Mumbai, તા.૬
ફિલ્મ ‘જેલર ૨’ નું ટ્રેલર રિલીઝ થતાં દર્શકોની આતુરતા વધી છે, ફિલ્મમાં સુપરસ્ટાર રજનીકાંત એક વાર ફરી ટાઇગર મુથુવેલ પાંડિયનના પાત્રમાં જોવા મળી રહ્યા છે. નેલ્સન દિલીપકુમારના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું ટ્રેલર રજનીકાંતના સિગ્નેચર સ્વેગ, દમદાર અંદાજ અને જબરદસ્ત એક્શનથી ભરપૂર છે, જો કે, ટ્રેલરમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબતોમાંની એક વિદ્યા બાલનનો બિલકુલ નવો અને શાનદાર અવતાર છે.રજનીકાંત સાથે જોવા મળી રહેલી વિદ્યા એક બોલ્ડ અને અસરકારક લુકમાં જોવા મળી રહી છે. નાની હેરસ્ટાઇલ, ડાર્ક સ્ટાઇલિંગ અને દમદાર સ્ક્રીન પ્રેઝન્સ સાથે તેમનું પાત્ર ‘કાંતા’, તરત જ દર્શકોના મનમાં ઉત્સુકતા ઊભી કરે છે. આ સાથે વિદ્યા આ વખતે જેલરની દુનિયામાં એક બિલકુલ અલગ ઉર્જા લઈને આવતી જોવા મળી રહી છે. દર્શકો માટે વિદ્યા બાલન અને રજનીકાંતને એક સાથે સ્ક્રીન પર જોવું અલગ જ અનુભવ હશે, કારણ કે બંને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કલાકારો પ્રથમ વખત એક સાથે જોવા મળી રહ્યા છે.
જ્યાં વિદ્યાનો આ અનોખો અવતાર અને તેમના પાત્રની રહસ્યમય હાજરી ફિલ્મમાં એક નવી પરત ઉમેરી રહી છે, ત્યાં જ રજનીકાંત સાથે તેમની કેમિસ્ટ્રી અને બંનેના પાત્રો વચ્ચેનો સંબંધ શું છે, તે જાણવું દર્શકો માટે ફિલ્મની રિલીઝ સુધી એક મોટું આકર્ષણ બનેલું છે. ટ્રેલરમાં રજનીકાંત-વિદ્યા ઉપરાંત મિથુન ચક્રવર્તી અને એસ.જે. સૂર્યા જોવા મળે છે, જેઓ વિલનની તરફ હશે. તો બીજી તરફ હીરોના પક્ષે જેકી શ્રોફ, શિવરાજકુમાર, મોહનલાલ અને રિતિક રોશન હશે. આ તમામની ઝલક પણ ટ્રેલરમાં જોવા મળી છે. જો કે, રિતિકના લુકને હાલમાં ડાયરેક્ટર નેલ્સને છુપાવીને રાખ્યો છે, જે તમને સીધો સિનેમાઘરોમાં જ જોવા મળશે.રજનીકાંત, નેલ્સન દિલીપકુમારની ખાસ નિર્દેશન શૈલી અને વિદ્યા બાલનનો આ ળેશ અને ફાયરી અવતારે જેલર ૨ ને લઈને દર્શકો વચ્ચે ઉત્સુકતા વધારી દીધી છે. ફિલ્મ ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ટાઇગર મુથુવેલ પાંડિયનના રૂપમાં રજનીકાંતની એક વધુ એક વખત બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે તેવી આશા સેવાઇ રહી છે.

