(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૭ઃ
Morbiના લાલપર અને કોયલી ગામ તેમજ માળિયા તાલુકાના ખાખરેચી ગામમાં અપમૃત્યુના બનાવોમાં બે મહિલાઓ સહીત ત્રણ વ્યક્તિના મોત મામલે પોલીસે તપાસ ચલાવી છે
પ્રથમ બનાવમાં મોરબીના લાલપર ગામ નજીક રફાળીયા કંપનીમાં કામ કરતા રંજનકુમાર લાલબાબુ રાય (ઉ.વ.૨૫) નામના પરપ્રાંતીય યુવાન ગત તા. ૨૬ ના રોજ બપોરે લાલપર ગામની સીમમાં અકસ્માતે કેનાલમાં પડી જતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે તપાસ હાથ ધરી છે બીજા બનાવમાં મોરબીના કૃષ્ણનગર કોયલી ગામે વાડીએ રહીને કામ કરતા સુમિતાબેન ગોપાલભાઈ સોલંકી (ઉ.વ.૫૦) નામની મહિલા રાત્રીના નવ વાગ્યા આસપાસ વાડીએ કોઈ કારણોસર બેભાન થઇ જતા મોત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે
ત્રીજા બનાવમાં મૂળ દાહોદ જીલ્લાના વતની હાલ માળિયા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા સંગીતાબેન વિશાલભાઈ નાયક નામની પરિણીતા વાડીએ કુંડી પાસે પડેલ જંતુનાશક દવા પી લેતા સારવાર માટે જેતપર બાદ વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં સારવારમાં પરિણીતાનું મોત થયું હતું પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક સંગીતાબેન રાત્રે રોટલા બનાવતી હતી અને વિશાલને શાક બનાવવાનું કહેતા શાક બનાવવાની ના પાડતા ગુસ્સે થઇ આવેશમાં આવી દવા પી લીધાનું ખુલ્યું છે માળિયા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છ

