Amreli,તા.8
અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન એક તરૂણી, એક પરિણીતા તથા એક આધેડે સહિત ત્રણ લોકોએ અલગ અલગ કારણોસર આપઘાત કરી લીધાનું પોલીસમાં જાહેર થતાં પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
પ્રથમ બનાવમાં રાજુલા તાલુકાના મોરંગી ગામે રહેતી ભક્તિબેન ગોબરભાઇ ભુત નામની 16 વર્ષીય તરૂણીને તેમની માતાએ મોબાઇલ ફોન વાપરવાની ના પાડતા તરૂણીને લાગી આવતા ગત તા.5 ના રોજ બપોરનાં 3 વાગ્યે મોરંગી ગામે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતાં તરૂણીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું પોલીસમાં જાહેર થતાં પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
બીજા બનાવમાં રાજુલા તાલુકાના વિસળીયા, જુના ગામ વિસ્તારમાં રહેતી મનુબેન એભલભાઇ બારૈયા નામની 30 વર્ષીય પરિણીતાને મોઢાના ભાગે ચાંદી પડેલ હોય જે ચાંદી કેન્સરની હશે તેવી શંકા જતાં હવે કેન્સર થશે તો શું થશે તેવી સતત ચિંતા થતી હોય જેથી તેણીએ ગત તા.5 ના રોજ બપોરનાં 1/25 પહેલા કોઇપણ સમયે વિસળીયા ગામે પોતાના ઘરે કરી કોઇ ઝેરી દવા પી લેતાં સારવાર તેણીનું દરમ્યાન મોત નીપજ્યાંનું પોલીસમાં જાહેર થતાં પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
ત્રીજા બનાવમાં લાઠી તાલુકાના પાડરશીંગા ગામે રહેતાં ચંદુભાઇ વાલજીભાઇ હરસોરા નામના 51 વર્ષીય આધેડના છુટા છેડા થઇ ગયેલ હોય અને તે એકલવાયુ જીવન જીવતા હોય જેથી તે સતત દુ:ખી રહેતા હોવાથી કંટાળી જઇ ગત તા.તા.6 ના રાત્રીના આશરે 1 થી 5/30 વાગ્યા દરમ્યાન કોઇપણ સમયે પાડરશીંગા ગામે ગળાફાંસો ખાઇ લેતાં આધેડનું મોત નીપજ્યાંનું પોલીસમાં જાહેર થતાં પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

