(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૨૭ઃ
માળિયા તાલુકાના વવાણીયા ગામમાં લગ્ન પ્રસંગ બાબતે ત્રણેક વર્ષથી પારિવારિક મનદુઃખ ચાલતું હોવાનો ખાર રાખી બે જૂથ બાખડ્યા હતા બંને પક્ષે હથિયારો વડે સામસામે મારામારી કર્યા બાદ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
Morbiના વિસીપરા મદીના સોસાયટીમ રહેતા કાસમ દાઉદભાઈ બુચડ (ઉ.વ.૪૧) વાળાએ આરોપીઓ હનીફ જુસબ ભટ્ટી, સબ્બીર જુસબ ભટ્ટી, અનવર જુસબ ભટ્ટી, મહમદ જુસબ ભટ્ટી, જાકુબ નુરમામદ ભટ્ટી, રફીક નુર્મ્મદ ભટ્ટી, સલીમ નુરમામદ ભટ્ટી, હુશેન નુરમામદ ભટ્ટી, અબ્રાહમ ઓસમાણ ભટ્ટી, દાઉદ અબ્રાહમ ભટ્ટી, રસીદ દાઉદ ભટ્ટી, અનવર જુસબ કચ્ચા, રહીમ મુસા ભટ્ટી, આબિદ રહીમ ભટ્ટી, હમીદાબેન ઓસમાણ ભટ્ટી, આયશાબેન દાઉદ ભટ્ટી અને હાજરાબેન જુસબ કચ્ચા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓને ફરિયાદી સાથે છેલ્લા ત્રણેક વર્ષથી લગ્ન પ્રસંગ બાબતનું પારિવારિક મનદુઃખ ચાલે છે જેથી બોલવા ચાલવાના સંબંધ નથી આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી લોખંડ પાઈપ, ધારિયા અને પાઈપ સાથે આવી ઝઘડો કરી મારામારીમાં ફરિયાદીને ધારિયા વડે માથામાં ઈજા કરી તેમજ લોખંડ પાઈપ વડે મુંઢ માર મારી ઈજા કરી હતી
સામાપક્ષે મૂળ વવાણીયા હાલ મોરબીના વિસીપરામાં રહેતા રહીમ મુસાભાઈ ભટ્ટીએ આરોપીઓ મામદ કાસુ બુચડ, જેતુન મામદ બુચડ, ફિરોજ મામદ બુચડ, સલમા ફિરોજ બુચડ, કાસમ દાઉદ બુચડ, હસીના કાસમ બુચડ, હનીફ દાઉદ બુચડ, શકીના હનીફ બુચડ, અમીના દાઉદ બુચડ, રફીક મુસા બુચડ, રૂકશાના રફીક બુચડ, ફરીદા સબ્બીર નોબે , કાસમ ઓસમાણ ટાંક અને મરિયમ ઓસમાણ ટાંક રહે બધા મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ સાથે ત્રણેક વર્ષથી લગ્ન પ્રસંગ બાબતનું મનદુઃખ ચાલે અને બોલવા ચાલવાના સંબંધ નથી જેથી આરોપીઓએ મંડળી રચી લોખંડ પાઈપ અને ધોકા વડે હુમલો કરી ફરિયાદીના માથામાં લાકડાના ધોકા, હાજરાબેનને પાઈપ વડે, અનવરભાઈને લોખંડ પાઈપ મારી ઈજા કરી હતી માળિયા (મી.) પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

