New Delhi,તા.08
સમગ્ર દેશમાં E20 પેટ્રોલ મુદ્દે એન્જિનમાં ખામી થશે તો, ગાડીમાં મુશ્કેલી થશે કે નહીં, લાંબા સમય સુધી આની પ્રાપ્યતા રહેશે કે નહીં એવા અનેક સવાલ ચર્ચામાં છે. આ વિષય પર કેટલાક દાવાઓ પણ થઈ રહ્યા છે. આ માહોલ વચ્ચે હવે કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ એક મહત્ત્વની ચોખવટ કરી દીધી છે.
નિતીન ગડકરીએ એક એવી કાર જણાવો જેમાં ફ્યૂઅલના કારણે કોઈ સમસ્યા આવી હોય? વિકસિત ભારત કાર્યક્રમ અંતર્ગત તેમને કહ્યું હતું કે, કોલસો, પેટ્રોલ તથા અન્ય સામગ્રી પર નિર્ભરતા હોવી એ આર્થિક રીતે બોજા સમાન છે. આ કારણે ફ્યૂઅલની આયાત કરવી વાર્ષિક ધોરણે 22 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરાવે છે. આ મુદ્દો પર્યાવરણ માટે પણ જોખમ ઊભું કરે છે.
આ માટે દેશની પ્રગતિને ધ્યાને લઈને સ્વચ્છ અને ગ્રીન એનજીર્નો ઉપયોગ કરવો હવે અનિવાર્ય થઈ રહ્યો છે. E20 પેટ્રોલના કારણે કોઈ કારમાં મુશ્કેલી આવી હોય, કોઈ સમસ્યા પેદા થઈ હોય એવો કોઈ મામલો સામે આવ્યો નથી.
દેશમાં ઈથેનોલની માત્રા વધારે છે.મકાઈમાંથી ઈથેનોલ બનાવવાનું કામ ઉત્તર પ્રદેશ અને બિહારના ખેડૂતો કરી રહ્યા છે. આ કારણે આ ખેડૂતોને 45000 કરોડની આવક થઈ છે.
આ નિર્ણય બાદ મકાઈની કિંમતમાં વધારો થયો હતો. 2800 રૂપિયા પ્રતિ કિવંટલ ભાવ થતા ખેડૂતોને ભાવમાં ફાયદો થયો. હવે ઉત્તર પ્રદેશ અને બિહારના ખેડૂતોના ખિસ્સામાં એક મોટી રકમ આવી રહી છે.
ઉચ્ચ ઈથેનોલ મિશ્રણ સાથે પેટ્રોલના અમલીકરણ અંગે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. આ એક ઝુંબેશ શરૂ કરાઈ છે. ભારતે 20 ટકા ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલનો લક્ષ્યાંક પહેલાથી જ પ્રાપ્ત કરી લીધો છે.
આયાતી ક્રૂડ તેલ પર નિર્ભરતા ઓછી થઈ છે અને કાર્બન ઉત્સર્જન ઓછું થયું છે. ઇથેનોલ શેરડી, મકાઈ અથવા ચોખા જેવા બાયોમાસમાંથી ઉત્પન્ન થાય છે.

