Washington, તા.૧૯
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને H-1B Visaને લઈને એક મોટો અને કડક નિર્ણય લીધો છે. ટ્રમ્પ પ્રશાસને H-1B Visa પર ૧ લાખ ડૉલરની ફી વસૂલવાના આદેશને વધુ એક વર્ષ માટે લંબાવી દીધો છે, જેની સીધી અસર ભારતીય ટેક પ્રોફેશનલ્સ પર પડી શકે છે.અમેરિકામાં H-1B Visaના નિયમો અંગે ટ્રમ્પ પ્રશાસને ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે. વ્હાઇટ હાઉસે ૐ-૧મ્ વિઝા પર ૧,૦૦,૦૦૦ ડૉલરની ફી લગાવતા જૂના આદેશને વધુ એક વર્ષ માટે લંબાવી દીધો છે.
આ સાથે જ ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ એક નવો આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં આ વિઝાના ઉપયોગ પર વધુ કડક દેખરેખ અને તપાસની વાત કહેવામાં આવી છે. ખાસ કરીને એવી કંપનીઓ પર નજર રાખવામાં આવશે જેના પર ઓછા વેતનવાળા વિદેશી કર્મચારીઓને રાખીને સ્થાનિક અમેરિકન કર્મચારીઓની નોકરી છીનવી લેવાનો આરોપ છે.ૐ-૧મ્ એ અમેરિકાનો એક એવો વિઝા છે જેના દ્વારા અમેરિકન કંપનીઓ વિદેશમાંથી પીએચડી કે વિશેષ કૌશલ્ય ધરાવતા નિષ્ણાતોને નોકરી માટે બોલાવી શકે છે. ટેન્કોલૉજી, એન્જિનિયરિંગ અને અન્ય વિશેષ ક્ષેત્રોમાં તેનો મોટા પાયે ઉપયોગ થાય છે.
ભારત અને ચીનના પ્રોફેશનલ્સ માટે આ વિઝા અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે મોટી સંખ્યામાં ભારતીય ટેક પ્રોફેશનલ્સ આ જ વ્યવસ્થા હેઠળ અમેરિકામાં કામ કરે છે.ટ્રમ્પ પ્રશાસને ૨૦૨૫માં ૐ-૧મ્ વિઝા માટે ૧,૦૦,૦૦૦ ડૉલરની ફીનો આદેશ જાહેર કર્યો હતો. અગાઉ આ ફી સામાન્ય રીતે ૨૦૦૦થી ૫૦૦૦ ડૉલરની વચ્ચે રહેતી હતી, તેથી ૧ લાખ ડૉલરની આકમ ખૂબ જ મોટી વૃદ્ધિ દર્શાવે છે. આ આદેશ સપ્ટેમ્બર ૨૦૨૬માં પૂરો થવાનો હતો, જેને હવે લંબાવવામાં આવ્યો છે. જો કે, આ ફીને લઈને કાનૂની લડાઈ પણ ચાલી રહી છે અને અગાઉ અમેરિકાની એક અદાલતે તેને ગેરકાયદે ગણાવતા સરકારને ફી વસૂલવાથી રોકી હતી.નવા આદેશમાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે કેટલીક કંપનીઓ અને આઉટસોર્સિંગ ફર્મો ૐ-૧મ્ વ્યવસ્થાનો દુરુપયોગ કરી રહી છે.
વ્હાઇટ હાઉસના દાવા મુજબ, ૐ-૧મ્ વિઝા ધારકોને સમાન કામ કરતા અમેરિકન કર્મચારીઓની તુલનામાં વાર્ષિક ૯૦૦૦થી ૨૦,૦૦૦ ડૉલર સુધીનું ઓછું વેતન આપવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, ૨૦૨૨થી ૨૦૨૬ વચ્ચે ટેક સેક્ટરમાં ૮ લાખથી ૧૩ લાખ અમેરિકન કર્મચારીઓની છટણી થઈ છે જ્યારે કંપનીઓએ મોટી સંખ્યામાં ૐ-૧મ્ કર્મચારીઓ માટે અરજી કરી છે.બીજી બાજુ, ઉદ્યોગ જગતનું માનવું છે કે અમેરિકામાં અનેક ક્ષેત્રોમાં કુશળ વિશેષજ્ઞોની અછત છે અને આ વિઝા કંપનીઓને જરૂરી પ્રતિભા મેળવવામાં મદદ કરે છે. પરંતુ આ મોંઘી ફી અને કડક નિયમોના કારણે વિદેશથી કર્મચારી લાવવાનું ખર્ચાળ બનશે, જેનાથી ભારતીય પ્રોફેશનલ્સ માટે અમેરિકામાં નોકરી મેળવવાનો માર્ગ વધુ મુશ્કેલ બની શકે છે. આ પડકારોને જોતાં કેટલીક મોટી ટેક કંપનીઓ પહેલેથી જ ભારતમાં પોતાનું કામ વધારવાની દિશામાં આગળ વધી રહી છે.ઐતિહાસિક વારસો જુઓ

