Amreli,તા.07
અમરેલી જિલ્લમાં પડી રહેલા ભારે વરસાદના કારણે વધુ એક માનવ જિંદગીનો ભોગ લીધો છે.
ધારી તાલુકાના ખોખરા મહાદેવ વિસ્તારમાં રહેતા ચંદુભાઇ રવજીભાઇ વાઘેલા નામના ૩૫ વર્ષીય યુવક ગત તા.૫ ના સાંજના સાતેક વાગ્યાથી રાત્રીના દસેક વાગ્યા દરમ્યાન ધારી તાલુકાના સરસીયા ગામની સીમમાં રહેણાંક ફરજામાં સુતા હતા ત્યારે અતિ વરસાદને કારણે તે ફરજાની દિવાલ અચાનક પડી જતા યુવક ફરજાની છત નીચે તેમજ છતના બીમના વચ્ચે આવી જતા માંથામા તેમજ જમણા હાથે નાની મોટી ઇજાઓ થવાથી તેમજ મૂજારો થવાથી તેમનું મોત નીપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
બીજા બનાવમાં મધ્યપ્રદેશના વતની અને હાલ બાબરા, રમેશભાઇ શામજીભાઇ પંચારસરાની વાડીએ રહેતા રાવજીભાઈ ઉર્ફે રાજુભાઇ હરસિંહ ડુડવે નામના ૬૦ વર્ષીય વૃદ્વ ગત તા.૫ ના રોજ ૫/૩૫ વાગ્યે, ખાખરીયા ગામની સીમમાં લઘુશંકા કરવા માટે રોડથી નીચે ખાળીયામાં ગયેલ હોય ત્યા આવેલ પવનચક્કીના વીજપોલને હાથથી ટેકો દેવા જતા વીજશોક લાગતા વૃદ્ધનું મોત નીપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
ત્રીજા બનાવમાં બાબરા તાલુકાના સુખપર, વાડી વિસ્તારમાં રહેતા વાલીબેન ભુપતભાઇ સાકળીયા નામની ૪૦ વર્ષીય પરણિતા પોતાના દીકરાને આગળ અભ્યાસ કરાવવાની ના પાડતા હોય, જે બાબતે છેલ્લા ચારેક મહીનાથી પતિ-પત્નિને કજીયો કંકાસ ચાલતો હોય જે બાબતે મનમાં લાગી આવતા ગત તા.૬ ના આશરે કલાક ૫ વાગ્યે સુખપર ગામે ઝેરી દવા પી’ જતા તેણીનું મોત નીપજયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.

