૩ આવાસનો ડ્રો રદઃ ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં

    September 18, 2026

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા

    September 18, 2026

    Brazil: ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો

    September 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Virpurના ગાયત્રી મુક્તિધામની ૧૭ વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા

    September 18, 2026

    Veravalમાં પાંચમાં દિવસે ૩૦૦થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું, ટાવર ચોક ખાતે તમામનું સ્વાગત કરાયું

    September 18, 2026

    Rajkot: પડધરી નજીક બાઈક સાથે આખલો અથડાતા આધેડનું મોત

    September 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.