( હિતેષ જોષી )
Una તા.07
માનવ સેવા એજ પ્રભુ સેવા ને સાર્થક કરતી BAPS સ્વામીનારાયણ સંસ્થા ઊના તાલુકા પુર અસર ગ્રસ્ત ગામો જઈ ફુડ પેકેટ વિતરણ કર્યું ઊના તાલુકા માં શનિવાર અને રવિવારે બે દિવસ ધોધ માર વરસાદ વરસ્યો હતો રાવલડેમ છલકાઈ ગયો હતો અને છ દરવાજા છ ફૂટ ખોલવામાં આવ્યા હતા તેથી રાવલ નદી માં ઘોડા પુર આવ્યું હતું નદી નું પાણી ગાંગડા, માલણ, સનખડા, ખત્રીવાડા ગામો માં ઘૂસી ગયા હતા લોકો ના મકાન માં કમર ડૂબ પાણી ભરાઈ જતા ઘર વખરી અનાજ બધું પલળી ગયું હતું. અસરગ્રસ્ત ગામો ના લોકો માટે ઊના અને મહુવા બી. એ. પી. એસ. સ્વામીનારાયણ મંદિર ના મુખ્ય સ્વામી અખંડમંડલ સ્વામી ના માર્ગદર્શન હેઠળ ટીંબી , ઉટવાળા, ગાંગડા ના હરિ ભક્તો દ્વારા ઊના ના મામલતદાર બી. કે. ભીમાણી ના માર્ગ દર્શન હેઠળ 1060 થી વધુ ફૂડ પેક્ટ બનાવી અસરગ્રસ્ત ગામો માં વરસતા વરસાદ માં રૂબરૂ જઈ લોકો ને ઘરે ઘરે જઈ આપી માનવ સેવા એજ પ્રભુ સેવા નું સૂત્ર સાર્થક કર્યું કર્યું

