એકવાર ભગવાન શિવ અને માતા પાર્વતીજી પૃથ્વી ઉપર ભ્રમણ કરી રહ્યાં હતાં.રસ્તામાં એક મંદિરની બહાર તેમને એક યુવાનને બેઠેલો જોયો.તે ઘણો જ દુઃખી હતો,તેની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા.તે વારંવાર ભગવાનને કહી રહ્યો હતો કે હે પ્રભુ ! મેં ક્યારેય કોઇનું ખોટું નથી કર્યું તેમ છતાં મારા જીવનમાં દુઃખ જ દુઃખ છે.મારા ખેતરો સૂકાઇ ગયાં છે,મારૂં ઘર આગમાં બળી ગયું છે,લોકો મને મ્હેણાં મારે છે આમ કેમ? માતા પાર્વતીજીને દયા આવી,તેમને ભગવાન શિવને કહ્યું કે પ્રભુ ! આ તો તમારો સાચો ભક્ત લાગે છે,તેની ઉપર દયા કરો.ભગવાન શિવે શાંત સ્વરમાં કહ્યું કે દેવી ! દરેક જીવાત્મા પોતાના કરેલાં કર્મો અનુસાર જ તેનાં ફળ પામે છે,આમ હોવા છતાં પણ જો આપ ઇચ્છો તો તેને સત્યનું દર્પણ બતાવી શકો છો.ભગવાન શિવે પોતાની જટામાંથી એક ચમકતું દર્પણ કાઢ્યું કે જે જીવાત્માઓના કર્મના લેખા-જોખા બતાવતું હતું.
જેવું દર્પણ એ યુવાનની સામે રાખ્યું તો તેમાં ચિત્રો દેખાવવા લાગ્યા.યુવાન તેને પૂર્વજન્મમાં કરેલાં કર્મોને જોઇ રહ્યો હતો,જેમાં તેને બીજાના હક્કનું હડફ કરી લીધું હતું,મજૂરોના હક્કનાં નાણાં ખાઇ જઇ તેમને ગુલામ બનાવીને તેમને મારતો હતો અને ઘણીવાર તો બીજાને દુઃખી જોઇ પોતે હંસતો હતો.આ દ્રશ્ય જોઇને તે કાંપવા લાગ્યો,તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં અને રડતાં રડતાં કહે છે કે પ્રભુ ! મારી સમજમાં આવે છે કે મારા જીવનમાં જે દુઃખ આવ્યાં છે તે આપે નથી આપ્યાં,તે તો મારા જ કર્મોનું ફળ છે.
ભગવાન શિવ ર્હંસીને કહે છે કે હા પૂત્ર ! ભગવાન કોઇને દંડ આપતા નથી.કોઇ બાપ પોતાના બાળકોને દુઃખ આપતા નથી તો તમામ જીવોના પિતા પરમેશ્વર દુઃખ કેમ આપે? તેઓ તો ફક્ત જ્ઞાન આપે છે કે જેનાથી જીવાત્મા પોતાના કર્મોને સુધારે.અમારે જુના કરેલા પ્રારબ્ધ કર્મો ભોગવી લઇ નવાં સતકર્મો કરવાનાં છે અને આ જ કર્મોના લેખની વિદ્યા છે.જ્યારે જીવાત્મા પ્રભુ-પરમાત્માને યાદ કરે છે ત્યારે રાજયોગથી તેનાં કર્મ પવિત્ર બને છે.યુવાને બે હાથ જોડી કહ્યું કે હવેથી હું કોઇને પણ દુઃખ નહી પહોંચાડું, હું દરેક જીવાત્મામાં આપનો અંશ પરમાત્મા વસે છે તેવા ભાવથી દરેકમાં આપનાં દર્શન કરીશ અને દરેક કાર્યમાં કરનકરાવનહાર પ્રભુ પરમાત્મા છે એવો ભાવ રાખીશ.આ જ સાચો રાજયોગ છે.જ્યારે જીવાત્મા જાગે છે અને પોતાના કર્મોને દિવ્ય બનાવે છે તો તેના જીવનમાં તમામ શુભ થાય છે.
ભગવાન કોઇ જીવાત્માને સજા આપતા નથી,દરેક જીવાત્મા પોતાના કરેલા કર્મોથી જ પોતાનું ભાગ્ય બનાવે છે એટલે આજે જે અમારા જીવનમાં દુઃખ આવ્યું છે તેનો સ્વીકાર કરો અને આજથી સારા કર્મો કરવાનો સંકલ્પ કરો કારણ કે અમે જેવું વાવીશું તેવું લણીશું.પ્રભુ પરમાત્મા અમોને એ જ યાદ અપાવવા આવે છે તમે મારા સંતાન છો,મારા જ સનાતન અંશ આત્મા છો અને તમારામાં પોતાનું ભાગ્ય બદલવાની શક્તિ છે.
અમે જે વાવ્યું હોય છે એ જ અમોને મળે છે એટલે કોઇને દોષ ના આપશો,અમારા પોતાના દોષ જોજો.ઇન્દ્રિયોની તમામ ક્રિયાઓમાં તથા મનના સંકલ્પ-વિકલ્પોના વહેતા પ્રવાહમાં માત્ર દ્રષ્ટા બનીને સ્વભાવ અનુસાર કર્તવ્ય કર્મો કરવા એ અમારૂં કર્તવ્ય છે.આગમ,વેદ,શાસ્ત્ર,પુરાણો તથા તમામ સંત મહાપુરૂષોનું કહેવું છે કે આ સંસાર કર્મોના લેખા-જોખા આધારીત છે તેમાં જીવ ચૈતન્ય આત્માને,પોતાના સ્વરૂપ અને સ્વભાવને જાણી લે છે તે સમજદાર છે અને તે જ ભવસાગર પાર ઉતરી શકશે.જ્યાંસુધી આત્મજ્ઞાન ના થાય ત્યાંસુધી કર્મોનું ઋણાનુંબંધ ચુકવવું જ પડે છે એટલે નિષ્કામ કર્મ કરી ઇશ્વરને સંતુષ્ટ કરીએ.ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરૂથી પ્રભુ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી આલોક અને પરલોક સુખી કરીએ.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

