એલસીબીએ દરોડો પાડી 215 બોટલ દારૂ ચાલી બિયર ના ટીમ અને વાહન મળી રૂપિયા 1.47 લાખનો મુદ્દામાલ કબજે
Una,તા,10
વેરાવળ ભાવનગર ધોરીમાર્ગ પર આવેલા ઉનાના આનંદ વાડી વિસ્તારમા એલસીબી કરોડો પાણી કારમાંથી રૂપિયા 42 હજારની કિંમતનો વિદેશી દારૂ બિયરના તથા સાથે અમરેલી અને વેરાવળના સહિત બે ને ઝડપી લઇ પોલીસે રૂપિયા 1.47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ વિગત મુજબ ગીર સોમનાથ જીલ્લો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ની નજીક હોવાથી વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની એસપી મનોહરસિંહ જાડેજાને ધ્યાને આવતા જે ગેરકાયદે પ્રવૃત્તિઓને સદંતર ડામી દેવા આપેલી સૂચનાને પગલે એલસીબીના ઇન્ચાર્જ એ બી જાડેજા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ કર્યું હતું. ત્યારે અમરેલીના સરંભડા ગામનો કીર્તિ હીરાલાલ હરિયાણી અને મૂળ દ્વારકાનો અને હાલ વેરાવળ ના સોનારીયામા રહેતો ઉત્તમ તુલસીદાસ ગોંડલીયા સહિત બંને શખ્સ gj 3 CA 8012 નંબરની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આવી રહ્યા હોવાની હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ ગઢીયા કમલેશભાઈ પિઠીયા ગોવિંદસિંહ વાળા , કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને રવિરાજસિંહ બારડ મળેલી બાતમિના આધારે ઉનાના આનંદ વાળી વિસ્તારમાં વોચ ગોઠવી હતી ત્યારે પૂરપાટ ઝડપે આવતી કારની અટકાવી તલાસી લેતા તેમાંથી 215 બોટલ દારૂ અને 40 બિયરના ટીમ સાથે કીર્તિ હરિયાણી અને ઉત્તમ ગોંડલીયા ની ધરપકડ કરી પોલીસે દારૂ – બીયર, કાર અને મોબાઈલ મળી 1.47 લાખનો મુદામાલ કબજે કર્યો છે.