Morbi,તા.24
રવાપર ઘુનડા રોડ પરથી કારમાં ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે પોલીસે બેને ઝડપી લીધા હતા કારમાથી દારૂના ૯૬ ચપલા મળી આવતા પોલીસે કુલ ૩.૧૨ લાખનો મુદામાલ કબજે લઈને વધુ તપાસ ચલાવી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રવાપર ઘુનડા રોડ પરથી બલેનો કાર જીજે ૩૬ એપી ૨૪૦૨ વાળી શંકાસ્પદ જણાઈ આવતા કારની તલાશી લીધી હતી જે કારમાંથી ઈંગ્લીશ દારુના ચપલા નંગ ૯૬ કીમત રૂ ૧૨ હજાર મળી આવતા ૩ લાખની કાર સહીત કુલ રૂ ૩,૧૨,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી નાગેશ ઉર્ફે નાગરાજ રમેશ સારેસા અને બકુલ દેવજી ચૌહાણ રહે બંને વિસીપરા મોરબી વાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે